BSFમાં હેડ કોન્સ્ટેબલ સહિત અનેક પદો પર નોકરીની તક, 217થી વધુ જગ્યાઓ, જાણો કેવી રીતે કરશો અરજી
rectt.bsf.gov.in: આ ભરતી પ્રક્રિયા દ્વારા 247 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેમાંથી 217 જગ્યાઓ હેડ કોન્સ્ટેબલ (રેડિયો ઓપરેટર) અને 30 હેડ કોન્સ્ટેબલ (રેડિયો મિકેનિક) માટે હશે.
Sarkari Naukri: બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) એ હેડ કોન્સ્ટેબલ (રેડિયો ઓપરેટર) અને હેડ કોન્સ્ટેબલ (રેડિયો મિકેનિક) ની પોસ્ટ માટે અરજી પ્રક્રિયા શરૂ કરી છે. રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ rectt.bsf.gov.in દ્વારા ઑનલાઇન અરજી કરી શકશે. અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 12 મે છે.
આ ભરતી પ્રક્રિયા દ્વારા 247 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેમાંથી 217 જગ્યાઓ હેડ કોન્સ્ટેબલ રેડિયો ઓપરેટર અને 30 હેડ કોન્સ્ટેબલ રેડિયો મિકેનિક માટે હશે. અરજદારની ઉંમર 18 થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
BSF હેડ કોન્સ્ટેબલ ભરતી 2023: કેવી રીતે અરજી કરવી તે જાણો
-આ જગ્યાઓ પર ભરતી માટે અરજી કરવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ rectt.bsf.gov.in પર જાઓ.
-વેબસાઈટના હોમપેજ પર, તમને “Apply Here” link against “Group-C Head Constable (Radio Operator) and Head Constable (Radio Mechanic)" લિંક મળશે, તેના પર ક્લિક કરો.
- ક્લિક કરતા જ એક નવું પેજ ખુલશે. આ પેજ પર તમને પૂરું એપ્લિકેશન ફોર્મ મળશે.
આ પણ વાંચો:
હર હર મહાદેવના જયકાર સાથે ખુલ્યા કેદારનાથ મંદિરના કપાટ, ફૂલોથી સુશોભિત પરિસર
સંકટમાં ગુજરાત! આગામી સમયમાં ખતરો બની શકે છે દરિયો, તમે પણ વાંચો આ રિપોર્ટ
કારના એન્જીનમાં 48 KM સુધી ફસાયો નાનકડો જીવ, પછી જે થયું તે જોઇ તમે પણ...
- હવે અહીં માંગવામાં આવેલી તમામ જરૂરી વિગતો ભરો અને ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી, ફી ચૂકવો અને ફોર્મ સબમિટ કરો.
- ફોર્મ સબમિટ કર્યા પછી, તમારું ફોર્મ ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટ આઉટ લો.
BSF Head Constable માટે શૈક્ષણિક લાયકાત
અરજદાર ઉમેદવારે પીસીએમ અથવા મેટ્રિકમાં 60% કુલ અંકો સાથે ધોરણ 12 પાસનું બે વર્ષનું ITI પ્રમાણપત્ર હોવું આવશ્યક છે.
BSF હેડ કોન્સ્ટેબલ માટે અરજી ફી
બિન અનામત / EWS / OBC કેટેગરીના ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે રૂ. 100 અને BSF ભરતી માટે રૂ. 47.20 સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે. મહિલા ઉમેદવારો/SC/ST/BSF સેવા આપતા કર્મચારીઓ અને ભૂતપૂર્વ સૈનિકોને પરીક્ષા ફીની ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
આ પોસ્ટ્સ માટે અરજી કરવાની સીધી લિંક https://rectt.bsf.gov.in/ છે.
નોટિફિકેશન ચેક કરવાની લિંક https://rectt.bsf.gov.in/static/bsf/pdf/Group-C%20Head%20Constable%20(Radio%20Operator)%20and%20Head%20Constable%20(Radio%20Mechanic).pdf?rel=2023042201
આ પણ વાંચો:
મે મહિનામાં આ રાશિની બમ્પર શરૂઆત, શુક્ર ગોચરથી માન-સન્માન અને પૈસા બધુ મળશે
ગુજરાતને પાણીદાર બનાવવાના સરકારના દાવા પોકળ, નળ પહોંચી ગયા પણ હજુ પાણી નથી પહોંચ્યું
રાશિફળ 25 એપ્રિલ: મિથુન સહિત આ રાશિના જાતકો માટે અત્યંત લાભકારી દિવસ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube