લખનઉ : લોકસભા ચૂંટણીનાં પહેલા તબક્કા માટે થનારા મતદાનનાં બે દિવસ પહેલા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીયોગી આદિત્યનાથે મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, હિંદુઓ પાસે ભારતીય જનતા પાર્ટી સિવાય બીજો કોઇ જ વિકલ્પ નથી. દેશમાં દલિત મુસ્લિમ એકતા સંભવ નથી. યોગીઆદિત્યનાથે બહુજન સમાજ પાર્ટી અને સમાજ પાર્ટી પર નિશાન સાધ્યું. એક ચેનલ સાથેની વાતચીતમાં યોગી આદિત્યનાથે કહ્યું કે, જે પ્રકારે માયાવતીએ મુસ્લિમો માટે મત માંગ્યા છે, મુસ્લિમોને કહ્યું કે, તેઓમાત્ર ગઠબંધન માટે મતદાન કરો અને પોતાનો મત વહેંચવા ન  આપે. હવે હિંદુઓ પાસે ભારતીય જનતા પાર્ટી ઉપરાંત બીજો કોઇ વિકલ્પ નથી બચ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VIDEO: પહેલી વાર મતદાન કરવા જઇ રહેલ યુવાનને PM મોદીની 3 અપીલ

મેરઠની જનસભામાં યોગી આદિત્યનાથે કહ્યું કે, જો કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બહુજનસમાજ પાર્ટીને અલીમાં વિશ્વાસ છે, તો અમારા બજરંગબલીમાં વિશ્વાસ છે. તેમણે કહ્યું કે, માયાવતીએ રેલીમાં કહ્યું કે તેઓ માત્ર મુસ્લિમ મતદાતાઓનાં મત ઇચ્છે છે. યુપી મુખ્યમંત્રીએ કહ્યું કે, દલિત- મુસ્લિમ એકતા શક્ય નથી. કારણ કે વિભાજનનાં સમયે દલિત નેતાઓ સાથે પાકિસ્તાને કેવું વર્તન કર્યું હતું તે સમગ્ર વિશ્વએ જોયું છે. તેમણે કહ્યું કે, ભારતમાં બાબા સાહેબ આંબેડકર મોટા દલિત નેતા થયા, પરંતુ યોગેશ મંડલ વહેંચણી સમયે પાકિસ્તાન જતા રહ્યા હતા. 
URI ફેઇમ 'રાજનાથ સિંહનું' નિધન, સિંટાએ ટ્વીટ કરી શ્રદ્ધાંજલી અર્પી

ઉલ્લેખનીય છે કે, દેવબંધની રેલીમાં બહુજન સમાજપાર્ટીના પ્રમુખ માયાવતીએ મુસ્લિમ મતદાતાઓને અપીલ કરી હતી કે તેઓ એક મુશ્ત થઇને મહાગઠબંધન માટે મત આપો, તમારો મત વહેંચવા ન આપો. પશ્ચિમી યુપીના મુદ્દે તેમણે કહ્યું કે, વેસ્ટ યુપીમાં મુસ્લિમ દલિત વોટનું સરળતાથી ટ્રાન્સફર નહી થાય, બીજી તરફ ભાજપને તેનાથી ફાયદો થશે અને મોટી જીત મળશે. તેમણે એકવાર ફરીથી કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું અને કહ્યું કે, રાહુલ અમેઠી છોડીને વાયનાડ જવાનું કારણ પણ મુસ્લિમ મત જ છે.