આ ગુજ્જુ ખેડૂતને શોધતા આવે છે વેપારીઓ, માર્કેટમાં ગયા વગર વેચાઈ જાય છે માલ
Gujarat Farmers : ગુજરાતના ગોંડલના ખેડૂતની અનોખી સિદ્ધી... ગોંડલના ખેડૂતે કરી ઓર્ગેનિક એપલ બોરની ખેતી.... મીઠાશમાં તો મધને પણ પાછળ પાડે છે આ તેમની ખેતરના બોર
Trending Photos
Gondal News જયેશ ભોજાણી/ગોંડલ : શિયાળાની ઋતુ એટલે લીલાછમ શાકભાજી - મીઠા મધુર ફ્રુટ અને દેશી ગોળની ચીકી આરોગવાની મજ્જા જ કંઈ ઓર હોઈ છે અને ખેડૂતો પણ તેમની અપાર મહેનતથી વિવિધ પ્રકારના ફળ ફ્રૂટ તેમજ લીલી શાકભાજીની માવજતથી ખેતી કરે છે. ત્યારે ગોંડલ ના એક પ્રગતિશીલ ખેડૂતે ઓર્ગેનિક એપલ બોરની ખેતી કરી લાખોની કમાણી કરી રહ્યાં છે. ગોંડલના આ ખેડૂતની ખાસિયત એ છે કે, તેઓ ક્યારેય માર્કેટમાં બોર વેચવા જતા નથી. માર્કેટમાં ગયા વગર જ તેમનો માલ વેચાઈ જાય છે. તેમના ખેતરના બોરમાં એટલી મીઠાશ હોય છે કે વેપારીઓ તેમને શોધતા આવે છે.
આ ખેડૂતનું નામ છે કાંતિભાઈ સખીયા, જેઓ વર્ષોથી ઓર્ગેનિક એપર બોરની ખેતી કરે છે. આજના સમયમાં મિલાવટ કે દવાના છંટકાવનો વપરાશ દિવસેને દિવસે વધતો જાય છે. ટૂંકા સમયમાં જલ્દી કમાણી અને ઓછી મહેનતે ઝાઝો નફો કરતા લોકો ક્યાંકને ક્યાંક લોકોના સ્વાથ્ય સાથે પણ છેડા કરતા હોય છે. આવનારા સમયમાં આ બાબત લોકો માટે હાનિકારક સાબિત થાય છે.
હાલમાં એપલ બોર - લાલ બોર સહીતના વિવિધ બોરની મોસમ પૂરબહારમાં ખીલી ઉઠી છે. તેમાં પણ મકર સંક્રાતિનો પર્વ નજીકના દિવસોમાં આવી રહ્યો છે. લોકો અગાસી કે ધાબે ચડી પતંગો ચગાવતા હોઈ છે, ત્યારે જીંજરા - ચીકી ઉપરાંત બોરની લિજ્જત પણ અવશ્ય માનતા હોઈ છે
ત્યારે ગોંડલના પ્રગતિશીલ ખેડૂતે ઓર્ગેનિક પદ્ધતિથી એપલ બોરની ખેતી કરી છે. કોઈ પણ જાતના દવા કે મિલાવટ વગર મીઠા મધુર બોર તેમની ખેતરમાં ઉગી નીકળે છે. આમ, તેઓ મીઠા બોરથી વર્ષે લાખોની કમાણી કરે છે. આ બોર ગોંડલ ઉપરાંત રાજકોટ, સુરત સહીત સૌરાષ્ટ્રભરના લોકો સુધી સુધી પહોંચે છે.
ડાયરેક્ટર વાડીએથી જ લોકો બોર લેવા કરે છે પડાપડી
ગોંડલ તાલુકાના વોરાકોટડા ગામે રહેતા પ્રગતિશીલ ખેડૂત કાંતિભાઈ સખીયાએ જણાવ્યું હતું કે મારી પાસે 15 વીઘા જમીન છે જેમાંથી 7 વીઘા જમીનમાં ઑર્ગેનિક બોરની ખેતી વર્ષોથી કરું છું અને ઉપજમાં આવતા તમામ બોર મેં ક્યારેય હરરાજી માં મુકતો જ નથી લોકો જ અહીં સુધી પોહચી અને બોર લઇ જાય છે.
છેટ મુંબઈ સુધી ઓર્ગેનિક એપલ બોર ની માંગ
ગોંડલ ના કાંતિભાઈ સખીયા એ જણાવ્યું વધુમાં હતું કે જેવી બોરની સીઝન ચાલુ થાય એટલે લોકો બોર લેવા કરે છે પડાપડી અહીંના બોર રાજકોટ -અમદાવાદ - સુરત મુંબઈ સહીત સૌરાષ્ટ્ર ભર માંથી લોકો બોર લઇ જાય છે અહીંના બોર એકવાર ખાધા પછી લોકો બીજે થી બોર લેવાનું ટાળે છે અને અહીં થીજ બોર મેળવવા નો આગ્રહ રાખે છે
કાન્તીબાપાના બોર ખુબજ મીઠા હોઈ છે
એપલ બોર ખાવાના શોખીનો અહીંથી બોર લેવા આવે ત્યારે તેમને ચાખવાની પણ જરૂર નથી રહેતી ગોંડલ ના એક ગ્રાહક ગજેરા મિત એ જણાવ્યું હતું કે હું 7 થી 8 વર્ષથી અહીંથી બોર લવ છું અને બલ્ક માં 15 થી 20 કિલો જેટલા બોર અવશ્ય લવ છું અને સાથે મારા સગાવાળા અને જાણીતા ને પણ આ બોર ખવડાવું છું અને દર વર્ષે લોકો તેમને હર્ષભેર યાદ કરી બોર મંગાવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે