IGNOU ને લોન્ચ કર્યા ડિમાન્ડ હોય તેવા 4 MBA કોર્સ, ડિગ્રી આવતા નોકરીની લાઈન લાગશે
Admission Open : IGNOU એ સત્ર 2024 થી ચાર નવા ડિમાન્ડિંગ MBA કોર્સ શરૂ કર્યા, જેના એડમિશનની અંતિમ તારિખ 30 જૂન છે, વિદ્યાર્થીઓ ignouadmission.samarth.edu.in પર જઈને એડમિશનની તમામ માહિતી મેળવી શકશે
IGNOU MBA Admission 2024: વર્ષ 2024 માં MBA કોર્સમાં એડમિશન લેવા ઈચ્છતા લોકો માટે સારી ખબર છે. ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઓપન યુનિવર્સિટીએ નવા સત્ર 2024 માટે MBA ના ચાર નવા કોર્સની શરૂઆત કરી છે. ઈચ્છુક અને યોગ્ય વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેસબાઈટ ignouadmission.samarth.edu.in પર જઈને એડમિશન માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. એપ્લાય કરાવની અંતિમ તારીખ 31 જુન 2024 છે. તેમાં એમબીએ ઈન હેલ્થકેર એન્ડ હોસ્પિટલ, એમબીએ ઈન એગ્રિ બિઝનેસ, એમબીએ ઈન કન્સ્ટ્રક્શન અને એમબીએ ઈન લોજિસ્ટિક એન્ડ સપ્લાય ચેનના કોર્સિસ સામેલ છે.
- MBA in Healthcare and Hospital Management
- MBA in Agri Business
- MBA in Construction
- MBA in Logistic And Supple Chain
આ 4 MBA કોર્સ કેમ ખાસ છે
આ નવા કોર્સની શરૂઆત કરતા ઈગ્નૂના ડાયરેક્ટર ડો.અનિલકુમાર ડીમરીએ માહિતી આપી કે, આ તમામ કોર્સ યુવાઓને રોજગાર આપવામાં મદદગાર સાબિત થશે. તેનાથી યુવાઓને નવી આધુનિક અને ટેકનિકલ દુનિયા સાથે જોડવાની તક મળશે. આ તમામ કોર્સ જે ફેમસ અને એક્સપર્ટસ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. તેના માધ્યમથી વિદ્યાર્થીઓ આ ફિલ્ડમાં પોતાની નવી ઓળખ બનાવશે. તેમજ તેમાં સફળ પણ થશે. સાથે જ નવી સ્કિલ્સને પણ પ્રોત્સાહન મળશે.
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : આજે 10 થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદ તૂટી પડશે
MBA એડમશિન માટે કેટલા માર્કસ જરૂરી
ઈગ્નૂમાં MBA કોર્સમાં એડમિશન માટે વિદ્યાર્થીઓએ કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી 50 ટકા સાથે ગ્રેજ્યુએશન પાસ હોવુ જોઈએ. તેમજ તમામ આરક્ષિત વર્ગના વિદ્યાર્થીઓએ ઓછામાં ઓછા 45 ટકા માર્કસ સાથે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ.
IGNOU માં MBA કોર્સની ફી કેટલી છે
આ 4 નવા કોર્સની ફી 2,75000 રૂપિયા છે. તેમાં પહેલા સેમેસ્ટર માટે 15,500, બીજા સેમેસ્ટર માટે 15,500, ત્રીજા સેમેસ્ટર માટે 19,500 અને ચોથા સેમેસ્ટર માટે 17,500 રૂપિયા આપવાના રહેશે. આ ફીનું પેમેન્ટ સેમેસ્ટર વાઈઝ કરવાનું રહેશે.
IGNOU માં એડમિશન માટે કેવી રીતે એપ્લાય કરશો
આવેદન કરવા માટે સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટ ignouadmission.samarth.edu.in પર જાઓ.
ત્યાં હોમ પરના IGNOU MBA Admission 2024 પર ક્લિક કરો.
ત્યાં માંગવામાં આવનારી તમામ માહિતીને આરામથી સમજીને ભરો.
માંગવામાં આવેલ ડોક્યુમેન્ટ્સની સ્કેન કરાયેલી કોપીને અપલોડ કરો
આવેદન પ્રક્રિયા પૂરી કરવા માટે નક્કી કરવામાં આવેલ આવેદન રકમનું ઓનલાઈન પેમેન્ટ કરો
આવેદન પ્રક્રિયા પૂરી થયા બાદ એપ્લિકેશન ફોર્મ તમારી પાસે રાખી લો.
દુનિયાના અંતની નવી ભવિષ્યવાણી, એક નવી મહામારીથી માણસો બની જશે ઝોમ્બી