હાથરસ પહોંચ્યા રાહુલ-પ્રિયંકા ગાંધી, બંધ રૂમમાં પીડિતાના પરિવારજનો સાથે કરી મુલાકાત


હાથરસ પહોંચ્યા રાહુલ-પ્રિયંકા ગાંધી, બંધ રૂમમાં પીડિતાના પરિવારજનો સાથે કરી મુલાકાત

હાથરસ પહોંચ્યા રાહુલ-પ્રિયંકા ગાંધી, બંધ રૂમમાં પીડિતાના પરિવારજનો સાથે કરી મુલાકાત

હાથરસઃ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પીડિતાના પરિવારને મળવા માટે ઉત્તર પ્રદેશના હાથરસ પહોંચી ગયા છે. રાહુલ અને પ્રિયંકાએ પીડિતાના પરિવારના ઘરે પહોંચીને મુલાકાત કરી હતી. અહીં મીડિયા અને સુરક્ષાકર્મીઓ સિવાય સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં ભેગા થયા છે. ભીડને કારણે રાહુલ અને પ્રિયંકાએ બંધ રૂમમાં પીડિતાના પરિવારજનો સાથે વાતચીત કરી હતી. 

બહાર લોકોની ભારે ભીડને જોતા પોલીસકર્મી સુરક્ષાને લઈ તૈનાત છે. તેમણે એક ચેન બનાવીને રસ્તો તૈયાર કર્યો છે. જાણવા મળી રહ્યું છે કે સુરક્ષાકર્મીઓના ઘેરામાં રાહુલ પરત આવશે. એક નાના રૂમમાં પીડિતાનો પરિવાર અને રાહુલ, પ્રિયંકા તથા અધીર રંજન ચૌધરીની સાથે હાજર છે. જાણકારી પ્રમાણે હાથર જિલ્લાના ગામની અંદર આશરે 7.30 કલાકે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી કિશોરાના મોત બાદ પરિવારજનોને મળવા પહોંચ્યા હતા. 

— ANI UP (@ANINewsUP) October 3, 2020

બંધ રૂમમાં મુલાકાત
ત્યારબાદ બંન્નેએ પીડિતાના પરિવારની એક બંધ રૂમની અંદર મુલાકાત કરી. મુલાકાત કર્યા બાદ પ્રિયંકા ગાંધીએ મૃતક કિશોરાના માતાને પોતાના ગળે લગાવ્યા આ દરમિયાન આશરે બંધ રૂમની અંદર 25 મિનિટ સુધી મુલાકાત અને વાતચીતનો દોર ચાલતો રહ્યો. મીડિયા રિપોર્ટસ પ્રમાણે પરિવારને રાહુલ ગાંધીએ પૂછ્યું કે તમને શું લાગે છે ન્યાય મળશે? ત્યારબાદ પરિવારે કહ્યું કે, તમે (રાહુલ ગાંધી) અમને ન્યાય અપાવો. 

રાહુલ ગાંધીએ પરિવારને સોંપ્યો ચેક
પીડિતાના ભાઈએ જણાવ્યું કે રાહુલ ગાંધીએ તેમને ન્યાયનું આશ્વાસન આપ્યું છે. તેમણે કહ્યું કે, તે તેની સાથે છે અને અન્યાય વિરુદ્ધ લડશે. તેમણે પીડિતાના પરિવારને સહાયતા રાશિનો ચેક સોંપ્યો હતો. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news