બુલંદશહેર હિંસા: ઇન્સપેક્ટર સુબોધનાં પરિવારજનોને 50 લાખ વળતર અને નોકરી
પોસ્ટમોર્ટમમાં તેમનાં શરીર પર ગંભીર ઇજાનાં નિશાન પણ મળી આવ્યા છે
લખનઉ : બુલંદશહેર હિંસામાં મૃત્યુ પામેલ ઇન્સપેક્ટર સુબોધ કુમાર સિંહની પત્નીને યોગી સરકાર વળતર તરીકે 40 લાખ રૂપિયા ચુકવશે. 10 લાખ રૂપિયા તેમનાં માતા-પિતાને પણ આપવામાં આવશે. સીએમ યોગીનાં એકપરિવારને સરકારી નોકરી આપવાની જાહેરાત કરવામાં આવી છે. બીજી તરફ 2 ડોક્ટરોની પેનલે તેમનું પોસ્ટમોર્ટમ કર્યું. પોસ્ટમોર્ટમ દરમિયાન તેમનાં માથામાં 32 mmની ગોળી મળી. આ ઉપરાંત તેમનાં માથા, કમર, ઘુંટણ સહિત શરીરનાં અનેક સ્થળો પર ડંડાથી પ્રહાર કર્યો હોવાનાં નિશાન પણ મળ્યા છે. મળતી માહિતી અનુસાર પ્રદર્શનકર્તાઓને સુબોધ કુમારની સરાકરી પિસ્ટોલ અને 3 મોબાઇલ ફોન લુંટ લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઇન્સપેક્ટર સુબોધ કુમાર અખલાક હત્યાકાંડનાં ઇન્વેસ્ટિગેશ ઓફીસર પણ રહી ચુક્યા હતા. જ્યારે તેઓ જારજા થાના પ્રભારી હતી ત્યારે અખલાક હત્યાકાંડની બે મહિના સુધી તપાસ કરી હતી. ત્યાર બાદ તેમનું ટ્રાન્સફર થઇ ગયું હતું. આ દરમિયાન ગ્રેટર નોએડા કોર્ટમાં જારચા પોલીસ સ્ટેશન આદેશ આપ્યો હતો કે, પહેલા તેઓ આ કેસ દાખલ કરીને તપાસ કરવાનો રિપોર્ટ કોર્ટમાં જમા કરાવે. તેઓ આ મુદ્દે 28 સપ્ટેમ્બર 2015થી 9 નવેમ્બર 2015 સુધી ઇન્વેસ્ટિગેશન ઓફીસર હતા. માર્ચ 2016માં બીજા ઇન્વેસ્ટિગેશન ઓફીસરે ચાર્જશીટ ફાઇલ કરી હતી.
પ્રદેશ સરકારે આ મુદ્દે તપાસ એડીજી ઇન્ટેલિજન્સને સોંપી છે જે 48 કલાકની અંદર રિપોર્ટ સોંપશે. આ સાથે જ મેરઠ રેંજનાં મહાનિરીક્ષકની અધ્યક્ષતામાં એસઆઇટીની રચનાં પણ કરવામાં આવ્યું છે. બુલંદશહેરમાં થયેલી ઘટનામાં પાંચ પોલીસ કર્મચારીઓ અને અડધો ડઝન સામાન્ય લોકોને પણ ઇજા પહોંચી હતી. આ હિંસામાં આશરે 400 લોકોનો સમાવેશ કર્યો હતો. જેમણે 15 ગાડીઓ સળગાવી દીધી હતી.
એડીજી આનંદે જણાવ્યું કે,આ સંબંધમાં એક કેસ ગૌહત્યા નોંધાઇ છે. જિમાં સાત વોન્ટેડ હતા. જો કે હાલ સુરક્ષાની દ્રષ્ટીએ આ લોકોનાં નામ જણાવી શકાય તેમ નથી. ઉપદ્રવ દરમિયાન સુમિત નામનાં એક યુવકનું મોત સારવાર દરમિયાન મેરઠની હોસ્પિટલમાં થઇ ગઇ છે. તેને ગોળી લાગી હતી. હજી તે પણ સ્પષ્ટ નથી થઇ શક્યું કે તેનાં મોત કોઇને ગોળીથી થઇ છે.