ONGC Bharti: ધોરણ 10, 12 અને ગ્રેજ્યુએટ માટે નોકરીની ભરમાર, જાણો દરેક વિગત
Sarkari Naukri 2023 ONGC Bharti 2023: ઓએનજીસીમાં બમ્પર પદો પર ભરતી નિકળી છે. જો તમે પણ ઓયલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડમાં નોકરી કરવાનું મન બનાવી રહ્યાં છો તો અહીં અરજી કરી શકો છો.
નવી દિલ્હીઃ ONGC Recruitment 2023 Notification: ઓયલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC)માં નોકરી મેળવવા માટે ઈચ્છુક છો, તો તમારા માટે સારા સમાચાર છે. ઓએનસીજીએ એપ્રેન્ટિસના પદો માટે બમ્પર ભરતી બહાર પાડી છે. જો તમે ધોરણ 10, 12 પાસ કે ગ્રેજ્યુએટ છો અને બેરોજગાર છો તો આ પદ માટે અરજી કરી શકો છો. તે માટે ઉમેદવાર ONGC ની સત્તાવાર વેબસાઇટ ongcindia.com પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો. ONGC માં આ ભરતી હેઠળ કુલ 2500 જગ્યા ભરવામાં આવશે.
ONGC ભરતી 2023 માટે અરજી કરવાની પ્રક્રિયા 1 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગઈ છે. જે પણ ઉમેદવાર તેમાં અરજી કરવા ઈચ્છે છે તે 20 સપ્ટેમ્બર સુધીમાં અરજી કરી શકે છે. આ સિવાય આ પદ સંબંધિત વધુ જાણકારી માટે વિસ્તારથી માહિતી નીચે જોઈ શકો છો.
ONGC એપ્રેન્ટિસ માટે શું છે યોગ્યતા
ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસઃ ઉમેદવાર જે પણ આ પદ માટે અરજી કરી રહ્યાં છે, તેની પાસે કોઈ વિશ્વવિદ્યાલયમાં B.A / B.Com / B.Sc / B.B.A/ B.E./ B.Tech ની ડિગ્રી હોવી જોઈએ.
આ પણ વાંચોઃ આ દેશમાં ખૂલ્યા નોકરીના ઢગલાબંધ ઓપ્શન, ડોલરની સાથે પીઆર પણ ફટાફટ મળી જશે
ડિપ્લોમા એપ્રેન્ટિસઃ આ પદ માટે અરજી કરનાર ઉમેદવાર પાસે માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી સંબંધિત બ્રાન્ચમાં ડિપ્લોમાની ડિગ્રી હોવી જોઈએ.
ટ્રેડ એપ્રેન્ટિસઃ જો તમે કોઈ બોર્ડ કે સંસ્થામાંથી ધોરણ 10/ધોરણ 12/ITI કરી ચુક્યા છો તો આ પદ માટે અરજી કરી શકો છો.
શું છે ઓએનસીજી એપ્રેન્ટિસની ઉંમર મર્યાદા
જે ઉમેદવારોએ ઓએનસીજીમાં નોકરી મેળવવા ઈચ્છો છો તેની ઉંમર 20 સપ્ટેમ્બર 2023 સુધી 18થી 24 વર્ષ વચ્ચે હોવી જોઈએ. બાકી તે ફોર્મ ભરવા માટે યોગ્ય ગણાશે નહીં.
આ છે પસંદગીની પ્રક્રિયા
આ ભરતીમાં એપ્રેન્ટિસ પદો પર ઉમેદવારોની પસંદગી નોટિફિકેશનમાં નિર્ધારિત યોગ્યતા પરીક્ષામાં પ્રાપ્ત કરવામાં આવેલા માર્ક્સના આધારે કરવામાં આવશે. જો કોઈ બે ઉમેદવારના માર્ક્સ સમાન રહે છે તો જે ઉમેદવારની ઉંમર વધુ હશે તેના પર વિચાર કરવામાં આવશે.
આ પણ વાંચોઃ ઓસ્ટ્રેલિયન સરકારના એક નિર્ણયથી ભારતીય વિદ્યાર્થીઓને સીધો ફાયદો, કરો એપ્લાય
ONGC એપ્રેન્ટિસને મળનાર પગાર
ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસઃ 9000 રૂપિયા
ડિપ્લોમા એપ્રેન્ટિસઃ 8000 રૂપિયા
ટ્રેડ એપ્રેન્ટિસઃ 7000 રૂપિયા
વધુ માહિતી માટે તમે ઓએનસીજીની વેબસાઇટ ongcindia.com પર મુલાકાત લઈ શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube