પ્રયાગરાજ: અત્યાર સુધી તમે પ્રેમમાં પાગલ અથવા તો સરકાર વિરૂદ્ધ પ્રદર્શન કરતા લોકોને ટાંકી અથવા બિલ્ડિંગ પર ચડતા તો જોયા જ હશે. પરંતુ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના પ્રયાગરાજ (Prayagraj)માં સોમવાર (16 સપ્ટેમ્બર) મોડી રાતે કંઇક એવું બન્યું કે જેના કારણે પોલીસ (Police) દોડતી થઇ અને હાઇ વોલ્ટેજ ડ્રામા જોવા માટે લોકોની ભીડ પણ જામવા લાગી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- જાણો વડાપ્રધાન મોદીના એ અજાણ્યા ગુરૂ જેણે શીખવી રાજકારણની પા..પા.. પગલી


સોમવાર મોડી રાત્રે એક પાગલ યુવકનો હાઇ વોલ્ટેડ ડ્રામા જોવા મળ્યો હતો. યુવક હાથમાં ધ્વજ લઇને યમુના બ્રિજના પિલર પર ચઢી ગયો હતો. આ વાતની જાણ લોકોને થતા જ બ્રિજ પાસે લોકોની ભીડ જામવા લાગી હતી. ત્યારે આ અંગે જાણકારી મળતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને યુવકને સમજાવવાનો પ્રયત્ન કરવા લાગી હતી. પરંતુ મોડી રાત સુધી યુવત નીચે ઉતર્યો ન હતો.


PM મોદીના બર્થ-ડે પર ચાહકે સંકટ મોચનને ચઢાવ્યો 1.25 કિલોનો સોનાનો મુગટ, કરી આ પ્રાર્થના


જો કે, પોલીસની કલાકોની મહેનત બાદ પિલર પર ચઢેલા યુવકે એક લોખંડની પ્લેટમાં કાગડ ઉપર તેનો સંદેશો લખીને મોકલ્યો હતો. જેમાં લખ્યું હતું કે, જ્યાં સુધી ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમનો ઇસરો સાથે સંપર્ક થતો નથી. ત્યાં સુધી તે પિલર પર બેઠો રહેશે અને ચંદ્રદેવને પ્રાર્થના કરશે.


આ પણ વાંચો:- નંબર ગેમ: 69 વર્ષના થયા PM નરેન્દ્ર મોદી, તે તરીખો જે રહી ખૂબ મહત્વની...


જાણો, PM મોદીના જન્મદિવસને ‘સેવા સપ્તાહ’ તરીકે કેમ ઉજવી રહી છે BJP


બ્રિજ પર ચઢનાર યુવકનું નામ રજનીકાંત છે. જે પ્રયાગરાજના યમુનાપારના માંડા સ્ટેશન વિસ્તારનો રહેવાસી છે. તમને જણાવી દઇએ કે, આ પહેલા પણ યુવક પર્યાવરણ બચાવવાને લઇને યમુના બ્રિજના પિલર પર ચઢીને હાઇ વોલ્ટેજ ડ્રામા કર્યો હતો.


જુઓ Live TV:- 


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...