જાણીતા શાયર મુનવ્વર રાણાનું વિવાદિત નિવેદન, ફ્રાન્સમાં થયેલા હુમલાને ગણાવ્યા યોગ્ય
મુનવ્વર રાણાએ તર્ક આપતા કહ્યુ કે, ધર્મ માતા જેવો છે, જો કોઈ તમારા માતા, કે ધર્મ પર ખરાબ કાર્ટૂન બનાવે છે કે ગાળો આપે છે તો તે ગુસ્સામાં આમ કરવા મજબૂર છે.
Trending Photos
નવી દિલ્હીઃ ફ્રાન્સમાં નિર્દોષોની હત્યાને લઈને પોતાનો મત રાખતા જાણીતા શાયર મુનવ્વર રાણાએ વિવાદિત નિવેદન આપ્યુ છે. તેમણે ફ્રાન્સ હુમલામાં નિર્દોષોની હત્યા કરનારાનો બચાવ કર્યો છે.
મુનવ્વર રાણાએ તર્ક આપતા કહ્યુ કે, ધર્મ માતા જેવો છે, જો કોઈ તમારા માતા, કે ધર્મ પર ખરાબ કાર્ટૂન બનાવે છે કે ગાળો આપે છે તો તે ગુસ્સામાં આમ કરવા મજબૂર છે. સાથે પીએમ મોદીના આતંકવાદ ફેલાવવાના નિવેદન પર કહ્યુ કે, આ રાફેલની જરૂર છે, જેથી તેમણે આવુ નિવેદન આપવુ પડ્યુ છે.
તેમણે કહ્યું કે મુસલમાનોને ગુસ્સે કરવા આવું કાર્ટૂન બનાવવામાં આવ્યું. દુનિયામાં હજારો વર્ષોથી ઓનર કિલિંગ થાય છે, અખલાકના મામલામાં શું થયુ, પરંતુ ત્યારે કોઈને મુશ્કેલી ન થઈ. કોઈને એટલા મજબૂર ન કરો કે હત્યા કરવા પર મજબૂત થઈ જાય.
મહત્વનું છે કે પીએમ મોદીએ ફ્રાન્સમાં થયેલા આતંકી હુમલાની નિંદા કરી હતી. તેમણે ટ્વીટ કરતા કહ્યું હતું કે, આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં ભારત હંમેશા ફ્રાન્સની સાથે ઉભેલુ છે. અમારી સંવેદનાઓ આ હુમલાના પીડિતોના પરિવાર અને ફ્રાન્સની સાથે છે.
તો શનિવારે ગુજરાતના કેવડિયામાં એકતા દિવસના અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના કાર્ટૂન વિવાદ પર કહ્યુ કે, કેટલાક લોકો આતંકના સમર્થનમાં ખુલ્લીને આવ્યા છે. પાછલા દિવસોમાં પાડોસી દેશથી જે સમાચાર આવ્યા છે, જે પ્રકારે ત્યાંની સંસદમાં સત્યને સ્વીકારવામાં આવ્યું છે, તેણે આ લોકોના અસલી ચહેરાને દેશની સામે લાવી દીધો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે