Loudspeaker Row: UP માં લાઉડ સ્પીકર અને જૂલૂસ અંગે યોગી સરકારે લીધા મહત્વના નિર્ણય, ખાસ જાણો
દેશભરમાં લાઉડસ્પીકર અને અઝાનના અવાજને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટી પહેલ કરી છે. તેમણે યુપીમાં લાઉડ સ્પીકરના ઉપયોગ અંગે સોમવારે મહત્વની માર્ગદર્શિકા જાહેર કરી.
Yogi Adityanath On Loudspeaker Row: દેશભરમાં લાઉડસ્પીકર અને અઝાનના અવાજને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટી પહેલ કરી છે. તેમણે યુપીમાં લાઉડ સ્પીકરના ઉપયોગ અંગે સોમવારે મહત્વની માર્ગદર્શિકા જાહેર કરી. દેશમાં સાંપ્રદાયિક તણાવ પેદા કરવાના ષડયંત્રો વચ્ચે યુપીના સીએમ યોગી આદિત્યનાથે સોમવારે બેઠક કરીને હાલાત નિયંત્રિત કરવા માટે અનેક મહત્વના આદેશ આપ્યા. તેમણે કહ્યું કે પ્રદેશમાં તમામ ઓફિસરોએ સુનિશ્ચિત કરવું પડશે કે તેમના ત્યાં કોઈ પણ પ્રકારનો વિવાદ ન થાય. ધાર્મિક જૂલૂસ અંગે પણ નિર્દેશ આપ્યા.
સીએમ યોગીએ કહ્યું કે તમામ લોકોને પોતાની ધાર્મિક વિચારધારા મુજબ પોતાની ઉપાસના પદ્ધતિને માનવાની સ્વતંત્રતા છે. તેના માટે માઈક અને સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ પણ થઈ શકે છે. પરંતુ એ સુનિશ્ચિત કરવામાં આવે કે સાઉન્ડ સિસ્ટમનો અવાજ તેમના ધાર્મિક પરિસરની બહાર ન જાય.
મુખ્યમંત્રીએ કહ્યું કે સાઉન્ડ સિસ્ટમના ઉપયોગની મંજૂરી ફક્ત એ શરત પર આપી શકાય કે તેનાથી અન્ય લોકોને કોઈ અસુવિધા થવી જોઈએ નહીં. આ સાથે જ નવા ધાર્મિક સ્થળો પર માઈક અને સાઉન્ડ સિસ્ટમ લગાવવાની મંજૂરી આપવામાં ન આવે. તેમણે પ્રદેશના તમામ પોલીસ-પ્રશાસનના અધિકારીઓને આ માર્ગદર્શિકાનું કડકાઈથી પાલન કરાવવાનો નિર્દેશ આપ્યો. તેમણે નિર્દેશ આપ્યો કે પોલીસસ્ટેશન ઈન્ચાર્જ, સીઓ, પોલીસ કેપ્ટનથી લઈને જિલ્લાધિકારી-મંડળાયુક્ત સુધીના તમામ પ્રશાસનિક/પોલીસ અધિકારીઓની 4 મે સુધીની રજાઓ તત્કાળ પ્રભાવથી રદ થશે. જે અધિકારીઓ હાલ રજાઓ પર છે તેમણે આગામી 24 કલાકની અંદર ડ્યૂટી પર હાજર થવું પડશે.
Maharashtra: વિવાદ વચ્ચે મોટો નિર્ણય, ધાર્મિક જગ્યાઓ પર મંજૂરી બાદ જ લાઉડ સ્પીકર લગાવી શકાશે
Loudspeaker Row: અહીં અપાયો આદેશ, અઝાન સમયે હનુમાન ચાલીસા વગાડી શકાશે નહીં
World Heritage Day: સરકારનો નિર્ણય, ઐતિહાસિક સ્મારકોમાં આ દિવસોએ જશો તો નહીં ખર્ચવા પડે ટિકિટના પૈસા
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube