SBI Recruitment 2023 Sarkari Naukri: સેન્ટ્રલ રિક્રુટમેન્ટ એન્ડ પ્રમોશન ડિપાર્ટમેન્ટ (CRPD), કોર્પોરેટ સેન્ટર, મુંબઈ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના નિવૃત્ત અધિકારીઓ, તત્કાલીન એસોસિએટ્સ (e-ABS) અને અન્ય જાહેર ક્ષેત્રની બેંકોથી પણ ઓનલાઇન અરજીઓ આમંત્રિત કરી છે. ઉમેદવારોએ SBI ભરતી 2023 સત્તાવાર સૂચના જોવી જોઈએ કે કઈ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે અને કોની ભરતી થવાની છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો અરજી પ્રક્રિયામાં જોડાવા માટે 30 એપ્રિલ 2023 સુધીમાં નોંધણી કરાવી શકે છે. આ સંદર્ભમાં, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ 1લી એપ્રિલે જાહેરાત (No.CRPD/RS/2023-24/02) બહાર પાડી છે. રસ ધરાવતા ઉમેદવારો અરજી કરવા માટે સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર જઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રીતે થશે પસંદગી 
ઇન્ટરવ્યુના આધારે સ્ટેટ બેંકમાં ભરતી માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ માટે, પ્રથમ મળેલી અરજીઓની તપાસ કર્યા પછી ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. 100 માર્ક્સ માટે ઇન્ટરવ્યુના આધારે અંતિમ પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે.


સ્ટેટ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન મુજબ, રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ચેનલ મેનેજર ફેસિલિટેટર, ચેનલ મેનેજર સુપરવાઈઝર અને સપોર્ટ ઓફિસરની જગ્યાઓ માટે અરજી કરી શકે છે. કુલ પોસ્ટની સંખ્યા 1022 છે. ઉમેદવારોની જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ ભરતી SBI દ્વારા Anytime Channel હેઠળ કોન્ટ્રાક્ટના આધારે કરવામાં આવશે.


આ પણ વાંચો
દિલ્હી કેપિટલ્સની મોટી જાહેરાત, ચાલુ IPL એ ઋષભ પંતની ટીમમાં થઈ એન્ટ્રી!
અત્યંત રોમાંચક મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે લખનઉ સુપર જાયન્ટ્સને આપી માત
કિશોર કુમારની 23 વર્ષ નાની ત્રીજી પત્ની પર મિથુન ચક્રવર્તીનું આવી ગયું દિલ અને પછી,,


આ ભરતીની ખાસ વાત છે
ખાસ વાત એ છે કે યુવા ઉમેદવારો અરજી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે નહીં. ફક્ત SBI અથવા અન્ય સરકારી બેંકમાંથી નિવૃત્ત કર્મચારીઓ જ આ પોસ્ટ માટે અરજી કરી શકે છે.


આટલો પગાર મળશે


01) ચેનલ મેનેજર ફેસિલિટેટર-એનીટાઇમ ચેનલ્સ (CMF-AC): રૂ.36000/- પ્રતિ મહિને
02) ચેનલ મેનેજર સુપરવાઈઝર-એનીટાઇમ ચેનલ્સ (CMS-AC): રૂ.41000/- પ્રતિ માસ
03) સપોર્ટ ઓફિસર એનિટાઇમ ચેનલ્સ (SO-AC): રૂ.41000/- પ્રતિ મહિને


આ પણ વાંચો
સસ્તામાં કાર ખરીદવી પડી ન જાય મોંઘી! વપરાયેલી કાર ખરીદતી વખતે આ છેતરપિંડીથી બચો
દેશમાં આ 5 કારને નથી મળ્યો ગ્રાહકોનો પ્રેમ, જાણો તમારી પાસે તો નથીને આ કાર
Jio લાવ્યો સૌથી સસ્તો પ્લાન! આખા વર્ષ માટે Unlimited Calling, Data, આટલી સુવિધાઓ...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube