તોફાનીઓની ખેર નથી...બેંગ્લુરુથી લઈને વોશિંગ્ટન સુધી `યોગી મોડલ` ખુબ ચર્ચામાં
હાલ તો બેંગ્લુરુથી લઈને વોશિંગ્ટન સુધી `યોગી મોડલ` ચર્ચામાં છે. હકીકતમાં બેંગ્લુરુ તોફાનો પર કર્ણાટક સરકારે મોટો નિર્ણય લીધો છે. ઉત્તર પ્રદેશ બાદ હવે અહીં પણ દોષિતોની સંપત્તિ જપ્ત કરીને નુકસાનની ભરપાઈ કરવામાં આવશે. સરકારે બેંગ્લુરુ તોફાનોને સુનિયોજિત ષડયંત્ર ગણાવતા એક કલાકથી પણ વધુ સમય સુધી પેટ્રોલ બોમ્બ ફેંકાયા હોવાનો દાવો કર્યો છે. 11 ઓગસ્ટની રાતે જે પ્રકારે ભારતમાં તોફાનોની દુકાન ચલાવનારાઓએ કર્ણાટકની રાજધાની બેંગ્લુરુના દામન પર તોફાનનો ડાઘો પાડ્યો તેનાથી આઈટી હબ ગણાતા બેંગ્લુરુના લોકો અત્યાર સુધી હેરાન પરેશાન છે. તેમનું દર્દ છે કે દુનિયાને આઈટી સોલ્યુશન આપનારા આ શહેરને આખરે સોશિયલ મીડિયા પર ફેલાયેલા મેસેજના કારણે એક વર્ગ વિશેષના લોકોએ ભડકે બાળ્યું.
બેંગ્લુરુ: હાલ તો બેંગ્લુરુથી લઈને વોશિંગ્ટન સુધી 'યોગી મોડલ' ચર્ચામાં છે. હકીકતમાં બેંગ્લુરુ તોફાનો પર કર્ણાટક સરકારે મોટો નિર્ણય લીધો છે. ઉત્તર પ્રદેશ બાદ હવે અહીં પણ દોષિતોની સંપત્તિ જપ્ત કરીને નુકસાનની ભરપાઈ કરવામાં આવશે. સરકારે બેંગ્લુરુ તોફાનોને સુનિયોજિત ષડયંત્ર ગણાવતા એક કલાકથી પણ વધુ સમય સુધી પેટ્રોલ બોમ્બ ફેંકાયા હોવાનો દાવો કર્યો છે. 11 ઓગસ્ટની રાતે જે પ્રકારે ભારતમાં તોફાનોની દુકાન ચલાવનારાઓએ કર્ણાટકની રાજધાની બેંગ્લુરુના દામન પર તોફાનનો ડાઘો પાડ્યો તેનાથી આઈટી હબ ગણાતા બેંગ્લુરુના લોકો અત્યાર સુધી હેરાન પરેશાન છે. તેમનું દર્દ છે કે દુનિયાને આઈટી સોલ્યુશન આપનારા આ શહેરને આખરે સોશિયલ મીડિયા પર ફેલાયેલા મેસેજના કારણે એક વર્ગ વિશેષના લોકોએ ભડકે બાળ્યું.
સુશાંત કેસ: CBI તપાસ પર શરદ પવારનું મહત્વનું નિવેદન, કહ્યું-મુંબઈ પોલીસ પર ભરોસો, પણ...
બેંગ્લુરુમાં ષડયંત્ર
શહેરના પુલાકેશી વિસ્તારને ભડકે બાળ્યું. 2 પોલીસ સ્ટેશનમાં આગચંપી થઈ હતી. આરોપ મુજબ બેંગ્લુરુના એક સ્થાનિક કોંગ્રેસ (INC) ધારાસભ્ય શ્રીનિવાસ મૂર્તિ ( MLA Srinivas Murthy)ના સંબંધીએ ફેસબુક પર પૈગંબર મોહમ્મદ (Prophet Muhammad ) પર એક આપત્તિજનક ટિપ્પણી કરતી પોસ્ટ લખી હતી. ત્યારબાદ ધર્મ વિસેષની ભીડે હિંસા ભડકાવી, અને વિધાયકના ઘર પર હુમલો કરીને તેને આગને હવાલે કરી દીધુ. કોંગ્રેસ વિધાયક શ્રીનિવાસ મૂર્તિએ યેદિયુરપ્પ સરકાર પાસે સુરક્ષાની માગણી કરી છે. શ્રીનિવાસ મૂર્તિએ કહ્યું કે તોફાનીઓએ તેમના ઘર પર પેટ્રોલ બોમ્બ ફેંક્યા અને ટાયર બાળ્યાં. તોફાનોના આરોપમાં અત્યાર સુધીમાં 146 લોકોની ધરપકડ થઈ છે. ડીજે હલ્લી અને કેજી હલ્લી વિસ્તારમાં ગઈ કાલ સવાર સુધી કરફ્યૂ લગાવવો પડ્યો હતો. આ તોફાનમાં 3 લોકોએ જીવ ગુમાવ્યો.
બેંગલુરૂ રમખાણ: ભાજપ સાંસદની સલાહ, CM યેદિયુરપ્પા 'યોગી મોડલ' અપનાવે
ગૃહમંત્રીનું નિવેદન
તોફાનીઓ પાસેથી પાઈ પાઈનો હિસાબ લેવા માટે કર્ણાટકના ગૃહમંત્રીએ કહ્યું છે કે તોફાનીઓના દોષિતોની સંપત્તિ જપ્ત કરીને નુકસાનની ભરપાઈ કરવામાં આવશે. કર્ણાટક સરકારના આ નિર્ણયના મૂળમાં યુપી સરકારનું યોગી મોડલ છે. જેની ચર્ચા આ દેશમાં જ નહીં પરંતુ દુનિયામાં થઈ ચૂકી છે. કર્ણાટકના કેબિનેટ મંત્રી સીટી રવિએ કહ્યું કે બેંગ્લુરુમાં થયેલા તોફાનો સુનિયોજિત ષડયંત્ર હતું. જેની પાછળ SDPIના કોર્પોરેટર મુજ્ઝમિલ પાશાનો હાથ હોઈ શકે છે. અત્રે જણાવવાનું કે એસડીપીઆઈ (SDPI) દિલ્હી (Delhi), યુપી (UP)માં તોફાનોના ષડયંત્રનો આરોપી PFIનું સહયોગી સંગઠન છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube