Government Job: તગડા પગારવાળી સરકારી નોકરીની આવી ભરતી, આ વખતે ચુકતા નહીં આ મોકો
Tax Inspector and Tax Assistant Recruitment: આવકવેરા વિભાગમાં નોકરીની તક , જાણી લો તમારી લાયકાત યોગ્ય છે કે નહીં. અરજી કરતા પહેલા ઉમેદવારોએ સૂચના ધ્યાનથી વાંચવી જોઈએ અને તપાસ કરવી જોઈએ કે તેઓ તમામ માપદંડોને પૂર્ણ કરે છે. ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવા, જરૂરી દસ્તાવેજો જોડવા અને રજિસ્ટર્ડ પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટ દ્વારા અરજી મોકલવાની રહેશે
Income Tax Recruitment 2023 Salary: તમે ઈન્કમ ટેક્સ વિભાગમાં ઈન્સ્પેક્ટર, ટેક્સ આસિસ્ટન્ટ અને MTS માટે અરજી કરી શકો છો. ફોર્મ કેવી રીતે ભરવું, છેલ્લી તારીખ, પાત્રતા વગેરેની વિગતો અહીં આપવામાં આવી છે. યુપી પશ્ચિમ અને ઉત્તરાખંડના આવકવેરા વિભાગે ટેક્સ ઈન્સપેક્ટર, ટેક્સ સહાયક અને એમટીએસની પોસ્ટ માટે મેઘાવી સ્પોર્ટ્સ પર્સન પાસેથી અરજીઓ માંગી છે. આ ભરતી અભિયાનમાં કુલ 41 જગ્યાઓ ભરવાની છે. ઉમેદવારો આ ભરતી માટે ઈન્કમટેક્સ UP પશ્ચિમ અને ઉત્તરાખંડ પ્રદેશની સત્તાવાર વેબસાઈટ https://office.incometaxindia.gov.in/ અથવા https://office.incometaxindia.gov.in/kanpur/pages/default.aspx પર અરજી કરી શકે છે. છે. 11 માર્ચ 2023થી ઓફલાઈન રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. અરજી કરવાની છેલ્લી તારીખ રોજગાર અખબારમાં જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી એક મહિનાની છે.
How to Apply and Fees ઉમેદવારોએ ઑફલાઇન મોડમાં અરજી કરવાની રહેશે. અરજી ફોર્મ સત્તાવાર સૂચના સાથે અપલોડ કરવામાં આવશે. અરજી કરતા પહેલા ઉમેદવારોએ સૂચના ધ્યાનથી વાંચવી જોઈએ અને તપાસ કરવી જોઈએ કે તેઓ તમામ માપદંડોને પૂર્ણ કરે છે. ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવા, જરૂરી દસ્તાવેજો જોડવા અને રજિસ્ટર્ડ પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટ દ્વારા અરજી મોકલવાની રહેશે - Assistant Commissioner of Income Tax (Admn), 2nd Floor, Aayakar Bhawan, 16/69 Civil Lines Kanpur 208001 પર મોકલવાનું રહેશે. પરિશિષ્ટ-II મુજબ ભરેલું અરજીપત્ર ફક્ત રજીસ્ટર્ડ/સ્પીડ પોસ્ટ દ્વારા જ સ્વીકારવામાં આવશે. અરજીપત્રક મોકલતી વખતે, “Application for Recruitment in Sports Quota for the Post of Inspector/Tax Assistant/Multi-Tasking Staff” પરબિડીયા પર સરનામું લખવાનું ભૂલતા નહીં. અરજી ફોર્મ 11મી એપ્રિલ સુધીમાં પહોંચવું જોઈએ.
આ ભરતી પ્રક્રિયા દ્વારા, ટેક્સ ઈન્સપેક્ટરની 4 જગ્યાઓ, ટેક્સ આસિસ્ન્ટન્ટની 18 જગ્યાઓ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફની 19 જગ્યાઓ ભરવામાં આવશે. આ રીતે કુલ 41 જગ્યાઓ પર ભરતી થવાની છે. વય મર્યાદા વિશે વાત કરીએ તો, આવકવેરા નિરીક્ષક માટે 30 વર્ષ, ટેક્સ સહાયક માટે 18 થી 27 વર્ષ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ માટે 18 થી 25 વર્ષ રાખવામાં આવ્યા છે.
Income Tax Recruitment Salary:
ઈન્કમટેક્સ ઈન્સપેક્ટર - Pay Level 7 (રૂ. 44900-142400)
ટેક્સ આસિસ્ટન્ટ - Pay Level 4 (રૂ. 25500- 81100)
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ - Pay Level 1 (રૂ. 18000-56900)