નવી દિલ્હી: જો તમે ઓછા રોકાણમાં સારી કમાણીની તક આપી રહ્યું છે તો આ સમાચાર તમારા માટે ખૂબ ફાયદાકારક છે. તમે પોસ્ટ ઓફિસ (post Office)ની સાથે મળીને આપણે દર મહિને સારી કમાણી કરી શકો છો. વિભાગે પોસ્ટ ઓફિસની ફ્રેંચાઇઝી (Post office Franchise) માટે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કર્યું છે. આ બિઝનેસ શરૂ કરવા માટે ફક્ત 5,000 રૂપિયા ખર્ચ કરવા પડશે. 5,000 રૂપિયા ખર્ચ કરીને તમે પોસ્ટ ઓફિસ ખોલી શકો છો.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ દેશમાં લગભગ 1.55 લાખ પોસ્ટ ઓફિસ છે, પર6તુ તેમછતાં પણ પોસ્ટ ઓફિસની પહોંચ દરેક જગ્યાએ બની શકી નથી. પોતાની પહોંચને તમામ જગ્યાએ પહોંચાડવા માટે પોસ્ટ ઓફિસ ફ્રેંચાઇઝી આપે છે. હાલ વિભાગે પોતાના નેટવર્કનો ઝડપથી વિસ્તાર કરી રહી છે, જેનો તમે ફાયદો ઉઠાવી શકો છો. જો તમે સારી કમાણી વાળુ કામ કરવા માંગો છો તો પોસ્ટ ઓફિસની ફેંચાઇઝીના માધ્યમથી કરી શકાય છે. આજે અમે તમને જણાવીએ કે તમે કેવી રીતે ફક્ત 5000 રૂપિયામાં પોસ્ટ ઓફિસની ફ્રેંચાઇઝી લઇ શકો છો. 


પોસ્ટ ઓફિસ અત્યારે બે પ્રકારની ફેંચાઇઝી આપે છે. પહેલી આઉટલેટ ફ્રેંચાઇઝી છે અને બીજી પોસ્ટલ એજેન્ટ્સ ફ્રેંચાઇઝી છે. તમે આ બંનેમાંથી કોઇપણ ફ્રેંચાઇઝી લઇ શકો છો. તમને જણાવી દઇએ કે દેશભરમાં ઘણી એવી જગ્યા છે, જ્યાં પોસ્ટ ઓફિસ ખોલવાની જરૂર તો છે, પરંતુ ત્યાં પોસ્ટ ઓફિસ ખોલી શકાતી નથી તે ત્યાં લોકો સુધી સુવિધાઓ પહોંચાડવા માટે ફેંચાઇઝી આઉટલેટ ખોલી શકાય છે. આ ઉપરાંત એવા એજન્ટ્સ જે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં પોસ્ટલ સ્ટેમ્પ્સ અને સ્ટેશનરી ઘરેઘરે પહોંચાડે છે. તેને પોસ્ટલ એજન્ટ્સ ફ્રેંચાઇઝીના નામથી ઓળખાય છે.   
 
ફ્રેંચાઇઝી લેનાર વ્યક્તિની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઇએ. આ ઉપરાંત કોઇપણ ભારતીય વ્યક્તિ પોસ્ટ ઓફિસની ફ્રેંચાઇઝી લઇ શકે છે. સાથે જ ફ્રેંચાઇઝી લેનાર વ્યક્તિ પાસે કોઇ માન્યતા પ્રાપ્ત સ્કૂલમાંથી આઠમું ધોરણ પાસનું સર્ટિફિકેટ હોવું પણ જરૂરી છે. તેના માટે તમારે 5000 રૂપિયા ખર્ચ કરવા પડશે. 


જો તમે પોસ્ટ ઓફિસની ફ્રેંચાઇઝી લેવાનું વિચારી રહ્યા છો, તો તમારી પાસે 500 રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ આપવી પડશે. ફેંચાઇઝી મળ્યા બાદ તમને તમારા કામ નુસાર એક નિશ્વિત કમીશન આપવામાં આવે છે. આ હજારો રૂપિયા મહિનાના હોઇ શકે છે. 


આ ઉપરાંત તમને ગ્રાહકોને પોસ્ટ ઓફિસથી મળનાર સુવિધાઓ જેમ કે સ્ટેમ્પ, સ્પીડ પોસ્ટ, આર્ટિકલ્સ, સ્ટેશનરી, મની ઓર્ડર બુકિંગ માટે તમારા તરફથી સુવિધાઓ પુરી પાડવાની હોય છે. તમને જણાવી દઇએ કે સુવિધાઓ ગ્રાહકોને પોસ્ટલ એજન્ટ્સ બનીને ઘરે ઘરે પહોંચાડી શકાય છે. 


પોસ્ટ ઓફિસની ફ્રેંચાઇઝી માટે તમારે અરજી કરવી પડશે. અરજી કરવા માટે તમે (https://www.indiapost.gov.in/VAS/DOP_PDFFiles/Franchise.pdf) આ ઓફિશિયલ લિંક પર ક્લિક કરો. અહીંથી તમે ફોર્મ ડાઉનલોડ કરીને ફેંચાઇઝી માટે અરજી કરી શકો છો. તમને જણાવી દઇએ કે જે લોકોન પસંદ કરવામાં આવશે તેમને પોસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે એમઓયૂ સાઇન કરવા પડે છે. ત્યારબાદ તે ગ્રાહકોને સુવિધા આપી શકે છે. 


ઓનલાઇન એકાઉન્ટ
ઓનલાઇન એકાઉન્ટેટનું કામ પણ હાલમાં ડિમાન્ડમાં છે. તમારી ઓફિસ ખોલીને તમે કંપની સાથે ટાઇઅપ કરી શકો છો અને તેમના એકાઉન્ટ્સ હેન્ડલ કરી શકો છો. ઘરેબેઠા પણ તમે કોઇ કંપનીનું એકાઉન્ટ ઓનલાઇન સંભાળી શકો છો. તેના અવેજમાં તમે દર મહિને 15 થી 20 હજાર રૂપિયા કમાઇ શકો છો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર