નવી દિલ્લીઃ કોરોના કાળમાં જીવલેણ વાયરસના સંક્રમણને અટકાવવા માટે તંત્ર દ્વારા અનેક કડક પગલાં લેવામાં આવ્યાં. જેમાં કરફ્યૂ, લોકડાઉન જેવા આકરાં નિયંત્રણ પણ લાગૂ કરાયાં. આ સ્થિતિને કારણે રોજગાર-ધંધાને માઠી અસર પહોંચી. ઘણાં લોકોની નોકરીઓ પણ છીનવાઈ ગઈ. હવે જ્યારે ધીરેધીરે કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે ત્યારે નોકરી શોધતા યુવાનો માટે પણ એક સારા સમાચાર આવ્યાં છે. સરકાર મોટા પાયે ભરતી કરવાની તૈયારી કરી રહી છે. જાણી લો આ માહિતી.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'રામ તેરી ગંગા મેલી'માં મંદાકિનીએ પાતળી સાડીમાં ભીંજાયેલું શરીર બતાવતા તો બતાવી દીધું, પછી શું થયું જાણો

સ્ટાફ સિલેક્શન કમિશન સતત મોટી સંખ્યામાં ભરતી પ્રકિયા કરે છે.. કોરોનાના કપરા સમયમાં જ્યારે નોકરીઓની સતત અછત થતી હોય છે તેવા સમયમાં ભરતી કરવામાં આવી રહી છે. સ્ટાફ સિલેક્શનમાં ઓછી લાયકાત ધરાવતા હોય તેવા યુવાનો પણ અરજી કરી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે આ એક સારા સમાચાર કહી શકાય છે. GD કોન્સ્ટેબલના કુલ 25271 પદો માટે આ ભરતી કરવામાં આવી છે.
 
આ રીતે અરજી કરવી:
GD કોન્સ્ટેબલમાં જોડાવવા માગતા યુવાનો 17 -07 -2021થી 31- 08-2021 સુધી અરજી કરી શકશે. ઓફિશિયલ વેબસાઈટ ssc.nic.in પર ઓનલાઈન અરજી કરી શકશે..જ્યારે ફીને જમા 2 સપ્ટેમ્બર સુધી કરવાની રહેશે.


ઉમેદવારીની પસંદગી પ્રક્રિયા:
આ પદ મારે અરજી કરનાર ઉમેદવારની  પસંદગી લેખિત પરીક્ષા, ફિઝિકલ ટેસ્ટ અને મેડિકલ ટેસ્ટના આધારે કરવામાં આવશે.

Rekha નું Beauty Secret સામે આવી ગયું છે! હવે ખુલી ગયું વર્ષોથી છુપાયેલું રેખાની ખુબસુરતીનું રાઝ

વય મર્યાદા:
આ પદ માટે કરનાર ઉમેદવારોની લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ ઉંમર 23 વર્ષ નક્કી કરવામાં આવી છે. જ્યારે વય મર્યાદામાં છૂટ સંબંધિત વધુ જાણકારી તમને નોટિફિકેશનમાંથી મળી જશે.


લાયકાત:
GD કોન્સ્ટેબલની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારો કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડ અથવા સંસ્થામાંથી 10મુ પાસ હોવા જોઈએ. તેના સિવાય  NCC સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.
  
પગાર ધોરણ:
GD કોન્સ્ટેબલમાં સિલેક્ટ થયેલા ઉમેદવારોને દર મહિને 21,700 થી લઈને 69,100 રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે.

'મેડમને ખુશ કરો, મેડમ તમને ખુશ કરશે' એક રાતના મળશે 20 હજાર...તમને આવો ફોન આવે તો...!

High Return: બાપરે...માત્ર 1 લાખના બદલામાં મળ્યાં 28 લાખ રૂપિયા! હચમચી ગયું સ્ટોક માર્કેટ, સ્ટોક પર છે બિગ બુલની નજર

Zomato ના ગ્રાહકોને મળશે અનલિમિટેડ ફ્રી ડિલીવરી! જાણો કેવી રીતે મળશે લાભ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube