કેનેડા સરકારના આ નિર્ણયથી ભારતીય વિદ્યાર્થીઓને પડશે મોટો ફટકો : નહિ મળે વિઝા

Canada Housing Crises : કેનેડામાં વધતી બેરોજગારી અને હાઉસિંગ સંકટ વચ્ચે ઈમિગ્રેશન મંત્રી માર્ક મિલરનું આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર મોટું નિવેદન...કહ્યું કે આગામી કેટલાક મહિનામાં દેશમાં રહેતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા પર મર્યાદા લાદવાની શક્યતા પર વિચાર કરશે

કેનેડા સરકારના આ નિર્ણયથી ભારતીય વિદ્યાર્થીઓને પડશે મોટો ફટકો : નહિ મળે વિઝા

Canada Student Visa : કેનેડાના ભારતીય વિદ્યાર્થીઓ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. કેનેડા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવાનું વિચારી રહ્યું છે. કેનેડા હાલમાં બેરોજગારી અને આવાસની અછતની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. સંઘર્ષ કરી રહી છે. જોકે, કેનેડાએ હજુ સુધી જણાવ્યું નથી કે તે સંખ્યા કેટલી ઘટાડવા માંગે છે, પરંતુ ઘટાડશે એ નક્કી. 2024 ની શરૂઆત થતા જ કેનેડા તરફથી ખરાબ સમાચાર આવ્યા છે. તેથી જો તમારો દીકરો કે દીકરી કેનેડા જવાની તૈયારી કરતા હોવ તો સાવધાન થઈ જજો, નહિ તો તમારી મહેનત અને રૂપિયા બંને એળે જશે. કેનેડામાં વધતી બેરોજગારી અને હાઉસિંગ સંકટ વચ્ચે ઈમિગ્રેશન મંત્રી માર્ક મિલરનું આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર મોટું નિવેદન આપતા કહ્યું કે, આગામી કેટલાક મહિનામાં દેશમાં રહેતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા પર મર્યાદા લાદવાની શક્યતા પર વિચાર કરશે.

કેનેડામાં બેરોજગારી વધી 
કેનેડા અન્ય દેશોમાંથી અહીં ભણવા આવતા વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદિત કરવા વિચારી રહ્યું છે. ખરેખર, કેનેડા હાલમાં વધતી બેરોજગારી અને હાઉસિંગ કટોકટીનો સામનો કરી રહ્યું છે. છે. તેનું મુખ્ય કારણ અન્ય દેશોમાંથી કેનેડા આવતા વિદ્યાર્થીઓ હોવાનું માનવામાં આવે છે. કેનેડાના ઈમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદિત કરવાની વાત કરી છે. જો કે, તેમણે સ્પષ્ટ કર્યું નથી કે સરકાર વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી ઘટાડવા માંગે છે.

2024 મા અનેક વિદ્યાર્થીઓને પડશે ફટકો
માર્ક મિલરે કહ્યું કે આ અંગે અંતિમ નિર્ણય પ્રાંતીય સરકારો સાથે ચર્ચા કર્યા બાદ લેવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદિત કરવાથી તમામ ક્ષેત્રોમાં રહેઠાણની સમસ્યા દૂર થશે નહીં, પરંતુ આ ક્ષણે અમારી પાસે સૌથી યોગ્ય વિકલ્પો પૈકી એક છે. જો કે, વિદેશીઓ અંગે ઉદાર વલણ ધરાવતા લોકોએ આ વર્ષે દેશમાં 4.85 લાખ સ્થળાંતરિત લોકોને લાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. વર્ષ 2025 અને 2026 માં દરેક 5 લાખ લોકોને લાવવાના પ્રયાસો કરવામાં આવશે.

કેનેડામાં 9 લાખથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ
4 કરોડની વસ્તી ધરાવતા કેનેડામાં હાલમાં 9 લાખથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ છે. કેનેડાના અર્થતંત્રને આગળ વધારવામાં તેમની મહત્વની ભૂમિકા છે. ભારતમાંથી પણ મોટી સંખ્યામાં લોકો અભ્યાસ અને રોજગારની શોધમાં ત્યાં જાય છે. કેનેડામાં કુલ વિદેશી વિદ્યાર્થીઓમાં ભારતનો હિસ્સો 37% છે. છેલ્લા બે દાયકામાં ત્યાં શીખોની વસ્તી બમણી થઈ ગઈ છે. વધુ વિદેશીઓના આગમનને કારણે મકાનોની માંગ અને ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. સ્થાનિક લોકો માટે રોજગારીની તકો પણ ઘટી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news