લખનઉ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં મહિલાઓ સાથે અપરાધની ઘટનાઓને અંજામ આપનારાઓ પર સીએમ યોગી (CM Yogi Adityanath) ની સરકાર સકંજો કરવાની તૈયારી છે. છેડતી કરનારાઓ અને અપરાધીઓ પર કડક કાર્યવાહી માટે સીએમ યોગી આદિત્યનાથે ઓપરેશન દુરાચારીની શરૂઆત કરી છે. જે હેઠળ મહિલાઓ વિરુદ્ધ કોઈ પણ પ્રકારનો ગુનો આચરનારાઓ પર કડક કાર્યવાહી થશે અને દુરાચારીઓને મહિલા પોલીસકર્મીઓ દ્વારા દંડિત કરાશે. આવા અપરાધીઓને મહિલા પોલીસકર્મી જ સજા આપશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાગેડુ Zakir Naik પર સકંજો કસાશે, સરકાર મોટી કાર્યવાહી કરશે


ચાર રસ્તે લગાવવામાં આવશે પોસ્ટરો
આ ઓપરેશનનો હેતુ એ છે કે મહિલાઓ અને બાળકીઓ સાથે કોઈ પણ  પ્રકારની ઘટનાને અંજામ આપનારાઓને સમાજ જાણે. આવા  લોકોના પોસ્ટરો ચાર રસ્તે લગાવવામાં આવશે. ઓપરેશન દુરાચારી હેઠળ મુખ્યમંત્રીએ અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે છેડતી કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.  સીએમ યોગીએ લોકોને અપીલ કરી છે કે આવા અપરાધીઓ અને દુરાચારીઓના મદદગારોના નામ પણ બહાર પાડે. અત્રે જણાવવાનું કે યોગી સરકારે આ જ પ્રકારની કાર્યવાહી નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરુદ્ધ થયેલી હિંસા દરમિયાન કરી હતી. જે હેઠળ સરકારી સંપત્તિઓને નુકસાન પહોંચાડનારા લોકોના પોસ્ટર રસ્તાઓ પર લગાવવામાં આવ્યા હતા.


ફરવાના શોખીનો માટે ખુશખબર, VISA વગર આ 16 દેશનો કરી શકો છો પ્રવાસ


મદદગારો પણ સકંજો કસાશે
યોગીએ કહ્યું કે મહિલાઓ અને બાળકીઓ સાથે રેપ, છેડતી અને શારીરિક શોષણ કે યૌન ઉત્પીડન જેવી ઘટનાઓને અંજામ આપનારા અપરાધીઓ અને દુરાચારીઓના મદદગારોના નામ પણ ઉજાગર કરવામાં આવે જેથી કરીને મદદગારોમાં પણ બદનામીનો ડર પેદા થશે. 


Corona Update: દેશના આ 7 રાજ્યના 60 જિલ્લામાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ, કુલ કેસ 57 લાખને પાર 


પોલીસની જવાબદારી થશે નક્કી
સીએમએ મહિલાઓ અને બાળકીઓ સાથે થઈ રહેલા અપરાધોને લઈને યુપી પોલીસને ચેતવણી પણ જાહેર કરી છે. તેમણે કહ્યું છે કે ક્યાંય પણ મહિલાઓ સાથે કોઈ પણ અપરાધિક ઘટના ઘટી તો સંબધિત બીટ ઈન્ચાર્જ, ચોકી ઈન્ચાર્જ, પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ અને સીઓ જવાબદાર રહેશે. તેમની જવાબદારી નક્કી કરાશે અને તેમના વિરુદ્ધ એક્શન થશે. 


PM મોદીના સંસદીય વિસ્તારના શિવાંગી બન્યા રાફેલના પ્રથમ મહિલા પાયલટ


મહિલા પોલીસકર્મી પાઠ ભણાવશે
યોગી આદિત્યનાથે કહ્યું છે કે મહિલાઓ સાથે આવા કોઈ પણ ગુનો આચરનારા દુરાચારીઓને મહિલા પોલીસ દ્વારા જ દંડિત કરવામાં આવે. તેમણે કહ્યું કે આવા અપરાધીઓને મહિલા પોલીસકર્મી એવો પાઠ ભણાવે કે જેથી કરીને તેઓ મહિલાઓ સાથે અપરાધ કરતા કાંપી જાય. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube