ભારતમાં કામવાળીઓ વચ્ચે રહેતી તમારી લાડલીને કેનેડામાં કોઈ પાણીનો ય ભાવ પૂછતું નથી
Reverse Migration In India : કેનેડામાં સંતાનોને એકલા મોકલતા માતાપિતા પહેલા એ જાણી લે કે અહીં તેમના સંતાનોને કેવી કેવી સ્ટ્રગલ કરવી પડશે, તે માટે ટ્રેઈન કરો અને પછી જ મોકલો, અહીં તમને કેટલીક બાબતો અંગે ધ્યાન દોરી રહ્યાં છે. એ જામી લેશો તો દીકરા દીકરીને મોકલતા 100 વાર વિચાર તો કરશો....
Canada News : વિદેશ એટલે સ્વર્ગ નગરી એવું જો તમે માનતા હોવ તો તમારા મગજમાંથી કાઢી નાંખજો. કારણ કે, ડોલરના મોહમાં વિદેશ જનારા વિદ્યાર્થીઓ ખુદ કહી રહ્યાં છે કે તેઓ અહી ખુશ નથી. તેઓ ઓછા પૈસામાં ભારતમાં વધારે ખુશી હતા. પરંતું વિદેશમાં તેમણે કોઈ પાણીના ભાવ પણ પૂછતુ નથી. વિદેશમાં રોટલો અને ઓટલો બંને મળે છે, પરંતું અપાર કષ્ટદાયક જીવન છે. છેલ્લાં કેટલાક સમયથી કેનેડામાં જવાનો મોહ રાખતા લોકોએ કેનેડા ગયેલા લોકોના અનુભવો કેવા છે તે પહેલા જાણી લેવું જોઈએ. જો તમે એવું માનતા હોવ તો પિક્ચર સારું છે, તો જાણી લો આ કડવા અનુભવો.
વિદેશોમાં એવી તો શું તકલીફ આવી કે પરત ફરી રહ્યાં છે ગુજરાતીઓ, સ્વદેશી બની રહ્યાં NRI
કેનેડામાં હાલ સૌથી મોટી સમસ્યા છે ઘર અને મેડિકલ. કેનેડા હાલ હાઉસિંગ ક્રાઈસિસ સામે ઝઝૂમી રહ્યું છે. આ કારણે અહી ઘરોના ભાવ બહુ જ ઉંચકાયા છે. ભારતીય પાસેથી હાલ તોતિંગ ભાડું વસૂલવામાં આવે છે. ભારતીય વિદ્યાર્થીઓની કમાણીના મોટાભાગના રૂપિયા તો ઘર ભાડામાં જ જતા રહે છે. કેનેડામાં બચત જેવું કંઈ રહેતુ નથી. એટલે તમે નોકરી કરો અને ખર્ચ એટલા વધારે છે કે બચત જેવી સ્થિતિ નથી. હવે ત્યાં સસ્તા ભાવે મજૂરી કરવા માટે માણસો પડાપડી કરી રહ્યાં છે એટલે નોકરીઓના ફાંફા પડી રહ્યાં છે.
એક ગુજરાતીએ છોડ્યું કેનેડા, પત્નીને પણ પાછા લેતા આવ્યા : બીજાને આપી મિલિયન ડોલર સલાહ
મેડિકલ ઈમરજન્સીમાં પણ લાંબું લાંબું વેઈટિંગ
આ ઉપરાંત આ દેશમાં બીજી મોટી સમસ્યા છે મેડિકલ. કેનેડામાં સ્થાયી થયેલી એક ગુજરાતી યુવતીએ જણાવ્યું કે, અહી મેડિકલ સુવિધા તો સારી છે. પરંતું તમારે નાની નાની મેડિકલ ઈમરજન્સીમાં પણ લાંબું લાંબું વેઈટિંગ મળી રહે છે. અહી તમે ભારતની જેમ કોઈ પણ ક્લિનિકમાં જઈને દવા લઈને આવી શક્તા નથી. અહીં તમારે વેઈટિંગ મુજબ નંબર આવે છે. તમારે કોઈ પણ ઈમરજન્સી હોય પણ તમારો વારો જ આવતો નથી એટલે આ સૌથી મોટી સમસ્યા છે.
મોટું પરિવર્તન આવ્યું : હવે એનઆરઆઈ બનવામાં કોઈને રસ નથી, સ્થિતિ બદલાઈ
આ ઉપરાંત જો તમે ભારતમાં 40 થી 50 હજારનો પણ પગાર ધરાવો છો તો તમે તમારા ઘરમાં સર્વન્ટ અફોર્ડ કરી શકો છો. પરંતું કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુકેમાં તમે ભલે ગમે તેટલા ડોલર કમાતા હોવ તમે કામવાળા એફોર્ડ કરી શક્તા નથી. અહીં તમારે જાતે જ બધુ કામ કરવું પડે છે. ખાસ કરીને ગુજરાતી વિદ્યાર્થીઓને કાઠું પડી જાય છે. જેઓને ઘરમાં કામ કરવાની આદત હોતી નથી, તેઓને કેનેડામાં જઈને બધુ કામ જાતે કરવુ પડે છે. આ કારણે તેઓ સૌથી પહેલા હતાશ થઈ જાય છે. એટલે જો તમે તમારા બાળકને વિદેશ મોકલવાના સપનાં જોતાં હો તો પહેલાં ઘરનું કામ શિખવાડો, જેથી તેને ત્યાં જઈને તકલીફ ના પડે..
કેનેડા જતા પહેલા સાવધાન : કેનેડા જનારાઓની સંખ્યામાં મોટો ઘટાડો, આ છે મોટુ કારણ
કેનેડામાં પીઆરનો આંકડો ઘટ્યો
ભારતીયોનો હવે કેનેડાથી મોહભંગ થયો છે. કેનેડામાં છેલ્લા કેટલાક સમયથી વણસેલી સ્થિતિને કારણે કેનેડામાં વસેલા અનેક ભારતીયો પરત ફરી રહ્યાં છે. તો જે લોકો વિદેશ જવા માંગે છે તેઓ કેનેડા જવા માંગતા નથી. ત્યારે એક આંકડો કહે છે કે, કેનેડામાં પીઆર માટેની ભારતીયોની અરજીમાં 62 ટકાનો ઘટાડો આવ્યો છે. વર્ષ 2023 ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં ભારતીયોની પીઆર માટેની અરજીઓ 2022 ના છેલ્લા ત્રિમાસિકની સરખામણીમાં 19,579 થઈ છે. ભારતીયોની પીઆર અરજીમાં સીધો 62 ટકાનો ઘટાડો આવ્યો છે.
કેનેડા સરકારના આ નિર્ણયથી ભારતીય વિદ્યાર્થીઓને પડશે મોટો ફટકો : નહિ મળે વિઝા