ઝી મીડિયા/બ્યૂરો :યોગી સરકારમાં વધુ એક જિલ્લાનું નામ બદલવાની તૈયારી ચાલી રહી છે. મુગલસરાય, ઈલાહાબાદ અને ફૈઝાબાદ બાદ હવે સરકાર બસ્તી જિલ્લાનું નામ બદલવાની તૈયારી કરી રહી છે. જાણકારી અનુસાર, બસ્તી જિલ્લાના વશિષ્ઠ નગર કરવા જવાના પ્રસ્તાવ પર વિચાર ચાલી રહ્યો છે. જિલ્લાધિકારી બસ્તીની રિપોર્ટ બાદ રાજસ્વ પરિષદે તૈયારી શરૂ કરી દીધી છે. જિલ્લાનું નામ બદલવા માટે જિલ્લાધિકારીથી એક કરોડના ખર્ચનો હિસાબ માંગ્યો છે. ખર્ચનો હિસાબ મળવા પર શાસન દ્વારા પ્રસ્તાવ તૈયાર થશે.


અલકાયદાના વધુ એક ખૂંખાર આતંકી વડાને અમેરિકાએ મોતને ઘાટ ઉતાર્યો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, બીજેપીના સ્થાનિક સાંસદ અને ધારાસભ્ય બસ્તીના નામ બદલવાની માંગ કરી ચૂક્યા છે. તો, સીએમ યોગી આદિત્યનાથ બસ્તી મેડિકલ કોલેજના નામને મહર્ષિ વશિષ્ઠના નામ પર કરવાની જાહેરાત કરી ચૂક્યા છે.


ચૂંટણીના 24 કલાક પહેલા બૂરી રીતે ફસાયા કેજરીવાલ, ચૂંટણી પંચે મોકલી નોટિસ  


આ પહેલા યોગી સરકાર મુગલસરાય જિલ્લાનું નામ બદલીને પંડિત દીનદલાય ઉપાધ્યાય નગર, ઈલાહાનગર અને ફૈઝાબાદનું નામ બદલીને પ્રયાગરાજ અને અયોધ્યા કરી ચૂકી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...