નવી દિલ્હી: ચીન (China)ની સામે ભારતીય પરાક્રમ પર ઝી ન્યૂઝના આંતરરાષ્ટ્રીય કવરેજનો આજે છઠ્ઠો દિવસ છે. આજે જે સમાચરા અમે તમને જણાવી રહ્યા છીએ તેની અસર માત્ર લદ્દાખ અથવા LAC પર જ નથી. પરંતુ ચીન અને સમગ્ર દુનિયામાં તેની અસર થવાની છે. આ આંતરરાષ્ટ્રીય સમાચાર ચીનના અતિક્રમણ, અત્યાચાર અને બર્બરતાથી જોડાયેલા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તિબેટના નિર્વાસિત રાષ્ટ્રપતિ લોબસાંગ સાંગેયે ઝી ન્યુઝ સાથે વાતચિતમાં PLA (પીપલ્સ લિબ્રેશન આર્મી)ની બર્બરતા વિશે જણાવ્યું છે. તેમણે કહ્યું કે, ચીનના સૈનિક તિબેટમાં મહિલાઓ સાથે બળાત્કાર કરે છે. તેમની સાથે જબરગદસ્તી લગ્ન કરે છે.


આ પણ વાંચો:- ચીન 20 તો ભારત 21... દરેક હિંમતની સજા ભોગવશે 'ડ્રેગન'! આ છે PM મોદીની તૈયારી


તેમણે ચીનની બર્બરતા વિશે જણાવતા કહ્યું કે, ચીને તિબેટમાં 10 લાગથી વધારે લોકોનો નરસંહાર કર્યો છે. આંદોલન કરવા પર ચીનની સરકાર તિબેટની જનતાને જેલમાં મોકલે છે. ચીન તિબેટમાં મોનેસ્ટ્રીને દૂર કરી રહ્યું છે. તિબેટની પ્રાચીન મુર્તિઓ તોડવામાં આવી અથવા ચીન લઇ ગયું. તેમણે કહ્યું કે, તિબેટમાં ચીને લામાઓની હત્યા કરી. એટલું જ નહીં ચીનના સૈનિકો મઠોમાં માંસ રાંધતા હતા.


આ પણ વાંચો:- લદાખ મામલો: સેનાધ્યક્ષે રક્ષા મંત્રીને જણાવી હાલની પરિસ્થિત, PMને મળી શકે છે રાજનાથ


ચીનના અત્યાચારનું સૌથી મોટું સત્ય
1. તિબેટમાં ચીનના સૈનિકોએ લામાઓની કરી હત્યા
2. PLAએ તિબેટના લાખો લોકોનો કર્યો નરસંહાર
3. તિબેટના મઠોમાં માંસ રાંધતા હતા PLAના સૈનિક
4. ચીનના સૈનિકોએ તિબેટના મઠોને તોડ્યા
5. તિબેટમાં બૌદ્ધ ધર્મને નષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો
6. PLAએ તિબેટમાં મહિલાઓનું શારીરિક શોષણ કર્યું


આ પણ વાંચો:- J&K: અનંતનાગમાં CRPF પર આતંકી હુમલો, જવાન શહીદ, એક બાળકે પણ જીવ ગુમાવ્યો


ચીનનો અતિક્રમણનો ઇતિહાસ


1951 1962 2020
તિબેટ એક્સાઈ ચીન ગલવાન

આ પણ વાંચો:- જાણો વિશ્વ મંચ પર ક્યાં ઊભું છે ચીન, ક્યાં ગઈ જિનપિંગની મોટી મોટી જાહેરાતો


તમને જણાવી દઇએ કે, 1951માં ચીને તિબેટ પર કબ્જો કર્યો હતો. તિબેટના લોકોનો આરોપ છે કે, છેલ્લા 69 વર્ષથી અહીં ચીનનું દમણ ચક્ર ચાલું છે. જ્યારે ચીનને તિબેટ પર કબ્જો કર્યો હતો, તે સમયે માઓ ત્સે તુંગ ચીનના શાસક હતા. અને દલાઈ લામા તિબેટના લોકોના સૌથી મોટા નેતા હતા. પરંતુ ચીને દલાઈ લામાને તિબેટ છોડવા પર મજબૂર કર્યા હતા. તિબેટના ધર્મગુરૂ દલાઇ લામાથી ભારતનો ખાસ સંબધ રહ્યો છે. દલાઇ લામા છેલ્લા સાત દશકથી ભારતમાં વસવાટ કરી રહ્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube