નવી દિલ્હી: આજથી દેશભરમાં લેન્ડલાઈન ફોનથી મોબાઈલ (Mobile Number) નંબર પર ફોન કરવાની રીત સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ છે. નવા નિયમો મુજબ હવે લેન્ડલાઈન ફોનથી મોબાઈલ નંબર પર વાત કરવા માટે શૂન્ય(Zero) લગાવવું પડશે. તેનાથી ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓને વધુ નંબર બનાવવાની સુવિધા મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિલ્લી પગે આવે છે મોત! RWA પ્રેસિડેન્ટની ધોળે દિવસે હત્યાની ઘટના CCTVમાં કેદ, હચમચાવી નાખે તેવો VIDEO


આ અંગે ટેલિકોમ ડિપાર્ટમેન્ટે 20 નવેમ્બરના રોજ એક સર્ક્યુલર પણ બહાર પાડ્યો હતો. આ સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું હતું કે લેન્ડલાઈનથી મોબાઈલ પર નંબર ડાયલ કરવાની રીતમાં બદલાવની ટ્રાઈ (TRAI)ની ભલામણોને સ્વીકારી લેવાઈ છે. આ સુવિધા હાલ પોતાના ક્ષેત્રમાંથી બહારના કોલ કરવા માટે ઉપલબ્ધ છે. 


ઝીરોથી તૈયાર થશે 254.4 કરોડ નંબર
ડાયલ કરવાની રીતમાં ફેરફારથી દૂરસંચાર  કંપનીઓને મોબાઈલ સેવાઓ માટે 254.4 કરોડ વધારાના નંબર તૈયાર કરવામાં સુવિધા મળશે. જે ભવિષ્યની જરૂરિયાતોને પૂરી કરવામાં મદદરૂપ થશે. જેના કારણે આગળ જઈને કંપનીઓ નવા નંબર પણ બહાર પાડી શકશે. 


દેશના પહેલવહેલા સાંસદ...જેઓ સમગ્ર પરિવાર સાથે મૂકાવશે COVID-19 રસી


11 અંકોનો થઈ શકે છે મોબાઈલ નંબર
ભવિષ્યમાં ટેલિકોમ કંપનીઓ 11 અંકોનો મોબાઈલ નંબર પણ બહાર પાડી શકે છે. હાલ દેશમાં મોબાઈલ ગ્રાહકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. જેના કારણે 10 અંકોના મોબાઈલ નંબર પણ ઓછા પડી રહ્યા છે. આવામાં ફક્ત ઝીરોના પ્રયોગથી આગળ માટેનો રસ્તો વધુ સરળ થઈ જશે. 


IAF LCA Tejas Mark 1A Vs PAF JF Thunder 17: તેજસનું 'તેજ' કે પછી ડ્રેગન-પાકનું થંડર? કોણ કોના પર ભારે પડશે?


દૂરસંચાર કંપનીઓએ પણ અપાવી યાદ
આ અંગે દૂરસંચાર કંપનીઓએ પણ ગ્રાહકોને ગુરુવારે યાદ અપાવ્યું કે તેમણે શુક્રવાર 15 જાન્યુઆરીથી લેન્ડલાઈનથી મોબાઈલ પર કોલ લગાવતા પહેલા શૂન્ય ડાયલ કરવું પડશે. એરટેલે પોતાના ફિક્સ્ડ લાઈન ગ્રાહકોને જણાવ્યું કે, '15 જાન્યુઆરી 2021થી અમલમાં આવી રહેલા દૂરસંચાર વિભાગના એક નિર્દેશ મુજબ તમારે તમારી લેન્ડલાઈનથી કોઈ મોબાઈલ પર ફોન ડાયલ કરતી વખતે નંબર પહેલા શૂન્ય ડાયલ કરવું પડશે.'


સરકારી દૂરસંચાર કંપની બીએસએનએલ (BSNL)ના ચેરમેન અને મેનેજિંગ ડાઈરેક્ટર પી કે પુરવરનો સંપર્ક કરવામાં આવતા તેમણે કહ્યું કે ગ્રાહકોને તેનાથી માહિતગાર કરવાની શરૂઆત થઈ ચૂકી છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube