શરૂ થશે RRB Group D ની જગ્યા માટે ભરતી, Job મેળવનારને મળશે આટલો પગાર
RRB NTPC પરીક્ષા પૂર્ણ થતા જ રેલવે ભરતી બોર્ડ (Railway Recruitment Board) ગ્રુપ ડીની (Group D) જગ્યા પર પરીક્ષાનું આયોજન કરશે. આ જગ્યા પર સિલેક્ટ થવા માટે પ્રથમ સ્ટેજમાં ઓનલાઇન પરીક્ષા યોજાશે. જ્યારે બીજા સ્ટેજમાં ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ હશે
નવી દિલ્હી: RRB NTPC પરીક્ષા પૂર્ણ થતા જ રેલવે ભરતી બોર્ડ (Railway Recruitment Board) ગ્રુપ ડીની (Group D) જગ્યા પર પરીક્ષાનું આયોજન કરશે. આ જગ્યા પર સિલેક્ટ થવા માટે પ્રથમ સ્ટેજમાં ઓનલાઇન પરીક્ષા યોજાશે. જ્યારે બીજા સ્ટેજમાં ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ હશે. જે પણ ઉમેદવાર પ્રથમ સ્ટેજની પરીક્ષા પાસ કરશે માત્ર તેમને જ બીજા સ્ટેજની પરીક્ષામાં ભાગ લેવાની તક મળશે.
જાણો કેટલો મળશે પગાર
એવામાં જો ઉમેદવાર બંને સ્ટેજ પાસ કરે છે તો તેને ડોક્યૂમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. અને પ્રક્રિયા પૂરી થયા બાદ કેન્ડિડેટ્સની નિયુક્ત કરવામાં આવશે. ઘણા ઉમેદવારોના મનમાં આ સવાલ હશે કે ગ્રુપ ડીની જગ્યા પર સિલેક્ટ થયા બાદ તેમને કેટલો પગાર મળશે. તો તમને જણાવી દઇએ કે, કર્મચારીઓને 18,000 રૂપિયા શરૂઆતી વેતન સાથે 7માં સીપીસી પૈ મેટ્રિક્સના લેવલ 1 અનુસાર પગાર આપવામાં આવશે. વધારે ડિટેલ નીચે ટેબલમાં જોઇ શકો છો.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube