શું ઈન્ટરવ્યુમાં ખોટું બોલવું જોઈએ, આ 5 જુઠ્ઠાણાથી તમારી નોકરી થશે પાકી
જ્યારે તમે જોબ માટે ઈન્ટરવ્યુ આપવા જતા હો ત્યારે ખુબ જ કાળજી રાખતા હો છો. પ્રમાણિકતા બતાવવા હો છો કે જેથી તમને નોકરી મળી શકે. પરંતુ ઈન્ટરવ્યુમાં કેટલીક વસ્તુઓનું ધ્યાન નહીં રાખો તો તમારે નોકરીથી હાથ ધોવાનો વારો આવી શકે છે.
નવી દિલ્હીઃ સામાન્ય રીતે જ્યારે પણ કોઈ ઈન્ટરવ્યુ આપવા જાય ત્યારે એક જ સલાહ આપવામાં આવતી હોય છે ખોટું ના બોલવું જોઈએ. પરંતુ કેટલીક વખત ઈન્ટરવ્યુમાં વધુ પડતું સાચું બોલવું પણ હાનીકારક નિવડે છે. સાચું બોલવાથી કેટલાક લોકોને અપેક્ષા મુજબ પગાર નથી મળતો તો કેટલાક લોકોની પસંદગી જ નથી થતી. અમે તમને બિલકુલ એવું નથી કેતા કે ઈન્ટરવ્યુમાં તમામ બાબતો અંગે ખોટું બોલવું જોઈએ. પરંતુ કેટલાક પ્રશ્નોના ગોળગોળ જવાબ આપી નોકરી પાક્કી કરી શકો છો.
આ 5 પ્રશ્નો અંગે બોલી શકો છો ખોટું
તાજેતરમાં જ નોકરી મેળવનાર એક વ્યક્તિએ કહ્યું છે કે ઈન્ટરવ્યુમાં 5 સવાલના ખોટા જવાબ આપી શકો છો. જો તમારે નોકરી મેળવવી હોય તો 5 પ્રશ્નો એવા છે જે અંગે તમે ખોટું બોલી શકો છો. ખોટું બોલવાની સલાહ આપનાર વ્યક્તિ અમેરિકાના ફિલાડેલ્ફિયાની રહેવાસી અના પાપલિયા છે. જેની પાસે કોર્પોરેટ ક્ષેત્રમાં ભરતીનો 15 વર્ષનો અનુભવ છે. હાલમાં જ એક વીડિયોમાં તેણે ઈન્ટરવ્યુમાં ક્યાં પ્રશ્નોમાં તમે ખોટું બોલી શકો છો તેની વાત શેર કરી છે.
આ પણ વાંચોઃ મોર્ડન એગ્રિકલ્ચરે ખોલ્યાં કરિયરના નવા દ્વાર! જાણો નવી ટેકનોલોજીથી ખેતી કરવાના ફાયદા
તમારું ધ્યય શું છે?
જો તમને ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવે કે તમે આગામી પાંચ વર્ષમાં તમારી જાતને ક્યાં જોઈ રહ્યા છો? આ પ્રશ્નથી ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિ તમારા કારકિર્દીના લક્ષ્યો જાણવા માંગે છે. ત્યારે એના પાપલિયાના જણાવે છે કે આવા પ્રશ્નનો જવાબ આપવો જોઈએ કે તે પોતાને આ કંપનીમાં જુએ છે. અથવા તે એમ પણ કહી શકે છે કે તે પોતાને સમાન ક્ષેત્રમાં કામ કરતા જોવા માંગે છે.
નવી નોકરીની જરૂર શા માટે?
સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે લોકો તેમની કંપનીની કામ કરવાની પદ્ધતિ અને પગારના લીધે નોકરી બદલવા માગતા હોય છે. આવી સ્થિતિમાં ઈન્ટરવ્યુમાં તમને પૂછવામાં આવે કે તમે નવી નોકરી કેમ મેળવવા માંગો છો?. તો અના પાપલિયા કહે છે કે આવા સવાલનો જવાબ એવી રીતે આપો કે તમે તમારી હાલ જ્યાં નોકરી કરી રહ્યા છો ત્યાં તમે ખુબ સફળતા મેળવી છે. જેથી હવે આગળ વધવાની સાથે નવા પડકારનો સામનો કરવા ઈચ્છો છો.
આ પણ વાંચોઃ ડિઝની 7000 કર્મચારીઓની કરશે છટણી, કંપનીના માળખામાં થશે મોટા
વર્તમાન ઓફિસમાં માહોલ કેવો છે?
ઇન્ટરવ્યુ માટે આવતા ઉમેદવારોને એક સવાલ જરૂર કરવામાં આવે છે કે તમારા વર્તમાન બોસ અને કંપનીમાં કામ કરતા લોકોનું વ્યવહાર કેવો છે. આ પ્રશ્નથી ઈન્ટરવ્યુ લેનાર ઉમેદવારની લાગણીને સમજવાનો પ્રયાસ કરે છે. જે અંગે જવાબ આપવા અંગે અના પાપલિયા કહે છે કે આવી સ્થિતિમાં તમારે ક્યારેય બોસ અંગે ખરાબ નિવેદન ના કરવા જોઈએ. એવું જ કહેવું જોઈએ કે તમે જે કંપનીમાં કામ કરો છો તે કંપનીમાં તમે ઘણું શીખ્યા છો અને તમને સારું માર્ગદર્શન પણ મળ્યું છે.
તમારી હોબી શું છે?
નોકરી માટે આવેલ ઉમેદવારના શોખ જાણવામાં ઈન્ટરવ્યુ લેનારને ખુબ જ રસ હોય છે. ત્યારે તમારે હંમેશા એવા શોખ કહેવા જોઈએ જે તમારા કામ સાથે મેળ ખાતા હોય. અના પાપલિયા કહે છે કે તમારે હંમેશા એવો શોખ પસંદ કરવો જોઈએ જે વ્યાવસાયિક અને રસપ્રદ હોય. ક્યારેય ન કહો કે તમને એવું કંઈક જોવાનું ગમે છે જે તમને આળસુ લાગે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube