જૌનપુરઃ ઉત્તર પ્રદેશમાં 'લવ જેહાદ  (Love Jihad in Uttar Pradesh)ના વધતા મામલા વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ  (Yogi Adityanath in Jaunpur)એ જૌનપુરમાં આવા ગુનામાં સામેલ થનારા લોકોને ચેતવણી આપી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યુ કે, આ લોકો રામ નામ સત્યની યાત્રા માટે તૈયાર રહે. તેમને કોઈપણ સ્થિતિમાં છોડવામાં આવશે નહીં.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યોગી આદિત્યનાથે કહ્યુ, 'કાલ (શુક્રવાર) અલ્હાબાદ હાઈકોર્ટને એક આદેશ આપ્યો છે કે લગ્ન માટે ધર્મ પરિવર્તનને માન્યતા ન મળવી જોઈએ. આ કારણે સરકાર પણ નિર્ણય લઈ રહી છે કે અમે લવ જેહાદને કડક રીતે રોકવા કામ કરીશું. એક પ્રભાવી કાયદો બનાવીશું.'


રામ નામ સત્યની યાત્રા નિકળવાની છે
સીએમ યોગીએ કહ્યુ, 'છુપા વેશમાં, નામ છુપાવીને જે લોકો પુત્રીઓની ઇજ્જત સાથે છેડછાડ કરે છે, તેને ચેતવણી આપુ છું કે તેની રામ-નામ સત્યની યાત્રા નિકળવાની છે. અમે લોકો મિશન શક્તિના કાર્યક્રમને તે માટે ચલાવી રહ્યાં છીએ. મિશન શક્તિ કાર્યક્રમનો અર્થ તે છે કે અમે દરેક માતા-બહેનને સુરક્ષાની ગેરંટી આપીશું. છતાં દુસ્સાહસ કર્યુ તો ઓપરેશન શક્તિ હવે તૈયાર છે. તેનો ઉદ્દેશ્ય છે કે અમે કોઈપણ ભોગે તેની સુરક્ષા કરીશું. તેમના સન્માનની સુરક્ષા કરીશું. ન્યાયાલયના આદેશનું પાલન થશે અને બહેન-પુત્રીઓનું સન્માન થશે.'


જાણીતા શાયર મુનવ્વર રાણાનું વિવાદિત નિવેદન, ફ્રાન્સમાં થયેલા હુમલાને ગણાવ્યા યોગ્ય


હાઈકોર્ટે શું કહ્યું?
અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું કે, માત્ર લગ્ન માટે ધર્મ પરિવર્તન કાયદેસર નથી. વિપરીત ધર્મના કપલની અરજી નકારતા કોર્ટે અરજીકર્યાઓને સંબંધિત મેજિસ્ટ્રેટની સમક્ષ હાજર થઈને પોતાનું નિવેદન નોંધાવવાની છૂટ આપી છે. અરજીકર્તાએ પરિવારજનોને તેના શાંતિપૂર્ણ લગ્ન જીવનમાં દખલ દેવા પર પ્રતિબંધ લગાવવાની માગ કરી હતી. કોર્ટે આ અરજી પર હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી દીધો છે. આ આદેશ ન્યાયમૂર્તિ એમસી ત્રિપાઠી ઉર્ફે સમરીન અને અન્યની અરજી પર આપ્યો છે. 


સંજય રાઉતે EC ને ગણાવી ભાજપની શાખા, તેજસ્વી યાદવને લઇને આપ્યું આ નિવેદન


શું હતો મામલો
કોર્ટે કહ્યું કે, એક અરજીકર્તા મુસ્લિમ તો બીજો હિન્દુ છે. યુવતીએ 29 જૂન 2020ના હિન્દુ ધર્મ સ્વીકાર કર્યો અને એક મહિના બાદ 31 જુલાઈએ લગ્ન કરી લીધા. કોર્ટે કહ્યું કે રેકોર્ડ સ્પષ્ટ છે કે લગ્ન કરવા માટે ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું છે, જેમાં કોર્ટે કહ્યું કે, લગ્ન કરવા માટે ધર્મ બદલવો સ્વીકાર્ય નથી. આ કેસમાં હિન્દુ યુવતીએ ધર્મ બદલીને મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા હતા.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube