લખનઉ : ઉત્તરપ્રદેશની યોગી સરકાર રાજ્યમાં વસ્તી નિયંત્રણ માટે પ્રભાવી નીતિ બનાવવા અંગે કામ કરી રહી છે. ઉત્તરપ્રદેશમાં ઝડપથી અમે બે અમારા બેની નીતિન લાગુ થઇ શકે છે. ઉત્તરપ્રદેશ સરકારની તૈયાર થઇ રહેલી પ્રસ્તાવિત વસ્તીનીતિમાંથી આવા સંકેતો મળ્યા છે કે, સરકારી યોજનાઓનો લાભ લેવામાં એવા દંપત્તીઓને પ્રાથમિકતા આપવામાં આવશે જેમનાં બે અથવા તેનાંથી ઓછા બાળકો હોય. બેથી વધારે બાળકો હોય તેવી સ્થિતીમાં પંચાયત અને સ્થાનિક એકમની ચૂંટણી નહી લડી શકાય. બીજી તરફ સરકારી નોકરી પણ નહી મળી શકે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Yes Bank સંકટ: અમદાવાદ સહિત ગુજરાતનાં લોકો ફરી એકવાર લાઇનમાં લાગી ગયા !
હાલમાં જ પુર્ણ થયેલા ઉત્તરપ્રદેશ વિધાનસભાના બજેટ સત્રમાં પણ રાજ્યનાં ચિકિત્સા સ્વાસ્થય અને પરિવાર કલ્યાણમંત્રી જય પ્રતાપ સિંહે બીજા રાજ્યોની જેમ જ જનસંખ્યા નીતિ બનાવવાની વાત  કરી હતી. તેમણે ઉત્તરપ્રદેશમાં વસ્તીનિયંત્રણ માટે ચલાવાય રહેલા કાર્યક્રમો અંગે જણઆવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કેટલાક રાજ્ય પંચાયતની ચૂંટણી અને સરકારી નોકરીઓમાં આવવા માટેની કેટલી શરતો પૈકી એક બનાવવામાં આવી છે.


રાજકોટ : યસ બેંકના કારણે મધ્યમવર્ગની જરૂરિયાતો પર પડી ગયું શટર, વિગતો જાણવા કરો ક્લિક
સ્વાસ્થયમંત્રીએ એસેમ્બલીમાં આપ્યો હતો સંકેત
મંત્રી જયપ્રતાપસિંહે કહ્યું હતું કે, પ્રદેશની સફળતા પ્રજનન દર 2015-16ના અનુસાર 2.7 છે. તેને 2025 સુધીમાં 2.1 સ્તર સુધી લાવવાનું છે. પરિવાર નિયોજન કાર્યક્રમને ગતિ આપવા માટે 3થી વધારે સફળ પ્રજનન દરવાળા 57 જિલ્લાઓમાં 24 એપ્રીલ 2017થી મિશન પરિવાર વિકાસ યોજના લાગુ કરવામાં આવી ચુકી છે. ઉત્તરપ્રદેશનાં નાણામંત્રી સુરેશ ખન્નાએ પણ કહ્યું હતું સરકાર જેટલા સંસાધન વધારી પરંતુ વધતી વસ્તીની આગળ આ બધા જ ઉપાયો નકામાં સાબિત થયા છે. મંત્રીએ આશ્વાસન આપ્યું છે, તેને ગંભીરતાથી જોશે અને વિચાર કરશે.


અમદાવાદની માર્કેટમાં આવી ગયો છે રસદાર કેરીનો મોટો જથ્થો, કિંમત છે...
પહેલાથી જ અનેક રાજ્યોમાં આ નીતિ લાગુ છે
ઉત્તરપ્રદેશની પ્રસ્તાવિત વસ્તી નીતિને સરકારી નોકરી સાથે જોડવા અંગે પણ વિચારણા ચાલી રહી છે. આ નીતિ સરકારી નોકરીઓમાં ભરતીથી માંડીને પ્રમોશ મુદ્દે લાગુ થશે. આ વર્ષે યોજાનારી પંચાયત ચૂંટણીમાં પણ આ નિયમ લાગુ થવાની શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, હરિયાણા, ઓરિસ્સા, હિમાચલપ્રદેશ અને મધ્યપ્રદેશમાં પહેલાથી જ બેથી વધારે બાળકો હોય તેવા દંપત્તી પંચાયતની ચૂંટણી લડવા પર પ્રતિબંધ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube