લખનઉઃ ઉત્તર પ્રદેશના હાથરસમાં અનુસૂચિત જાતિની યુવતી સાથે ગેંગરેપના મામલામાં શનિવારે મોટા સમાચાર આવ્યા છે. આ ઘટનામાં પોલીસની કામગીરીથી સતત ટીકાઓનો સામનો કરી રહેલી યોગી સરકારે કેસની સીબીઆઈ તપાસ કરવાની ભલામણ કરી છે. શનિવારે ટ્વીટ કરી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ખબરની પુષ્ટિ કરી છે. મહત્વનું છે કે વિપક્ષી પાર્ટીઓ તરફથી મામલાની સીબીઆઈ તપાસની માગ કરવામાં આવી રહી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીડિતાના પરિવારે સીબીઆઈ તપાસની કોઈ માગ રાખી નથી. શનિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પીડિતાના પરિવાર સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન પીડિતાના પરિવારે મામલાની ન્યાયિક તપાસની માગ કરી હતી. તેના થોડા સમય બાદ સીએમે ઘટનાની સીબીઆઈ તપાસ કરવાની જાહેરાત કરી છે. મીડિયા સાથે વાત કરતા પીડિતાના પરિવારે સીબીઆઈ તપાસ પર સંતોષ વ્યક્ત કર્યો છે. 


જજની દેખરેખ હેઠળ તપાસ થાત તો સારૂ હતુંઃ પીડિતાનો પરિવાર
પીડિતાના ભાઈએ કહ્યું કે, અમે ઈચ્છતા હતા કે સુપ્રીમ કોર્ટના જજની હેઠળ મામલાની તપાસ થાય પરંતુ સીબીઆઈ તપાસ પણ યોગ્ય છે. તેમણે કહ્યું કે, માત્ર તપાસથી સંતુષ્ટ નથી. તેમને તેમના સવાલોના જવાબ આપવામાં આવે. તેમણે સવાલ કરતા કહ્યું કે, તે જાણવા ઈચ્છે છે કે પીડિતાના મૃતદેહને આ રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા? ડીએમે તેમની સાથે ગેરવર્તણુંક કેમ કરી?


હાથરસ પહોંચ્યા રાહુલ-પ્રિયંકા ગાંધી, બંધ રૂમમાં પીડિતાના પરિવારજનો સાથે કરી મુલાકાત


રાહુલ ગાંધીએ પરિવારને સોંપ્યો ચેક
પીડિતાના ભાઈએ જણાવ્યું કે રાહુલ ગાંધીએ તેમને ન્યાયનું આશ્વાસન આપ્યું છે. તેમણે કહ્યું કે, તે તેની સાથે છે અને અન્યાય વિરુદ્ધ લડશે. તેમણે પીડિતાના પરિવારને સહાયતા રાશિનો ચેક સોંપ્યો હતો. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube