PM મોદીના બર્થ-ડે પર ચાહકે સંકટ મોચનને ચઢાવ્યો 1.25 કિલોનો સોનાનો મુગટ, કરી આ પ્રાર્થના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે (17 સપ્ટેમ્બર) તેમના 69માં જન્મદિવસની ઉજવણી કરી રહ્યાં છે. દેશભરમાં પીએમ મોદીના ચાહકો તેમના બર્થ-ડેની (Birthday) ઉજવણી કરી રહ્યાં છે

PM મોદીના બર્થ-ડે પર ચાહકે સંકટ મોચનને ચઢાવ્યો 1.25 કિલોનો સોનાનો મુગટ, કરી આ પ્રાર્થના

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે (17 સપ્ટેમ્બર) તેમના 69માં જન્મદિવસની ઉજવણી કરી રહ્યાં છે. દેશભરમાં પીએમ મોદીના ચાહકો તેમના બર્થ-ડેની (Birthday) ઉજવણી કરી રહ્યાં છે. આ સમય પર પીએમ મોદીના એક ચાહકે વારાણસીના સંકટમોચન મંદિર (Sankat Mochan Temple)માં સોનાનો મુગટ (Gold Crown) ચઢાવ્યો છે. આ સાનાના મુગટનું વજન 1.25 કિલો છે. આ મુગટ પીએમ મોદીના એક પ્રશંસક અરવિંદ સિંહે ચઢાવ્યો છે.

પીએમ મોદીના પ્રશંસક અરવિંદ સિંહએ આ બીજીવાર સરકાર બને તેવી બાધા રાખી હતી. બાધા પૂરી થવા પર અરવિંદે 1.25 કિલો વજનનો સોનાનો મુગટ ચઢાવ્યો. નરેન્દ્ર મોદીના બીજીવખત વડાપ્રધાન બનાવા અને ભાજપની પૂર્ણ બહુમતન સરકાર બનવાની બાધા પૂરી થવા પર સંકટ મોચન મંદિરમાં ચઢાવવા માટે સોનાનો મુગટ વારાણસીના વ્યાપારી અરવિંદ સિંહએ તૈયાર કરાવ્યો છે.

— ANI UP (@ANINewsUP) September 17, 2019

તમમને જણાવી દઇએ કે, 26 જુલાઇના તેઓ આ મુગટ સાથે પીએમઓ પહોંચ્યા હતા. પીએમ મોદીએ મુગટનું અવલોકન કરતા સ્પર્શ કર્યું હતું.

પીએમના જન્મદિવસથી એક દિવસ પહેલા મુગટને કાશીવાસીઓ તરફથી હનુમાનજીને અર્પણ કરવાથી પહેલા સોમવાર સાંજે દુર્ગાકુંડ સ્થિત ધર્મ ભવનમાં સમારોહનું આયોજન કર્યું હતું. તેમાં મુગટનું વિધિવત પૂજન કર્યું અને સોનાના મુગટને મંદરિના મહંતને સોંપવામાં આવ્યો હતો.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news