'ઝી સંમેલન સંવાદ જરૂરી' ની શરૂઆત રક્ષામંત્રી રાજનાથ સિંહના સંબોધનથી થઈ. રાજનાથ સિંહે અનેક મહત્વની વાતો કરી. સંવાદનું મહત્વ સમજાવ્યું અને આ સાથે ચીન સાથેના સંબંધ અને રશિયા-યુક્રેન યુદ્ધ વિશે પણ વાત કરી. આ દરમિયાન 2014 બાદ મોદી સરકાર દ્વારા કરાયેલા કાર્યો વિશે પણ જણાવ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીનને એક ઈંચ જમીન પણ નહીં મળે
તેમણે કહ્યું કે હવે નોર્થ ઈસ્ટમાં પણ હિંસા ખતમ થઈ ગઈ છે. ભારતે દરેક જગ્યાએ પોતાની સ્થિતિ મજબૂત કરી છે. ભારત હવે નબળું ભારત રહ્યું નથી. ભારત શક્તિશાળી થઈ ગયું છે. ભારતે આજ સુધી ન તો કોઈ દેશ પર આક્રમણ કર્યું છે કે ન તો કોઈ દેશની જમીન પર કબજો જમાવ્યો છે. ભારતનું એ જ ચરિત્ર રહ્યું છે પરંતુ જો કોઈ ભારતને આંખ દેખાડશે તો ભારત તેનો જડબાતોડ જવાબ આપશે. રક્ષામંત્રીએ કડક શબ્દોમાં કહ્યું કે એક ઈંચ જમીન પણ ચીનના કબજામાં જશે નહીં.  



8 વર્ષમાં કોઈ મોટી આતંકી ઘટના નથી ઘટી
રક્ષામંત્રીએ કહ્યું કે છેલ્લા 8 વર્ષમાં એક પણ મોટી આતંકી ઘટના ઘટી નથી. પહેલા પાક સાથે યુદ્ધવિરામની સંધિ થયા બાદ તેનો ભંગ થતો હતો. પરંતુ હાલ એક વર્ષથી કરતા પણ વધુ સમય થઈ ગયો છે પરંતુ પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કર્યો નથી. 


રશિયા-યુક્રેન યુદ્ધ પર કરી આ વાત
રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે રશિયા યુક્રેન સંકટથી એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે દુનિયાના જે બે દેશો વચ્ચે યુદ્ધ થશે તેમણે જ લડવું પડશે. ત્રીજો દેશ તેમા સામેલ થશે નહીં. યુક્રેનમાં ભારતીય બાળકો પણ ફસાયા હતા. તે દરમિયાન પીએમ મોદીએ અમેરિકા, રશિયા અને યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી અને વોર ઝોનમાંથી દેશના વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવામાં મદદ કરી. 



દેશમાં 70 હજાર સ્ટાર્ટઅપ
સ્ટાર્ટઅપની વાત કરતા રાજનાથ સિંહે કહ્યું કે આજે ભારતમાં 70 હજાર સ્ટાર્ટઅપ કામ કરી રહ્યા છે. આજે પહેલા કરતા વધુ સારી તકો છે. Ease of doing business માં ભારત 147થી 63માં નંબર પર આવી ગયું છે. આ ઉપરાંત 18 હજાર ગામડાઓમાં એક વર્ષની અંદર વીજળી પહોંચી છે.