Vacancy in India Armed Forces: ભારતની ત્રણેય સેનાઓમાં 1.55 લાખ પદ ખાલી છે. તેમાંથી 1.36 લાખ પદ માત્ર ભારતીય સેનામાં છે. સરકારે સોમવારે રાજ્યસભામાં આ અંગે જાણકારી આપી. લેખિત જવાબમાં રક્ષા રાજ્યમંત્રી અજય ભટ્ટે કહ્યું કે સશસ્ત્ર સેનામાં ઓફિસરોની અછત અને તેને અટકાવવાના ઉપાયો પર સતત નજર રાખવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે સેનામાં સામેલ થવા માટે યૂથ આગળ આવો અને તેના માટે અનેક પગલાં ઉઠાવવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભટ્ટે કહ્યું કે ભારતીય સેનામાં 8129 ઓફિસરોની અછત છે. જેમાં આર્મી મેડિકલ કોર્પ્સ અને આર્મી ડેન્ટલ કોર્પ્સનો સમાવેશ થાય છે. તે સિવાય 509 ખાલી જગ્યા મિલિટરી નર્સિંગ સર્વિસ અને 1,26,673 જગ્યા જેસીઓ અને અન્ય રેન્ક પર પણ ખાલી જગ્યા છે. મંત્રીએ કહ્યું કે સેના તરફથી નોકરી પર રાખવામાં આવલા નાગરિકોના ગ્રૂપ એમાં 252 ખાલી જગ્યા છે. ગ્રૂપ બીમાં 2549 અને ગ્રૂપ સીમાં 35,368 જગ્યા ખાલી છે.


ક્યાં કેટલી જગ્યા ખાલી:
નેવીમાં 12,428 જવાનોની જગ્યા ખાલી છે. તે સિવાય 10,746 બોટ ડ્રાઈવર, 29 મેડિકલ અને ડેન્ટલ ઓફિસર, 1653 ઓફિસરોની જગ્યા ખાલી છે. જ્યારે સિવિલિયન કર્મચારીઓના ગ્રૂપ એમાં 165 જગ્યા નેવીમાં ખાલી છે. ગ્રૂપ બીમાં આ આંકડો 4207 છે. જ્યારે ગ્રૂપ સીમાં 6156 છે. ભારતીય વાયુસેનામાં 7031 જવાનોની જગ્યા ખાલી છે. તે સિવાય 721 ઓફિસર, 16 મેડિકલ ઓફિસર, 4734 એરમેન અને મેડિકલ આસિસ્ટન્ટ ટ્રેડના 113 એરમેનની જગ્યા પણ છે. કામ કરી રહેલા નાગરિકોના ગ્રૂપ એમાં 22, ગ્રૂપ બીમાં 1303 અને ગ્રૂપ સીમાં 5531 જગ્યા ખાલી છે. 


ભટ્ટે કહ્યું કે સશસ્ત્ર સેનાઓ નિયમિત રીતે જવાનોની અછત અને તેને લઈને ઉઠાવવામાં આવતાં પગલાંની સમીક્ષા વ્યાપક વિશ્લેષણના આધારે કરતું રહે છે. દેશની સેવા માટે યૂથ આગળ આવે. કેમ કે સેના દ્વારા અનેક પગલાં ઉઠાવવામાં આવી રહ્યા છે.


આ પણ વાંચો:
કપરા સમય માટે રહો તૈયાર...ભારતમાં ગરમીના કારણે માનવજાતિના અસ્તિત્વ પર જોખમ!
ઘરનું ઘર ખરીદવાનું વિચારી રહ્યાં છો! દેશમાં અમદાવાદનો આ વિસ્તાર સૌથી વધુ થયો સર્ચ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 301 કેસ નોંધાયા, અમદાવાદ શહેરમાં સૌથી વધુ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube