Reliance Industries Nikhil Meswani : મુકેશ અંબાણી ભારતના સૌથી વધી અમીર વ્યક્તિ છે. તેઓ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝા ચેરમેન છે. જે ભારતની સૌથી મૂલ્યવાન કંપની છે. મુકેશ અંબાણી પોતાની સહાયક કંપનીના માધ્યમથી અનેક પ્રકારના વ્યવસાયોમાં સામેલ છે. તેમનો આખો પરિવાર વ્યવસાયમાં સંકળાયેલો છે. મુકેશ અંબાણીએ પોતાના નજીકના લોકોને પણ પોતાની કંપનીઓમાં સ્થાન આપ્યું છે. જેમાં એક છે નિખીલ મેસ્વાણી. તેમની વાત કરીએ તો તેઓ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં સૌથી વધુ પગાર લેતા કર્મચારી છે. તેઓ મુકેશ અંબાણીના પ્રથમ બોસ રસિકભાઈ મેસ્વાણીના દીકરા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રસિકભાઈને મુકેશ અંબાણીને માર્ગદર્શન કરવા કહેવાયું હતું
મુકેશ અંબાણીએ પોતાના પિતા ધીરુભાઈ અંબાણીના વ્યવસાયમાં એન્ટ્રી કરી, ત્યારે રસિકભાઈ મેસ્વાણીએ તેમનું માર્ગદર્શન કર્યુ હતું. ધીરુભાઈ અંબાણીના ભત્રીજા અને રિલાયન્સના મૂળ નિર્દેશકોમાંથી એક રસિકભાઈ મુકેશભાઈને માર્ગદર્શન આપતા હતા. એક ઈન્ટરવ્યૂમાં મુકેશ અંબાણીએ પોતાના શરૂઆતના દિવસોને યાદ કરીને રસિકભાઈનું નામ લીધુ હતું. તે સમયે તેઓ પોલિએસ્ટર સેગમેન્ટનું મેનેજમેન્ટ કરી રહ્યા હતા. જેમના તેઓ આસિસટન્ટ બન્યા હતા. 


મહેસાણાના આ દાદામાં છે ગજબનો પાવર! 74 વર્ષની ઉંમરે રામનું નામ લઈ નીકળી પડ્યા


નિખીલ મેસ્વાણીનો રોલ
રસિક મેસ્વાણીના દીકરા એટલે નિખીલ મેસ્વાણી. તેઓ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં સૌથી વધુ પગાર મેળવનાર કર્મચારી છે. મુકેશ અંબાણીના માર્ગદર્શનમાં નિખીલ મેસ્વાણીએ પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ધીરે ધીરે આગળ વધતા તેઓ કંપનીમાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બની ગયા. નિખિલ 1986 માં રિલાયન્સમાં સામેલ થયા હતા. 1 જુલાઈ, 1988 થી કંપનીના બોર્ડમાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરના પદ સાથે ફુલટાઈમ ડાયરેક્ટરના રૂપમાં કાર્યરત થયા હતા. તેમનું પ્રાઈમરી ફોકસ પેટ્રોકેમિકલ્સ ડિવિઝન પર હોય છે. જ્યાં તેઓએ પેટ્રોકેમિકલ્સ ઈન્ડસ્ટ્રીઝમાં રિલાયન્સને એક ગ્લાબલ પાવરહાઉસના રૂપમાં સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. 


અયોધ્યા રામ મંદિરમાં પાયાનો પથ્થર બનેલા 22 કારસેવકોનું કરાયું સન્માન


પ્રતિ વર્ષ 15 કરોડનો તોતિંગ પગાર
નિખીલ મેસ્વાણીના આઈપીએલમાં પણ કામગીરી જુએ છે. મુકેશ અંબાણી ભારતના સૌથી અમીર ઉદ્યોગપતિમાંથી એક છે, તો નિખીલ મેસ્વાણી પણ આ કંપનીમાંથી તોતિંગ પગાર મેળવે છે. તેમનો પગાર 15 કરોડ જેટલો છે. 


આ ગુજ્જુ ખેડૂતને શોધતા આવે છે વેપારીઓ, માર્કેટમાં ગયા વગર વેચાઈ જાય છે માલ