લખનઉઃ ઉત્તર પ્રદેશની પેટાચૂંટણી અને બિહાર વિધાનસભા ચૂંટણીમાં લીડથી ઉત્સાહિત ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે એકવાર ફરી રિપીટ કર્હુય કે, 'મોદી હૈ તો મુમકિન હૈ.' તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, પાર્ટીના સર્વોચ્ચ નેતૃત્વના માર્ગદર્શનમાં આ જીત મળી છે. બિહાર વિધાનસભા ચૂંટણીની આશંકાને પણ આ પરિણામે દૂર કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીએમે કહ્યુ કે, મોદી હૈ તો મુમકિન હૈને જનતાએ એકવાર ફરીથી ચરિતાર્થ કરી દીધું છે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાના નેતૃત્વમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે, તે માટે તેમને અભિનંદન આપુ છું. મીડિયા સાથે વાત કરતા લખનઉમાં યોગીએ કહ્યુ, ભાજપે આજે પીએમ મોદીના માર્ગદર્શન અને પ્રેરણાથી અને જેપી નડ્ડાના નેતૃત્વમાં દેશની અંદર જે પ્રદર્શન કર્યુ છે, હું તે માટે પીએમ મોદીને ધન્યવાદ આપુ છું. જેપી નડ્ડા અને પૂરી ટીમને અભિનંદન આપુ છું. 


'મોદીના હનુમાન' ચિરાગે કરી દીધુ કામ, BJP નંબર-1, નીતીશ કુમાર ત્રીજા સ્થાને


મોદી હૈ તો મુમકિન હૈઃ યોગી
તેમણે આગળ કહ્યુ કે, બિહારની અંદર તમામ આશંકાઓને દૂર કરતા આજના પરિણામે એકવાર ફરી સાબિત કરી દીધું કે મોદી હૈ તો મુમકિન હૈ. આ કહેવતને જનતા-જનાર્દને એકવાર ફરીથી ચરિતાર્થ કરી છે. તો ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ પરિણામના બહાને અખિલેશ યાદવ પર પ્રહાર કર્યા છે. 


બિહારમાં ચૂંટણી NDA જીતશે તો શું નીતીશ કુમાર ફરી બનશે સીએમ? જાણી લો ભાજપનો જવાબ 


મૌર્યાએ કહ્યુ કે તેમની (અખિલેશ યાદવની) દિવાળીનું દેવાળુ નિકળી ગયું છે. તેઓ ભાજપ પર આરોપ લગાવતા રહ્યાં છે પરંતુ ઉત્તર પ્રદેશમાં હવે ગુંડારાજ, માફિયા રાજ, જંગલ રાજ ક્યારેય આવશે નહીં. અહીં રામ રાજ્ય છે અને તે રહેશે. તેમણે કહ્યું કે, એ ટ્રેન્ડ એક સ્પષ્ટ સંદેશ છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube