લખનઉ :ભારત અને ચીનની વચ્ચે સીમા પર વિવાદ વધ્યા બાદ સમગ્ર દેશમાં આક્રોશનું વાતાવરણ છે. લોકો ચીની સામાનોનો બહિષ્કાર કરી રહ્યા છે. ચીની સામાનોની હોળી કરવામાં આવી રહી છે. બીજી તરફ ચીનનાં કારોબારી સંબંધો બગડવાથી યુપીમાં વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ (ODOP) યોજના એટલે કે એક જિલ્લો એક ઉત્પાદન માટે એક મોટુ બજાર તૈયાર કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રદેશના મુખ્યમંત્રીની ખુરશી સંભાળ્યાય બાદ યોગી આદિત્યનાથે યુપીના સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહિત કરવા માટે એક જિલ્લો એક ઉત્પાદનન યોજના ચાલુ કરી હતી. ચીનના સામાનોનો બહિષ્કાર કરવા માટે પ્રદેશ સરકારે ઓડીઓપી ઉત્પાદનને પ્રમોટ કરવાની યોજના બનાવી છે. તેના માટે જુલાઇનાં પહેલા અઠવાડીયામાં એક વર્ચ્યુઅલ પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રદર્શનમાં યોગી સરકાર દેશનાં અલગ અળગ રાજ્યોની સાથે જ બીજા દેશનાં વેપારીઓનું ધ્યાન ઓડીઓપી તરફ ખેંચવાનો પ્રયાસ કરશે. 


Surender Modi પર નડ્ડાનો વળતો હૂમલો, હવે તો ભગવાન પણ કોંગ્રેસ સાથે નથી

સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિભાગ આ પ્રદર્શનની તૈયારીઓ કરી રહ્યું છે. વિભાગનાં અપર મુખ્ય સચિવ નવનીત સહગલનું કહેવું છે કે, ઓડીઓપી ઉત્પાદન રાજ્યમાં ચીની ઉત્પાદનન આાત ઘટાડવામાં મહત્વની ભુમિકા નિભાવશે. આ ઉત્પાદનોની ગુણવત્તા સુધારવા અને ફીનિશિંગ વધારે સારુ કરવા માટે તમામ જિલ્લાઓમાં કોમન ફેસિલિટી સેન્ટર હેઠળ અત્યાધુનિક મશીન લગાવવાનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. ઉત્પાદનનાં ફિનિશિંગ સારુ થશે તો સમગ્ર વિશ્વમાં માંગ વધશે.


ન વૈક્સીન-ન ટ્રીટમેન્ટ, COVID 19 ને ખતમ કરવા ટ્રમ્પે આપ્યું વિચિત્ર નિવેદન

બોન ક્રાફ્ટ માટે પ્રખ્યાત સંભલમાં હવે ચીન જેવા ફિનિશિંગ વાળા બટન બનવા લાગ્યા છે. પહેલા અહીં બટન બનતા હતા તે ફિનિશિંગ માટે ચીન મોકલવામાં આવતા હતા. જો કે સરકારે સીએફી સ્થાપિત કરીને અહીં પાં કરોડ રૂપિયાનાં ખર્ચે અત્યાધુનિક મશીનો લગાવ્યા છે. જેને હવે અહીં બનનારા બટનને ફિનિશિંગ માટે ચીન નથી મોકલવામાં આવતા. 


Zee News World Exclusive: ભારતે લીધો ચીન સાથે બદલો, ચીની અને સૈનિકોની ગર્દન તોડી નાખી

આગરામાં લેધરથી બનજા બુટના ઉત્પાદનો માટે 10  કરોડ રૂપિયાનાં ખર્ચે મશીનો લગાવવામાં આવ્યા છે. અહીં બનનારા બુટ હવે વિદેશથી ફિનિશિંગ સાથે પરત નથી ફરતા. આગરા જેવી લેબોરેટરી કાનપુરમાં પણ સ્થાપિત કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં ગોરખપુર સુંદર માટીની મુર્તીઓ બનશે જે ચીનને મુર્તિઓને કડક ટક્કર આપશે. તેના માટે સંપુર્ણ તૈયારીઓ થઇ ચુકી છે. માટી કલા બોર્ડ ગોરખપુરનાં કોમન ફેસિલિટી સેન્ટરમાં મશીનો લગાવવા જઇ રહી છે. જેના કારણે સુંદર મુર્તીઓનું નિર્માણ થઇ શકે. આ વખતે દિવાળીમાં ચીનમાં બનેલી લક્ષ્મી-ગણેશની મુર્તીઓની માર્કેટને પાડી દેશે. 


રાજધાનીમાં મોટા આતંકવાદી હૂમલાની આશંકા, હાઇએલર્ટ પર દિલ્હી પોલીસ

રાજ્ય સરકારનું લક્ષ્યાંક ઓડીઓપી યોજના હેઠળ મહત્તમ પ્રવાસી શ્રમીકોને રોજગાર પુરુ પાડવાનો પણ છે. તેના માટે સરકાર દ્વારા અનેક પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે. ઓડીઓપી યોજનાનાં ઉદ્યમિઓને સરળતાથી લોન મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા બેંકોને અપીલ કરવામાં આવી છે. ઉદ્યમ શરૂ થઇ શકે તે માટે દર મહિને લોન મેળાનું આયોજન પણ સરકાર દ્વારા કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર