AADHAAR વડે વરિફિકેશન પર હવે લાગશે ચાર્જ, UIDAI એ જાહેર કર્યા નિર્દેશ

આ ચાર્જને સંબંધિત બિલના 15 દિવસમાં ચૂકવણી કરવી પડશે. તેમછતાં ચાર્જની ચૂકવણી કરતાં દર મહિને દોઢ ટકા વ્યાજના દરે ચૂકવણી કરવી પડશે. આ

AADHAAR વડે વરિફિકેશન પર હવે લાગશે ચાર્જ, UIDAI એ જાહેર કર્યા નિર્દેશ

ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તા (UIDAI)એ કહ્યું કે વ્યાવસાયિક પ્રતિષ્ઠાનોને દરેક ગ્રાહક-ખરાઇમાં આધારની સેવા ઉપયોગ કરતાં 20 રૂપિયા અને સોદામાં ધનની લેણદેણની પુષ્ટિ માટે 50 પૈસા ચાર્જ ચૂકવવો પડશે. દરેક ઇ-કેવાઇસીમાં આધાર સેવા માટે 20 રૂપિયા અને પૈસાની દરેક લેવડ-દેવડ વખતાં 'હા અથવા નહી'ની પુષ્ટિ માટે 50 પૈસા ચાર્જ લાગશે. આ ચાર્જ ટેક્સ સાથે હશે. ભારતના રાજપત્રમાં ઇશ્યૂ કરવામાં આવેલ અધિસૂચનાના અનુસાર સરકારી પ્રતિષ્ઠાનો અને પોસ્ટઓફિસને આ ચાર્જમાંથી મુક્ત રાખવામાં આવી છે. 

આ અંગે એક અધિકારીએ પીટીઆઇ-ભાષાને કહ્યું કે પહેલાં વ્યાવસાયિક પ્રતિષ્ઠાનોના આધારની સુવિધા વિના એક ગ્રાહકના સત્યાપન પર ઓછામાં ઓછો 150 રૂપિયાથી 200 રૂપિયા સુધીનો ખર્ચ થતો હતો. આધાર દ્વારા સત્યાપનમાં કંપનીઓ અને તેમના ગ્રાહકો બંનેને સુવિધા રહે છે. આધાર સેવા માટે આ ચાર્જ આપવા છતાં તે ફાયદામાં રહેશે.

આ ચાર્જને સંબંધિત બિલના 15 દિવસમાં ચૂકવણી કરવી પડશે. તેમછતાં ચાર્જની ચૂકવણી કરતાં દર મહિને દોઢ ટકા વ્યાજના દરે ચૂકવણી કરવી પડશે. આ સાથે જ તેમના આધાર સત્યાપન અને ઇ-કેવાઇસી સેવાઓને રોકી દેવામાં આવશે. યૂઆઇડીએઆઇના સૂત્રોએ જણાવ્યું હતું કે ચાર્જ લાઇસન્સ ચાર્જ અને નાણાકીય નિયંત્રણો ઉપરાંત હશે. ચાર્જનું વિવરણ અલગ ઇશ્યૂ કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news