Assam Rifles Recruitment Eligibility 2023: આસામ રાઇફલ્સના મહાનિર્દેશકનું કાર્યાલય, શિલોંગ,આસામ રાઇફલ્સ ટેકનિકલ અને ટ્રેડ્સમેન ભરતી રેલી 2022 હેઠળ વિવિધ ટ્રેડ/પોસ્ટ્સ માટે ગ્રુપ બી અને સીની 616 વેકેન્સી ભરવા માટે પાત્રતા ધરાવતા પુરૂષ અને સ્ત્રી ભારતીય નાગરિકો પાસેથી ઑનલાઇન અરજીઓ મંગાવવામા આવી છે.  અધિકૃત નોટીફીકેશન અનુસાર PDFમાં આપેલ ટ્રેડ્સ/પોસ્ટ્સ માટેની અરજી શરૂ થઈ ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Assam Rifles Recruitment 2023 Eligibility Criteria :
Assam Rifles Technical & Tradesman 2023 માટે હાજર થનારા ઉમેદવારોએ દરેક પોસ્ટ માટે જરૂરી શૈક્ષણિક લાયકાત સાથે વય મર્યાદા અને વય માપદંડ  અને કટ-ઓફ તારીખની નોંધ લેવી આવશ્યક છે.


વય મર્યાદા
ઉમેદવારોની ઉંમર 1લી જાન્યુઆરી 2023ના રોજ 18 થી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઉમેદવારોનો જન્મ 1લી જાન્યુઆરી 2000 પહેલાં થયો ન હોવો જોઈએ અને 1લી જાન્યુઆરી 2005 પછીનો ન હોવો જોઈએ.


આ પણ વાંયો:
18 લાખથી વધુ દીવાઓના પ્રકાશથી ઝળહળી ઉઠ્યું ઉજ્જૈન, બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
ગૌતમ અદાણી પડતા-પડતાં 25માં નંબરે પહોંચ્યા, જાણો હવે તેમની નેટવર્થ કેટલી છે?
UPIથી પેમેન્ટ કરવાનો બદલાઈ ગયો પ્રકાર, દરેક વખતે PIN નાંખવાની ઝંઝટ પૂરી


ઉંમર છૂટછાટ
લાયક ઉમેદવારોની અલગ અલગ કેટેગરી માટે વય છૂટછાટની માહિતી અહીં આપવામાં આવી છે. SC ST કેટેગરીના ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ મળશે. OBC કેટેગરીના ઉમેદવારોને 3 વર્ષની છૂટછાટ મળશે. સેવા આપતા આસામ રાઈફલ્સ પર્સોનલ (SC/ST)ને કારકુન, PA અને ફાર્માસિસ્ટ માટે 45 વર્ષ સુધીની ઉંમરમાં છૂટછાટ મળશે.


શૈક્ષણિક લાયકાત
આસામ રાઇફલ્સ ટેકનિકલ એન્ડ ટ્રેડ્સમેન 2023 માટે અરજી કરનારા ઉમેદવારોએ ખાતરી કરવી આવશ્યક છે કે તેઓ પસંદગી પ્રક્રિયા માટે ધ્યાનમાં લેવાતી શૈક્ષણિક લાયકાતને પરિપૂર્ણ કરે છે.


પસંદગી પ્રક્રિયામાં એક લેખિત કસોટીનો સમાવેશ થાય છે, ત્યારબાદ વિગતવાર તબીબી પરીક્ષણ, શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ પણ સામેલ છે. લેખિત પરીક્ષામાં 100 ગુણ હશે, જેમાં જનરલ/EWS કેટેગરી માટે ઓછામાં ઓછા 35 ટકા ગુણ અને SC/ST/OBC માટે 33 ટકા ગુણ હશે.


આ પણ વાંયો:
mPassport Police એપ થઈ લોન્ચ, પાસપોર્ટ બનાવવા માટે હવે ભાગદોડ નહીં કરવી પડે
તમારી આ ભૂલોના કારણે ગાડીની બ્રેકનું પેડ સમય પહેલાં થઈ શકે છે ખરાબ
VIDEO: આઉટ થતા ગુસ્સે ભરાયો વિરાટ કોહલી, ડ્રેસિંગ રૂમમાં જઈને સંભળાવી ખરી-ખોટી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube