1 એપ્રિલથી GST માં થશે આ મહત્વપૂર્ણ ફેરફાર, જાણો તમારા બિઝનેશ પડશે શું અસર

1 એપ્રિલથી GST માં થશે આ મહત્વપૂર્ણ ફેરફાર, જાણો તમારા બિઝનેશ પડશે શું અસર

મોદી સરકારે નાના વેપારીઓ માટે જીએસટી (GST)માં રજીસ્ટ્રેશનમાંથી મુક્તિ માટે વાર્ષિક બિઝનેસની સીમા વધારીને 40 લાખ રૂપિયા કરવાનો નિર્ણય ગુરૂવારે સૂચિત કર્યું. તેના હેઠળ આ છૂટ 1 એપ્રિલથી લાગૂ થશે. તેનાથી નાના તથા મધ્યમ ઉદ્યોગોને લાભ થશે. આ ઉપરાંત 1.5 કરોડ રૂપિયા સુધીનો બિઝનેસ કરનાર એકમોને એક સામટો ટેક્સ (કંપોઝિશન)ની યોજના પણ એક એપ્રિલથી લાગૂ થશે. 

સાથે જ સેવા પુરી પાડનાર તથા સામાન અને સેવાઓને સપ્લાયર્સ જીએસટીની કંપોઝિશન વિકલ્પ અપનાવવાના પાત્ર છે અને 6 ટકાના દરથી નાણાકીય વર્ષની શરૂઆતથી ટેક્સ ચૂકવી શકે છે. પરંતુ તેના માટે તેમને ઇનપુટ ટેક્સનો લાભ નહી મળે. 

નાણા મંત્રી અરૂણ જેટલીની અધ્યક્ષતાવાળી જીએસટી પરિષદે 10 જાન્યુઆરીના રોજ આ નિર્ણય કર્યો હતો. પરિષદમાં રાજ્યોના નાણામંત્રી સામેલ છે. નાણા મંત્રાલયના નિવેદન અનુસાર આ નિર્ણય 1 એપ્રિલથી લાગૂ થશે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે, ''વસ્તુઓના સપ્લાયર્સ માટે જીએસટી હેઠળ રજીસ્ટ્રેશન અને ચૂકવણીમાંથી છૂટ માટે બે સીમા છે. એક સીમા 40 લાખ રૂપિયા અને બીજી સીમા 20 લાખ રૂપિયા છે. રાજ્યોની પાસે એક સીમા અપનાવવાનો વિકલ્પ છે.'' 

સર્વિસ પ્રોવાઇડરના રજીસ્ટ્રેશન માટે સીમા 20 લાખ રૂપિયા તથા વિશેષ શ્રેણીવાળા રાજ્યોના મામલે 10 લાખ રૂપિયા છે. સાથે જ જીએસટી કંપોઝિશન હેઠળ હવે 1.5 કરોડ રૂપિયાનો બિઝનેસ કરનાર બિઝનેસમેન આવશે જ્યારે અત્યાર સુધી 1.0 કરોડ હતી. તેના હેઠળ બિઝનેસમેનને એક ટકા ટેક્સ ચૂકવવો પડશે. આ એક એપ્રિલથી લાગૂ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news