તમે પણ મળો, દક્ષિણ સુદાનમાં UN એવોર્ડ મેળવનાર ભારતીય સેનાના અધિકારી મેજર ચેતનાને
મેજર ચેતના ભારતીય શાંતિ રક્ષકોમાં સામેલ ટીમમાં છે. જે દક્ષિણ સુદાનમાં તહેનાત છે. તેમણે અને તેમની ટીમે અત્યંત વિપરીત પરિસ્થિતિઓમાં અહીંયા પોતાના કામને અંજામ આપ્યો. તેમને UN એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
સંયુક્ત રાષ્ટ્ર: સંયુક્ત રાષ્ટ્ર (UN)ની શાંતિ સેનામાં વિશ્વમાં જો કોઈ દેશનું સૌથી મોટું યોગદાન આપે છે તો છે ભારત. તેની તાકાતને આખી દુનિયા પણ માને છે. ભારત તરફથી મોકલવામાં આવેલ આ શાંતિ રક્ષક સેનામાં ભલે પુરુષ હોય કે મહિલા. બધાની ભૂમિકા ઘણી મહત્વની હોય છે. મહિલાઓ માટે તેનો ભાગ બનવું કોઈ સામાન્ય વાત હોતી નથી. સંયુક્ત રાષ્ટ્રની આગેવાનીમાં આ શાંતિ સેના દુનિયાની સૌથી મુશ્કેલ જગ્યાઓ પર અને વિપરીત સ્થિતિમાં લોકોની મદદ કરવામાં સૌથી આગળ હોય છે. આ સ્થિતિ માલાકાલમાં તહેનાત શાંતિરક્ષકો પર સંપૂર્ણ રીતે સાચી પડે છે. અહીંયા પર તહેનાત 800થી વધારે સૈનિકોને તેમની સેવાઓ માટે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં ભારતના વીર જવાનો પણ સામેલ છે.
કોમી એક્તાની મિસાલ: મુસ્લિમ ઉદ્યોગપતિએ હનુમાનજીના મંદિર માટે દાન કરી 80 લાખની જમીન
તેમાંથી એક છે ભારતીય સેનાના મેજર ચેતના. સુદાનમાં તહેનાત ભારતીય સેનાના એન્જિનિયરીંગ વિંગમાં તે એકમાત્ર મહિલા અધિકારી છે. તેમની આ ટુકડીમાં 21 શાંતિ રક્ષક છે. તેમની ટીમ આ વાતને સુનિશ્વિત કરે છે કે અહીંયા પર તહેનાત બધા જવાનો પાસે વિજળીની સુવિધા અટક્યા વિના પહોંચે. તે ઉપરાંત જવાનોની જરૂરિયાતનો બીજો સામાન પણ તેમના સુધી પહોંચે.
સન્માન મેળવ્યા પછી મેજર ચેતનાએ કહ્યું કે તે કોઈપણ કામમાં પુરુષ સહયોગીઓથી અલગ નથી. તે પણ પોતાનું કામ તે જ લગનથી કરે છે જેટલી લગનથી કોઈ પુરુષ કરે છે. તે પોતાને પણ પુરુષ સમોવડી જ માને છે. તેટલું જ નહીં ત્યાં હાજર બધા પુરુષ અધિકારી પણ તેમની સાથે બરાબર જ વ્યવહાર કરે છે. તેમણે જણાવ્યું કે તેમનો કોઈપણ પરિવારનો સભ્ય સેનામાં ન હતા. પરંતુ તે હંમેશાથી જ એક સૈનિક જ બનવા ઈચ્છતી હતી. તેમના પરિવારે આ કામમાં તેમની સંપૂર્ણ મદદ કરી. આ કારણ છે કે આજે તે પોતાનું સપનું સાકાર કરી શકી છે.
Farmers Protest: ખેડૂતોએ સરકારનો પ્રસ્તાવ ફગાવ્યો, હવે સમગ્ર દેશમાં ઉગ્ર પ્રદર્શનની ચીમકી
તેમનું કહેવું છે કે સેનાનો યુનિફોર્મ હંમેશાથી તેમને પોતાની તરફ આકર્ષિત કરે છે. તે ઉપરાંત જવાનોનું અનુશાસિત જીવન જેની કોઈ મિસાલ જ નહીં હંમેશા તેમને પસંદ હતું. તેમને બાળપણમાં જવાનોને જોઈને લાગતું હતું કે મોટી થઈને તે પણ તેમની જેમ જ બનશે.
તમને જણાવી દઈએ કે દક્ષિણ સુદાન દુનિયાની સૌથી મોટી નીલ નદીના ઉપરના ભાગમાં આવેલ છે. જ્યાં સુધી ભારતીય શાંતિરક્ષકોની વાત છે, તો માત્ર મલાકાલ જ નહીં પરંતુ અનેક બીજા વિસ્તારમાં પણ સેવાઓ આપવા માટે જાણીતા છે. તેમાં કોડોક, બેલિએટ, મેલટ અને રેન્ક જેવા અનેક અંતરિયાળ વિસ્તારનો સમાવેશ થાય છે. અહીંયાના સ્થાનિક લોકો ભારતીય રક્ષકોને અત્યંત સન્માનની નજરથી જુએ છે.
જ્યારે તેમને કોવિડ-19 મહામારી દરમિયન અનેક પડકાર વિશે સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે સૌથી વધારે મુશ્કેલી લોકડાઉન દરમિયાન સામે આવી હતી. તે સમયે નીલ નદીનું પાણી લાવવું અને ખાવાની વસ્તુઓ લાવવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જોકે અહીંયા પર મેજર ચેતનાનો કાર્યકાળ હવે પૂરો થવા આવ્યો છે. તેમનું કહેવું છે કે આ કાર્યકાળ દરમિયાન તે અહીંયાની છોકરીઓના જીવનમાં થોડુંક પરિવર્તન લઈને ચોક્કસ આવ્યા છે.
આ રાજ્યમાં હવે રેપ કરનારને થશે મોતની સજા, કેબિનેટે Shakti Act ને આપી મંજૂરી
સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા પ્રમાણે ભારતના શાંતિ સૈનિક બીમાર લોકોની મદદ કરવા ઉપરાંત બીમાર પશુઓની મદદમાં પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. અત્યંત વિપરીત પરિસ્થિતિઓમાં કામ કરતાં આ જવાનોએ હજારો પશુઓની સારવાર કરી. તે ઉપરાંત અહીંયા સ્થાનિક સ્તરે પશુઓની સારવાર કરવા માટે પશુ-સ્વાસ્થ્ય કાર્યકર્તાઓને ટ્રેનિંગ આપીને તેમની રચના કરી. યૂએનના સમાચારમાં સામે આવ્યું કે રેન્કમાં ભડકેલી હિંસા દરમિયાન ભારતીય સૈનિકોએ લગભગ 30 કાર્યકર્તાઓને ત્યાંથી સુરક્ષિત બચાવ્યા.
યૂએન મિશનના કાર્યકારી સંયોજક એનોસ ચુમા માને છે કે દક્ષિણ સુદાનમાં ભારતીય શાંતિ સૈનિક યૂએનના સાચા રાજદૂત છે. જે સમયે ભારતીય જવાનોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. તે સમયે દક્ષિણ સુદાનમાં તહેનાત ભારતના રાજદૂત એસ.ડી.મૂર્થી પણ હતા.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube