TCS ના કર્મચારીઓ માટે ખુશખબર, ઈન્ક્રીમેન્ટને લઈને આ છે કંપનીનો પ્લાન, છટણીનો ઈરાદો નથી
TCS Jobs:દેશની સૌથી મોટી આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસે તેના કર્મચારીઓને ઈન્ક્રીમેન્ટ, નવી નોકરીઓ અને છટણી જેવી તમામ બાબતો અંગે સ્થિતિ સ્પષ્ટ કરી છે અને તમને આ જાણીને આનંદ થશે.
નવી દિલ્હીઃ TCS Jobs: ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)નો કર્મચારીઓની છટણીનો કોઈ ઈરાદો નથી. કંપનીના એક ટોચના અધિકારીનું કહેવું છે કે ટીસીએસમાં અમે પ્રતિભાઓને લાંબા કરિયર માટે તૈયાર કરીએ છીએ. આ સમાચાર તેવા સમયે સારા કહી શકાય જ્યારે સતત ટેક કંપનીઓના છટણીના સમાચાર આવી રહ્યાં છે.
અમે કંપનીની જવાબદારી સમજીએ છીએ- TCS ના HR મિલિંદ લક્કડ
તેમણે કહ્યું કે ઘણી કંપનીઓએ આ પ્રકારનું પગલું એટલા માટે ભરવું પડી રહ્યું છે કે તેણે જરૂર કરતા વધુ લોકોને કામ પર રાખી લીધા. તો આ મામલામાં સતર્ક ટીસીએસ સાથે જ્યારે કોઈ કર્મચારી જોડાઈ છે તો તે કંપનીની જવાબદારી હોય છે કે તે તેને ઉત્પાદક બનાવે.
ટીસીએસનો છટણીનો ઇરાદો નથી, સ્ટાર્ટઅપની નોકરી ગુમાવી ચુકેલા કર્મચારીઓની ભરતી કરશે
ટીસીએસના મુખ્ય માનવ સંશાધન અદિકારી (HR)મિલિંદ લક્કડે કહ્યુ કે કંપની સ્ટાર્ટઅપ કંપનીઓના તે કર્મચારીઓની નિમણૂંક કરવા જઈ રહી છે જેણે પોતાની નોકરી ગુમાવી છે. તેમનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વિશ્વભરની મોટી ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) કંપનીઓ કર્મચારીઓને બહારનો રસ્તો બતાવી રહી છે. મિલિંદ લક્કરે કહ્યું, "અમે છટણીમાં માનતા નથી. અમે પ્રતિભાને પ્રોત્સાહન આપીએ છીએ."
આ પણ વાંચોઃ 10મું પાસ છો તો સરકારી નોકરી માટે આજે જ કરો અરજી, વય મર્યાદા 45 વર્ષ
ટીસીએસમાં પગાર વધારો કેવો રહેશે
મિલિંદ લક્કડે કહ્યુ કે ઘણીવાર એવી સ્થિતિ આવે છે જ્યારે કર્મચારીની પાસે વર્તમાન ક્ષમતા અમારી જરૂરીયાતથી ઓછી હોય છે. આવી સ્થિતિમાં અમે કર્મચારીને સમય આપીએ છીએ અને તૈયાર કરીએ છીએ. ટીસીએસના કર્મચારીઓની સંખ્યા છ લાખથી વધુ છે. લક્કડે કહ્યુ કે કંપની આ વખતે પણ કર્મચારીઓને પહેલાના વર્ષોની બરાબર પગાર વધારો એટલે કે ઈન્ક્રીમેન્ટ આપવા જઈ રહી છે.