વિમર્શમાં બોલ્યા જનરલ વીકે સિંહ, સિદ્ધિઓથી ભરેલું રહ્યું વર્ષ
જનરલ વીકે સિંહે કહ્યુ કે, કોરોનાથી 3 મહિનાથી કામ બંધ છે, તેથી ચાલૂ પ્રોજેક્ટ પર તો અસર પડી છે, પરંતુ છેલ્લા એક વર્ષમાં ફાસ્ટ ટેગ, મોટર વ્હીકલ અને નવા રોડ પ્રોજેક્ટ પર કામ થયું છે. આ સિદ્ધિઓ રહી છે.
નવી દિલ્હીઃ ઝી હિન્દુસ્તાનના ઈ વિમર્શ ડાયરેક્ટર વિથ મિનિસ્ટર કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી જનરલ વીકે સિંહે વાતચીત કરી તેમણે મોદી સરકારના પાર્ટ-2નું એક વર્ષ પૂરુ થવા પર પોતાના મંત્રાલયના લક્ષ્યોને સામે રાખ્યા, સાથે કોરોનાને કારણે થયેલા નુકસાન વચ્ચે પણ રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના રાજ્ય મંત્રી પોતાનું કર્તવ્ય કઈ રીતે નિભાવી રહ્યાં છે, તે વિશે પણ વાત કરી હતી.
સવાલઃ તમારૂ મંત્રાલય કઈ રીતે આ એક વર્ષમાં પોતાના લક્ષ્યોને પૂરા કરી શક્યું અને સરકારની કઈ એવી સિદ્ધિ છે જેને તમે એક વર્ષમાં ગણાવવા ઈચ્છશો?
જવાબઃ રોડ અને પરિવહન ક્ષેત્રથી દેશની આર્થિક પ્રગતિને ખુબ સહાયતા મળે છે. 2019-20માં અમે 8948 કિલોમીટર અપ અવોર્ડ કર્યો અને 10000ની આશરે લંબાઈન રોડ આ દરમિયાન બન્યા છે. પહેલા આશરે 10 કે 11 કિલોમીટર રોડ મહિનામાં બનતા હતા. હવે આ ગતિ આશરે 30થી 40ની નજીક પહોંચી ગઈ છે. એક વર્ષમાં ઘણું થયું છે. 30 વર્ષથી મોટર વ્હીકલ એક્ટમાં કોઈ ફેરફાર થયો નહતો. તે પાસ થયું અને પરિણામ તે રહ્યું કે, આશરે 500000 અકસ્માત થતા હતા. આ મોટર વ્હીકલ એક્ટને કારણે આ આંકડામાં ઘટાડો થયો છે. આ મોટી સિદ્ધિ છે.
ફાસ્ટ ટેગ પણ રહી એક મોટી સિદ્ધિ
આ એક વર્ષ દરમિયાન નેશનલ ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન, ઇલેક્ટ્રોનિક સંગ્રહ સંપૂર્ણ રીતે લાગૂ કરવામાં આવ્યું છે. અમે ફાસ્ટ ટેગ બધી ગાડીઓ પર લગાવવાનો પ્લાન કર્યો. 557 ટોલ પ્લાઝા પર આશરે 1 કરોડ 66 લાખ ફાસ્ટ ટેગ જારી થયા છે. તેનો મોટો ફાયદો છે. શરૂઆતમાં થોડું કન્ફ્યૂઝન હતું પરંતુ હવે ફાસ્ટ ટેગ કામ કરી રહ્યું છે એટલે તમે સીધા નિકળી જાવ છો તમને સમય લાગતો નથી. બીજો ફાયદો થયો છે કે સંપૂર્ણ પારદર્શિ રીતે કલેક્શન થઈ રહ્યું છે. આ પહેલા ટોલવાળા વિશે ફરિયાદ આવતી હતી ત્યાં ઝગડા થતાં તે સમાપ્ત થઈ ગયા છે.
'ચિંતાની વાત નથી, કોરોના કાળમાંથી પણ બહાર આવી જશું'- જીતેન્દ્ર સિંહ
ઘણા નવા પ્રોજેક્ટ પણ શરૂ થયા
ઘણા અન્ય પ્રોજેક્ટ પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે. ઘણા પ્રોજેક્ટ એવા છે, જે આર્થિક કોરિડોર છે, જે સીધા બંદર સુધી જાય છે. આ સાથે અંતર ઓછુ કરતા પણ ઘણા પ્રોજેક્ટ છે. દિલ્હીથી મુંબઈ વાયા વડોદરા નવો ગ્રીન ફીલ્ડ એલાઇનમેન્ટથી તમે 12 કલાકની અંદર ગાડી ચલાવીને મુંબઈ પહોંચી જશો. આ રીતે દિલ્હી, અમૃતસર અને અમૃતસરથી કટરા એટલે કે દિલ્હીથી અમૃતસર તમે ચાર કલાકમાં પહોંચી શકો છો તો આ મોટી સિદ્ધિ છે. જે રીતે રોડ નેટવર્ક પ્લાન કરીને આ વર્ષની અંદર લાગૂ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા છે અને તેના પર કામ શરૂ થયું છે.
સવાલઃ વર્ષ 2019ના બજેટમાં કહેવામાં આવ્યું કે, આવનારા પાંચ વર્ષમાં 3 અબજના ખર્ચથી દેશમાં સવા લાખ કિલોમીટરના રસ્તાને અપગ્રેડ કરવામાં આવશે. એવું કંઇ થયું છે આ એક વર્ષમાં જેના કારણે તેના પર અસર પડી હોય અને અસર પડી હોય તો તેની ભરપાઈ માટે કોઈ પ્લાન છે મંત્રાલયની પાસે?
જવાબઃ અસર તો પડી છે, કારણ કે લગભગ 3 મહિનાથી કામ બંદ છે. હવે 1100થી પણ વધુ કામ શરૂ થઈ ગયા છે. કેટલિક જગ્યાએ અમારા વિભાગ ઠપ્પ રહ્યાં છે. જેમ કે સરહદ પર રોડ કામ કરતા મજૂરો ચાલ્યા ગયા હતા. તેને લાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. ઘણા શ્રમિક એવા છે જે ઝારખંડથી આવે છે. જે પહાડી વિસ્તાર, દુર્ગમ ક્ષેત્ર છે ત્યાં પર કામ કરે છે. તેને લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. મિનિસ્ટ્રી ઓફ હોમ અફેયરે સનેન્વ્શન કરી દીધું છે. અમે પ્રયાસ કરી રહ્યાં છીએ કે અમે જે લક્ષ્ય રાખ્યા છે તે નિર્ધારિત સમયમાં પૂર્ણ થાય. જો કોઈ પ્રોજેક્ટ જૂનમાં પૂરો થવાનો હતો તે જુલાઈ સુધી ચાલ્યા જાય. અમે ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરી રહ્યાં છીએ.
આ સમય આત્મ સમર્પણનો નહીં આત્મ વિશ્વાસનો છેઃ મુખ્તાર અબ્બાસ નકવી
સવાલઃ લદ્દાખની પાસે ચીનની જે હરકત જોવા મળી તે સ્થિતિને તમે કઈ રીતે જુઓ છો?
જવાબઃ ચીનની ખરેખર વિશ્વમાં ટીકા થઈ રહી છે. બાયોલોજી વોરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વુહાનથી વાયરસ અમેરિકા પહોંચી શકે છે પરંતુ વુહાનથી બેઇજિંગ ન પહોંચી શકે આ એક હાસ્યાસ્પદ વાત છે. તેથી ચીન શંકાના ઘેરામાં છે. બીજીતરફ તેની પાસે અન્ય સમસ્યાઓ છો, હોંગકોંગને જુઓ. હોંગકોંગના લોકો ખુશ નથી. ઘણા દિવસથી ત્યાં પ્રદર્શન ચાલી રહ્યાં છે. સાઉથ ચાઇના સીને લો તો ત્યાં પણ ચીનનો ઝગડો છે. એક દેશ જેની સાથે અત્યાર સુધી જમીની સરહદનું નિર્ધારણ થયું નથી. બીજાની સાથે થઈ ગયું માત્ર ભારત સાથે થયું નથી તો ભારતની સાથે કંઇક એવી વસ્તુ કરવાનો પ્રયાસ કર્યો છે કે લોકોનું ધ્યાન બીજી તરફ ન જાય. હું તેને તે રીતે માનુ છું કે ત્યાં પર પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે કોઈ રીતે એવી સ્થિતિ ઊભી કરવામાં આવે કે આ વખતે ચીન શંકા હેઠળ છે તો લોકોનું ધ્યાન બીજીતરફ આકર્શિત થાય.
સવાલઃ ક્યારેક નેપાળ કે પછી સરહદ પર પોતાની સેનાને આગળ કરીને ચીન બળજબરીથી દબાવ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેવામાં સરહદી વિસ્તાર માટે કોઈ ખાસ રણનીતિ છે તમારા મંત્રાલય પાસે?
જવાબઃ સરહદી વિસ્તારના વિકાસની ભારત સરકારી નીતિઓ બનેલી છે, ભતે તે ઉત્તરાખંડ, લદ્દાખ, હિમાચલ, અરૂણાચલ પ્રદેશ હોય કે સિક્કિમ. બધી જગ્યાએ વિકાસ કઈ રીતે સરહદ સુધી પહોંચી શકે તેની રણનીતિ ઘણા દિવસથી બનેલી છે. ઉદાહરણ તરીકે 2011માં એક નિર્ણય લેવામાં આવ્યો કે આશરે 72 માર્ગ એવા છે જેના પર કામ થવું જોઈએ. તે કામ 2012 બાદ શરૂ ન થયું તે કામ શરૂ થયું 14 બાદ જ્યારે ભાજપની સરકાર આવી, પીએમ મોદીની સરકાર આવી તેમણે ભાર આપ્યો અને આજે સ્થિતિ તે છે કે 72 જે આપણા રસ્તા બન્યા હતા તેનું આશરે 99 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. 5-6 વર્ષોમાં માત્ર બે માર્ગ એવા છે જેમાં 27 કિલોમીટરનો આશરે ગેપ છે. તે કામ પણ વર્ષના અંત સુધીમાં સમાપ્ત થઈ જશે.
સવાલઃ ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં પણ કહ્યુ હતુ કે અક્સાઈ ચીન સહિત સંપૂર્ણ જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. અક્સાઈ ચીનના આ પ્રોજેક્ટને તમે કઈ રીતે જુઓ છો. તેને પરત લાવવાની દિશામાં શું કામ કરશે સરકાર?જવાબઃ સંસદનું એક સર્વ સંમત્તિથી પાસ થયેલું એક સંકલ્પ પત્ર છે જે કહે છે કે બધી જે ભારતની સરહદો છે તેની સરહદ કોઈ દેશને લાગે છે તો અમે તેને પરત લઈશું. અમિત શાહે તે જૂના સંકલ્પને દેશના લોકોને યાદ કરાવ્યો છે. તે નથી કે અમે કહીએ કે આજે અમે કંઇ કહ્યું છે કે અમે ચીનને છોડી રહ્યાં કે પાકિસ્તાનને છોડી રહ્યાં છીએ, એવુ નથી આ તો સર્વ સંમત્તિથી પાસ કરવામાં આવેલો સંકલ્પ છે. દેશની પણ તે ઈચ્છા છે કે સરહદ પર ગેરકાયદેસર રીતે અન્ય દેશોએ કબજો કરી રાખ્યો છે તેને પરત લેવામાં આવે.
વિમર્શમાં બોલ્યા રવિશંકર પ્રસાદ, સરકારની સિદ્ધિઓથી ભરેલું રહ્યું આ વર્ષ
સવાલઃ મોદી સરકારના ઓલવેધર રોડ પ્રોજેક્ટમાં તમે કહ્યુ કે, 2021માં હરિદ્વાર મહાકુંભ પહેલા તેને તૈયાર કરી લેવામાં આવશે. આ પ્રોજેક્ટને પૂરો કરવા માટે શું મોટી તૈયારી મંત્રાલયે કરી છે?
જવાબઃ ચાર ધામ ખુબ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. તેમાં રોડ મોટા કરવાનું કામ છે. સુપ્રીમ કોર્ટમાં લોકો ગયા છે કે આ ક્ષેત્ર છે આ પર્યાવરણની દ્રષ્ટિથી જરૂરી છે. હાઈ લેવલ કમિટી બની, જેનો રિપોર્ટ બે મહિના પહેલા આવવાનો હતો પરંતુ હજુ આવ્યો નથી. અમે પ્રયાસ કરી રહ્યાં છીએ કે તે રિપોર્ટ જલદી આવે જેથી અમે કામ શરૂ કરી શકીએ. આ રસ્તાની ઉપર જેટલા પણ માર્ગ બનેલા છે ભતે તે બદ્રિનાથને કનેક્ટ કરવા માટે હોય, કેદારનાથને કનેક્ટ કરવા માટે હોય, યમુનોત્રી માટે હોય કે હરિદ્વારના વિકાસ માટે, આ બધા માર્ગો પર કામ છઈ રહ્યું છુ અને હું ખુદ તેને જોવા માટે ગયો હતો. સંતોષકારક કામ ચાલી રહ્યું છે. પરંતુ જે જગ્યાએ પ્રતિબંધ લાગ્યો છે, ત્યાં પર્યાવરણની દ્રષ્ટિએ પ્રતિબંધ લાગ્યો છે.
સવાલઃ સર એક તરફ 20 લાખ કરોડનું પેકેજ બીજી તરફ આત્મનિર્ભર બનવાનો મંત્ર, પ્રધાનમંત્રીના કહ્યા બાદ ખાસ કરીને તમારા મંત્રાલયની વાત કરીએ તો કઈ એવી વસ્તુઓ છે જેમાં તમે તકની જેમ જોવ છો અને પડકાર માનો છો?
જવાબઃ આત્મનિર્ભરતાની વાત તો જ્યારથી ભારત સ્વતંત્ર થયું છે ત્યારથી આપણે કરી રહ્યાં છીએ. મોદીજીએ તેને વધુ સશક્ત બનાવવાનો પ્રયત્ન કર્યો છે. જ્યારથી તેમણે પ્રધાનમંત્રીની કમાન સંભાળી છે ત્યારથી તેઓ કહી રહ્યાં છે કે મેક ઇન ઈન્ડિયા. આ પ્રયત્ન વધુ જરૂરી છે કારણ કે આ દેશની શક્તિ ત્યારે બને છે જ્યારે તે પોતાના સંસાધનો ઉપર સંપૂર્ણ રીતે નિર્ભય હોય. જો વાત કરીએ 20 લાખ કરોડના પેકેજની તોતે અલગ0અલગ સેગમેન્ટમાં આ કરવામાં આવ્યું છે. જ્યાં સુધી રોડ સેક્ટરનો સવાલ છે તો જરૂરી છે કે કઈ રીતે અમે બજારમાંથી પૈસા લઈને રોડ બનાવવામાં પૈસા નાખી શકીએ જેથી અમારુ રોડ નેટવર્ક વધુ સારૂ બને. રોડ બનાવવામાં અલગ અલગ ફેક્ટર પર ફર્ક પડે છે. મારૂ માનવુ છે કે જો તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને પ્રોત્સાહન આપો છે જે પેકેજની અંદર આપવાની વાત કરવામાં આવી છે તો તેનો સીધો ફાયદો તમારી આર્થિક પ્રગતિમાં સ્પષ્ટ જોવા મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર