`દેશમાં પુરૂષોના મુકાબલે 19 ટકા ઓછો પગાર મેળવે છે મહિલાઓ`
દેશમાં પુરૂષો અને મહિલાઓના પગારમાં અત્યાર સુધી મોટું અંતર હતું. મહિલાઓનો પગાર પુરૂષોના મુકાબલે 19 ટકા ઓછો છે. એક સર્વેમાં આ સ્પષ્ટ થયું છે. મોન્ટર વેતન ઇન્ડેક્સ (એમએસઆઇ)ના અનુસાર દેશમાં લિંગના આધારે પગારમાં અંતર 19 ટકા છે. અહીં મહિલાઓના મુકાબલે પુરૂષોને 46.19 રૂપિયા વધુ પગાર મળે છે. વર્ષ 2018માં પ્રતિ કલાકના હિસાબે પુરૂષોનું કુલ વેતન 242.49 રૂપિયા રહ્યું જ્યારે મહિલાઓનું વેત 196.3 રૂપિયા રહ્યું છે.
નવી દિલ્હી: દેશમાં પુરૂષો અને મહિલાઓના પગારમાં અત્યાર સુધી મોટું અંતર હતું. મહિલાઓનો પગાર પુરૂષોના મુકાબલે 19 ટકા ઓછો છે. એક સર્વેમાં આ સ્પષ્ટ થયું છે. મોન્ટર વેતન ઇન્ડેક્સ (એમએસઆઇ)ના અનુસાર દેશમાં લિંગના આધારે પગારમાં અંતર 19 ટકા છે. અહીં મહિલાઓના મુકાબલે પુરૂષોને 46.19 રૂપિયા વધુ પગાર મળે છે. વર્ષ 2018માં પ્રતિ કલાકના હિસાબે પુરૂષોનું કુલ વેતન 242.49 રૂપિયા રહ્યું જ્યારે મહિલાઓનું વેત 196.3 રૂપિયા રહ્યું છે.
1 એપ્રિલથી GST માં થશે આ મહત્વપૂર્ણ ફેરફાર, જાણો તમારા બિઝનેશ પડશે શું અસર
નાણાકીય સેવા ક્ષેત્રમાં સૌથી ઓછું અંતર
ક્ષેત્રોના આધાર વેતનમાં સૌથી વધુ અંતર એટલે કે 26 ટકા સૂચના ટેક્નોલોજી અને સંબંધિત ક્ષેત્રોમાં જોવા મળ્યું. તો બીજી તરફ ઉત્પાદન ક્ષેત્રમાં મહિલાઓના મુકાબલે પુરૂષોને 24 ટકા વધુ વેતન મળ્યું. સામાન્ય રીતે મહિલાઓ માટે યોગ્ય ગણાતા સામાજિક કાર્ય, દેખભાળ સેવાઓ અને સ્વાસ્થ્ય સેવા ક્ષેત્રમાં પન પુરૂષોનો પગાર મહિલાઓ કરતાં 21 ટકા વધુ જોવા મળ્યો. લિંગના આધારે પગારમાં સૌથી ઓછું અંતર નાણાકીય સેવા ક્ષેત્રમાં જોવા મળ્યું જ્યાંન મહિલાઓના મુકાબલે પુરૂષોને બે ટકા વધુ વેતન પ્રાપ્ત થયું.
વિદેશની એરલાઇન્સમાં એર હોસ્ટેસ બનનાર આ છે પ્રથમ ગુજરાતી મહિલા, આજે છે સફળ ઉદ્યોગપતિ
નોકરીયાત મહિલાઓની સંખ્યામાં ઘટાડો
બીજી તરફ ઉદ્યોગ ક્ષેત્રની બદલાતી જરૂરિયાતોને જોતાં દેશમાંન કૌશલ વિકાસને લઇને ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મહિલાઓના કૌશલ વિકાસ પર સરકારનું વિશેષ ધ્યાન છે. પરંતુ એક સર્વે અનુસાર કાર્યબળમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ 2018માં એકદમ ઓછું થયું છે. ડેલૉઇટ દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર 2005માં જ્યાં નોકરી-ધંધા ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી 36.7 ટકા હતી. તો 2018માં ઘટીને 26 ટકા થઇ ગઇ છે.
AADHAAR વડે વરિફિકેશન પર હવે લાગશે ચાર્જ, UIDAI એ જાહેર કર્યા નિર્દેશ
બીજી તરફ અસંગઠિત ક્ષેત્ર અથવા મહેનતવાળા ક્ષેત્રોમાં 19.5 ટકા મહિલાઓ કાર્યરત છે. રિપોર્ટમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા સારા શિક્ષણ સુધી મહિલાઓની ઓછી પહોંચ હોવી અને ડિજિટલ વિભેદ (ડિજિટલ ડિવાઇડ)ના વધારાને ગણાવવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશ જ નહી દુનિયાભરમાં રોજગાર ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી ઓછી થવાની વૃત્તિ જોવા મળી રહી છે.