Loudspeaker Row: અહીં અપાયો આદેશ, અઝાન સમયે હનુમાન ચાલીસા વગાડી શકાશે નહીં

Nashik Administration On Loudspeaker Row: પ્રશાસને આદેશ આપ્યો છે કે શહેરમાં અઝાન સમયે હનુમાન ચાલીસા વગાડવાની મંજૂરી મળશે નહીં.

Loudspeaker Row: અહીં અપાયો આદેશ, અઝાન સમયે હનુમાન ચાલીસા વગાડી શકાશે નહીં

Nashik Administration On Loudspeaker Row: મહારાષ્ટ્રમાં નાસિક પ્રશાસને આદેશ આપ્યો છે કે શહેરમાં અઝાન સમયે હનુમાન ચાલીસા વગાડવાની મંજૂરી મળશે નહીં. આદેશ મુજબ અઝાનની 15 મિનિટ પહેલા અને 15 મિનિટ પછી સુધી પણ હનુમાન ચાલીસા વગાડી શકાશે નહીં. નાસિક પ્રશાસનનું કહેવું છે કે કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે આ નિર્ણય લેવાયો છે. 

નાસિકના પોલીસ કમિશનર દીપક પાંડેએ કહ્યું કે હનુમાન ચાલીસા કે ભજન વગાડવા માટે મંજૂરી લેવી પડશે. અઝાનની 15 મિનિટ પહેલા અને 15 મિનિટ પછીના સમય સુધી મંજૂરી મળશે નહીં. મસ્જિદના 100 મીટરના દાયરામાં તેની મંજૂરી નહીં હોય. આ આદેશનો હેતુ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાનો છે. 

— ANI (@ANI) April 18, 2022

તેમણે વધુમાં કહ્યું કે તમામ ધાર્મિક સ્થળોને 3 મે સુધી લાઉડ સ્પીકરના ઉપયોગ માટે મંજૂરી લેવાનો નિર્દેશ અપાયો છે. 3 મે બાદ જો કોઈ આદેશનો ભંગ કરતા જણાશે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. અત્રે જણાવવાનું કે લાઉડસ્પીકર વિવાદ અંગે આજે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અને ડીજીપીએ બેઠક કરી. જેમાં નિર્ણય લેવાયો કે ધાર્મિક સ્થળો પર લાઉડ સ્પીકર લગાવવા માટે હવે મંજૂરી લેવી પડશે. મંજૂરી વગર લાઉડસ્પીકર લગાવનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે. 

રાજ ઠાકરેએ આપી હતી ચેતવણી
નોંધનીય છે કે હાલમાં જ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ચીફ રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું કે 3 મે સુધી મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટી જવા જોઈએ. નહીં તો મસ્જિદો સામે મોટા અવાજે હનુમાન ચાલીસા વગાડવામાં આવશે. ત્યારબાદ મહારાષ્ટ્ર સરકારે આ નિર્ણય લીધો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news