ગુજરાતમાં B.Ed.પાસ પ્રાથમિક શિક્ષકોની નોકરી રહેશે કે જશે? સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ચૂકાદો
B.Ed. Primary Teacher: સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે કાનૂની જોગવાઈઓ અને શૈક્ષણિક ધોરણો સાથે વિરોધાભાસી નીતિગત નિર્ણયો ન્યાયિક સમીક્ષાને આધીન છે. પ્રાથમિક શિક્ષકો મામલે સુપ્રીમ કોર્ટે મોટો ચૂકાદો આપ્યો છે.
B.Ed. Degree Holders: સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે 11 ઓગસ્ટ, 2023ના તેના ચૂકાદા પહેલાં તમામ B.Ed ડિગ્રી ધારકો પ્રાથમિક શિક્ષક તરીકે તેમની સેવા ચાલુ રાખી શકશે. અહીં એ મહત્વનું છે કે તેમની નિમણૂંક કોઈપણ કોર્ટમાં પેન્ડિંગ ન હોય. જો કે, તે તમામ B.Ed શિક્ષકો જેમની નિમણૂંક એ શરતે કરવામાં આવી હતી કે એમની નોકરી કોર્ટના નિર્ણય પર નિર્ભર રહેશે, તેઓ સેવામાં ચાલુ રહેશે નહીં તો કોર્ટે તેમની નિમણૂંકને ગેરકાયદે ગણાવી છે.
પ્રાથમિક શાળાના શિક્ષકોની નોકરી માટે લાયક નહીં
કોર્ટે સ્પષ્ટ કર્યું કે ઓગસ્ટ 2023નો તેનો આદેશ સમગ્ર દેશને લાગુ પડે છે. આ નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે NCTEના 2018ના એ નોટિફિકેશનને રદ કર્યું હતું જેના દ્વારા B.Ed ઉમેદવારો પણ પ્રાથમિક શાળાના શિક્ષકોની નોકરી માટે લાયક છે. કોર્ટે સ્વીકાર્યું હતું કે જેઓ B.Ed ડિગ્રી ધરાવે છે તેઓ પ્રાથમિક શાળાના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી શકશે નહીં, કારણ કે તેઓ આ માટે ખાસ પ્રશિક્ષિત નથી.
રાજસ્થાન હાઈકોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો
ગયા વર્ષે ઓગસ્ટમાં, સુપ્રીમ કોર્ટે રાજસ્થાન હાઈકોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો હતો કે બેચલર ઑફ એજ્યુકેશન (B.Ed.) ડિગ્રી ધારકો પ્રાથમિક શાળામાં શિક્ષણની પોસ્ટ માટે પાત્ર નથી. ન્યાયમૂર્તિ અનિરુદ્ધ બોઝ અને સુધાંશુ ધુલિયાની બેન્ચે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતમાં પ્રાથમિક શિક્ષણનો બંધારણીય અધિકાર માત્ર 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ જ નહીં, પરંતુ ગુણવત્તાયુક્ત શિક્ષણની જોગવાઈ પણ જરૂરી બનાવે છે.
કોર્ટે એમ પણ કહ્યું કે કાનૂની જોગવાઈઓ અને શૈક્ષણિક ધોરણો સાથે વિરોધાભાસી નીતિગત નિર્ણયો ન્યાયિક સમીક્ષાને આધિન છે, જે પ્રાથમિક શિક્ષણમાં ગુણવત્તાની આવશ્યકતાને મૂળભૂત અધિકાર તરીકે મજબૂત બનાવે છે.
Zee 24 kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HTqpPcp1wdi4exMGDxoX6Q
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube