રોનક વ્યાસ, બીકાનેર: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે બીકાનેર પહોચ્યાં હતા. સ્પેશિયલ વિમાન દ્વારા નાલ એરપોર્ટ પહોંચ્યા સીએમ યોગી આદિત્યનાથનું કેન્દ્રીય રાજ્યમંત્રી અર્જૂનરામ મેઘવાલ, બીજેપી કાર્યકર્તાઓ અને સાધુ સંતોએ તેમનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન સંબોધન આપતા સીએમ યોગીએ રામ મંદિર પર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે રામ મંદિરને લઅને સપાના સાકાર કરવાનો સમય આવી ગયો છે. દિવાળીથી આ દિશામાં કામ આગળ વધારવામાં આવશે. તેમણે કહ્યું કે આ વર્ષે દિવાળીમાં અયોધ્યામાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમણે દેશવાસીઓને અપીલ કરી છે કે ભગવાન રામના નામ પર એક-એક દીવો જરૂરથી સળગાવજો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાંચવા માટે ક્લિક કરો: રાહુલનું નામ લીધા વગર બોલ્યા મોદી, મો ખોલતાની સાથે જ AK-47ની જેમ બોલે છે અસત્ય


આ કાર્યક્રમ બાદ સીએમ યોગી નવલેશ્વર મઠના વિવેકનાથ ગાર્ડનમાં પહોંચ્યાં. ત્યાં યોગી આદિત્યનાથે યોગી મત્સ્યેન્દ્રનાથ, ગુરૂ ગોરખનાથ અને સૂર્ય ભગવાનની મૂર્તિઓનું અનાવરણ કર્યુ અને બે પુસ્તકોનું લોકાર્પણ પણ કર્યું હતું. યોગી આદિત્યનાથે તે દરમિયાન ભગવાન શિવના મંદિરમાં પૂજા અર્ચના કરી અને ગૌશાળામાં ગાયોને ગોળ પણ ખવડાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય રાજ્યમંત્રી અર્જૂનરામ મેઘવાલ, યોગી મહાસભાના ઉપાધ્યક્ષ બાલકનાથ, મઠના મહંત શિવ સત્યનાથ સહીત સાધુ સંતો હાજર રહ્યાં હતા.



કાર્યક્રમને સંબોધિત કરતા સીએમ યોગીએ જળ સરંક્ષણ અનો ગૌ સરંક્ષણ તેમજ નશા મુક્તિની વાત કરી હતી. સાથે જ તેમણે સરદાર વલ્લભભાઇ પટેલની મૂર્તિને લઇ પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી અને કહ્યું કે તેમણે ભારતનું નામ વિશ્વ સ્તર પર લાવવાનું કામ કર્યું છે. તેમણે નવલેશ્વર મઠના કાર્યોની પ્રશંસા કરી અને કહ્યું કે અમને આવા સંસ્કાર આપનાર અને તત્વ જ્ઞાનવાળા મઠોની આવશ્યકતા છે.


વાંચવા માટે ક્લિક કરો: મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018: કોંગ્રેસે 155 ઉમેદવારોની યાદી જાહેર કરી


યોગી આદિત્યનાથે ભાષણ દરમિયાન ‘જય શ્રી રામ’નો નાદ ગુંજી ઉઠ્યો હતો. જેના પર યોગી આદિત્યનાથે ભગાવન રામને આદર્શ વ્યક્તિ જણાવતા કહ્યું કે 6 નબેમ્બરે અયોધ્યામાં ભવ્ય દીપોત્સવનું આયોજન કરવામાં આવશે. તમારે બધાએ આ દિવસે દીવો સળગાવી સંકલ્પ લેવાનો છે. તેમણે સંકેતમાં રામ મંદિર બનાવવાની વાત કરતા કહ્યું કે સંકલ્પમાં તાકાત હોય છે. અમે સંકલ્પને પુરો કરી શું. તેમે જે ઇચ્છો છો તે કાપ જલ્દી પુરુ થશે.


દેશના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો...