Bar Council of India: હવે વિદેશી વકીલ અને લો ફર્મ ભારતમાં પ્રેક્ટિસ કરી શકશે. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ તેને લઈને નિયમ જાહેર કરી દીધા છે. રજિસ્ટ્રેશન અને રેગ્યુલેશન નિયમ  'Bar Council of India Rules for Registration and Regulation of Foreign Lawyers and Foreign Law Firms in India, 2022ના જણાવ્યા પ્રમાણે વિદેશી લો ફર્મ્સને ભારતમાં પ્રેક્ટિસ કરવાની અનુમતિ મળી શકશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


જો તમે તમારી કારકિર્દીથી નાખુશ છો, તો નોકરી બદલતા પહેલાં એકવાર આ તૈયારી કરી લેજો...


10th, 12th પછી CRPFમાં કેવી રીતે મળશે નોકરી, ઉંમર, ઊંચાઈ સહિતની આ છે સંપૂર્ણ માહિતી


ના બોસ ના ઓવર ટાઈમનું ટેન્શન, આ દેશોમાં મળે છે 'ડ્રીમ જોબ'


શું છે નવો નિયમ:
બીસીઆઈ તરફથી જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે પહેલાં ભારતીય લો પરિષદ વિદેશી વકીલોની ભારતમાં એન્ટ્રીનો વિરોધ કરી રહ્યા હતા. તે કોઈપણ રીતે વિદેશી વકીલો અને કાયદા ફર્મને અહીંયા આવવાના વિરોધમાં હતી. પરંતુ પરિષદના સંયુક્ત સલાહકારો, અધ્યક્ષ, ઉપાધ્યક્ષો અને બીજા લોકોએ તેના પર વિચાર કર્યો અને પોતાની મહોર લગાવી. નવો નિયમ કહે છે કે ભારતમાં પ્રેક્ટિસ માટે વિદેશી વકીલો અને લો ફર્મે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. માત્ર 5 વર્ષ માટે રજિસ્ટ્રેશન હશે અને તેના પછી તેને રિન્યુઅલ કરવાનું રહેશે.


શું ફાયદો થશે:
બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ જાણકારી આપતાં કહ્યું કે હવે સમય આવી ગયો છે કે જ્યારે આ મુદ્દા પર નિર્ણય કરવામાં આવે. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાનું માનવું છે કે વિદેશી લો પ્રેક્ટિસના ફિલ્ડમાં વિદેશી વકીલો માટે ભારતમાં દરવાજા ખોલવાથી નોન લિટિગેશન મામલામાં આંતરરાષ્ટ્રીય કાયદા અને આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા મામલામાં ભારતના વકીલોને ફાયદો મળશે. તેના માટે ભારતમાં કાયદાકીય પ્રોફેશન અને ડોમેન વધારવામાં પણ મદદ મળશે.