જયપુર: કોરોના મહામારીએ આખી દુનિયાને હચમચાવી દીધી છે. એવો કોઈ દેશ કે પ્રદેશ બચ્યો નથી જેના પર આ મહામારીએ ખરાબ પ્રભાવ ન છોડ્યો હોય. દુનિયાના દરેક ક્ષેત્રને કોરોના મહામારીએ સામાજિક અને આર્થિક એમ બંને મોરચે પ્રભાવિત કર્યા છે. કોરોના સંક્રમણે દુનિયાની અનેક સરકારોની કમર તોડી નાખી છે. વૈશ્વિક સંકટની આ ઘડીમાં એસ્સેલ ગ્રુપે હંમેશા પોતાની કોર્પોરેટ જવાબદારીઓ નિભાવી છે. દરેક સ્તરે સમાજની સેવા કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Zee ગ્રુપે નિભાવી પોતાની જવાબદારી
ઝી એન્ટરટેઈન્મેન્ટ એન્ટરપ્રાઈસ લિમિટેડ એટેલે કે ZEELએ  કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) હેઠળ રાજસ્થાનમાં મોટી ભાગીદારી નિભાવતા ઝી  એન્ટરટેઈન્મેન્ટ એમડી અને CEO પુનિત ગોયન્કાના પ્રયાસો હેઠળ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને મુખ્યમંત્રી નિવાસ પર 20 એમ્બ્યુલન્સ અને 4000 પીપીઈ કિટ સોંપી. જેથી કરીને કોરોના સામેની લડતમાં રાજસ્થાનના પ્રયત્નોને વધુ મજબૂત કરી શકાય. 


બિહાર ચૂંટણીના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube