Water Sciences and IHP Programme: યુનેસ્કોએ પોતાના પેરિસ મુખ્યાલયમાં ચીફ ઓફ સેક્શન (પી-5)ના પદ માટે અરજી મંગાવવાનું શરૂ કરી દીધું છે, જેનો ઉદ્દેશ્ય જળ વિજ્ઞાનની પહેલનું નેતૃત્વ કરવાનો છે. શિક્ષણ મંત્રાલયે આ ખાલી જગ્યા અંગે એક સૂચના બહાર પાડી છે, જેમાં લાયક ઉમેદવારોને યુનેસ્કોની સત્તાવાર વેબસાઇટ પર વિગતોની સમીક્ષા કરવા વિનંતી કરવામાં આવી છે. સત્તાવાર વેબસાઇટ પર અરજી કરવાની છેલ્લી તારીખ ઓક્ટોબર 28, 2024 છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ તહેવારો મારી નાંખશે! કડીમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો, 10 દિવસમાં બીજી ફેક્ટર


ઈચ્છુક અને લાયક અરજદારોને વધુ માહિતી અને અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઇટ પર નજર રાખવાની સલાહ આપવામાં આવે છે. વિભાગના વડા યૂનેસ્કોની જલ વિજ્ઞાન પરિયોજનાઓ, વિશેષ રૂપથી ઈન્ટરનેશનલ હાઇડ્રોજિયોલોજિકલ પ્રોગ્રામ (IHP) દ્વારા કરવામાં આવેલી ડિઝાઇન અને સંકલનમાં મુખ્ય ભૂમિકા ભજવશે.


કેનેડાના PR જોઈએ છે? આ 3 સ્ટેપને ફોલો કરી કાયમ માટે આ દેશ બની જશે તમારું બીજું ઘર


જવાબદારીના પ્રમુખ ફીલ્ડમાં ગ્રાઉન્ડ વોટર મેનેજમેન્ટ, જલ અને માનવ વસ્તીઓ, તથા અન્ય સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાઓ અને ભાગીદારો સાથે મળીને જળ સહકારને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે.


ઉમેદવારો પાસે હાઈડ્રોજિયોલોજી અને જળ સંસાધનોમાં એખ્સપર્ટઝની સાથે મીઠા પાણી અને પર્યાવરણ વિજ્ઞાનમાં એડવાન્સ ડિગ્રી (માસ્ટર કે સમકક્ષ) હોવી જોઈએ. તેના સિવાય અરજદારોની પાસે સંસાધન કે હાઈડ્રોજિયોલોજીમાં ઓછામાં ઓછા 10 વર્ષનો અનુભવ હોવો જોઈએ. જેમાં ઈન્ટરનેશનલ સ્તર પર ઓછામાં ઓછા પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ.


દીવાળી પહેલા અચાનક સોનાના ભાવ થયા ધડામ, ભાવમાં મોટો કડાકો, લેટેસ્ટ રેટ જાણો


જળ સંબંધી સંયુક્ત રાષ્ટ્ર એન્જસીઓ, પ્રોફેશનલ્સ એનજીઓ અથવા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે કામ કરવાનો અનુભવ પણ જરૂરી છે. 30 દિવસની વાર્ષિક રજા, કૌટુંબિક ભથ્થાં, તબીબી વીમો અને પેન્શન યોજના જેવા લાભો સાથે આ પોસ્ટ માટે વાર્ષિક પ્રારંભિક પગાર આશરે US $ 151,429 અમેરિકી ડોલર (અંદાજે રૂ. 1,27,31,166) છે. આ માટે અરજી કરવાની સીધી લિંક https://careers.unesco.org/job/Paris-Chief-of-Section/802728702/ છે.