Maharashtra: વિવાદ વચ્ચે મોટો નિર્ણય, ધાર્મિક જગ્યાઓ પર મંજૂરી બાદ જ લાઉડ સ્પીકર લગાવી શકાશે

Maharashtra Loudspeaker Row: લાઉડ સ્પીકર વિવાદ મામલે આજે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અને ડીજીપી વચ્ચે મહત્વની બેઠક થઈ.

Maharashtra: વિવાદ વચ્ચે મોટો નિર્ણય, ધાર્મિક જગ્યાઓ પર મંજૂરી બાદ જ લાઉડ સ્પીકર લગાવી શકાશે

Maharashtra Loudspeaker Row: લાઉડ સ્પીકર વિવાદ મામલે આજે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અને ડીજીપી વચ્ચે મહત્વની બેઠક થઈ. ત્યારબાદ નિર્ણય લેવાયો છે કે ધાર્મિક સ્થળો પર લાઉડ સ્પીકર લગાવતા પહેલા હવે મંજૂરી લેવી પડશે. મહારાષ્ટ્ર સરકારે આ મામલે નિવેદન આપ્યું છે કે હવેથી મંજૂરી વગર લાઉડ સ્પીકર લગાવવા બદલ કડક કાર્યવાહી કરવામાં આવશે. 

મહારાષ્ટ્રના ગૃહ વિભાગનું નિવેદન
મસ્જિદોમાં લાગેલા લાઉડસ્પીકરને 3 મે બાદ હટાવવા અંગેની રાજ ઠાકરેની ધમકી વચ્ચે મહારાષ્ટ્ર સરકારના ગૃહ વિભાગે મોટો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્ર સરકારે સ્પષ્ટ કરી દીધુ છે કે હવે ધાર્મિક સ્થળો પર લાઉડ સ્પીકરો લગાવવા હોય તો મંજૂરી લેવી પડશે. આમ નહીં કરવામાં આવે તો પ્રશાસન તરફથી કડક કાર્યવાહી કરાશે. 

સૂત્રોના જણાવ્યાં મુજબ મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વાલસે પાટિલ જલદી આ મામલે મહારાષ્ટ્રના ડીજીપી સાથે એક બેઠક પણ કરશે. જો કોઈ પરવાનગી વગર લાઉડ સ્પીકર લગાવશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ બેઠક બાદ વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓને નિર્દેશ જાહેર કરવામાં આવશે. 

— ANI (@ANI) April 18, 2022

આ બધા વચ્ચે નાસિક પોલીસ કમિશનરે પણ આદેશ આપ્યો છે કે 3 મે સુધી તમામ ધાર્મિક જગ્યાઓ પર લાઉડ સ્પીકર લગાવવા માટે મંજૂરી લેવામાં આવે. મંજૂરી વગર લાઉડ સ્પીકર લગાવ્યા તો પોલીસ કડક કાર્યવાહી કરશે. 

રાજ ઠાકરેએ આપી હતી ચેતવણી
અત્રે જણાવવાનું કે રાજ ઠાકરેએ મસ્જિદો પર લગાવેલા લાઉડ સ્પીકર હટાવવાનું અલ્ટીમેટમ આપતા કહ્યું હતું કે નમાજ માટે રસ્તા અને ફૂટપાથ કેમ જોઈએ? ઘરમાં પઢો. પ્રાર્થના તમારી છે, અમને કેમ સંભળાવી રહ્યા છો? જો તેમને અમારી વાત સમજમા નથી આવતી તો તમારી મસ્જિદ સામે હનુમાન ચાલીશા વાંચીશું. રાજ્ય સરકારને અમે કહી દઈએ છીએ કે અમે આ મુદ્દે પીછેહટ નહીં કરીએ. તમારે જે કરવું હોય તે કરો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news