Sarkari Naukri: 10મું પાસ છો તો સરકારી નોકરી માટે આજે જ કરો અરજી, વય મર્યાદા 45 વર્ષ

Assam Rifles Bharti 2023: આસામ રાઈફલ્સ ટેકનિકલ એન્ડ  ટ્રેડ્સમેન 2023 ગ્રુપ બી અને સીની 616 જગ્યાઓની ભરતી માટે અરજીઓ શરૂ થઈ ગઈ છે. તમે અહીં યોગ્યતા માપદંડ, વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત ચકાસી શકો છો.

Sarkari Naukri: 10મું પાસ છો તો સરકારી નોકરી માટે આજે જ કરો અરજી, વય મર્યાદા 45 વર્ષ

Assam Rifles Recruitment Eligibility 2023: આસામ રાઇફલ્સના મહાનિર્દેશકનું કાર્યાલય, શિલોંગ,આસામ રાઇફલ્સ ટેકનિકલ અને ટ્રેડ્સમેન ભરતી રેલી 2022 હેઠળ વિવિધ ટ્રેડ/પોસ્ટ્સ માટે ગ્રુપ બી અને સીની 616 વેકેન્સી ભરવા માટે પાત્રતા ધરાવતા પુરૂષ અને સ્ત્રી ભારતીય નાગરિકો પાસેથી ઑનલાઇન અરજીઓ મંગાવવામા આવી છે.  અધિકૃત નોટીફીકેશન અનુસાર PDFમાં આપેલ ટ્રેડ્સ/પોસ્ટ્સ માટેની અરજી શરૂ થઈ ગઈ છે.

Assam Rifles Recruitment 2023 Eligibility Criteria :
Assam Rifles Technical & Tradesman 2023 માટે હાજર થનારા ઉમેદવારોએ દરેક પોસ્ટ માટે જરૂરી શૈક્ષણિક લાયકાત સાથે વય મર્યાદા અને વય માપદંડ  અને કટ-ઓફ તારીખની નોંધ લેવી આવશ્યક છે.

વય મર્યાદા
ઉમેદવારોની ઉંમર 1લી જાન્યુઆરી 2023ના રોજ 18 થી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઉમેદવારોનો જન્મ 1લી જાન્યુઆરી 2000 પહેલાં થયો ન હોવો જોઈએ અને 1લી જાન્યુઆરી 2005 પછીનો ન હોવો જોઈએ.

ઉંમર છૂટછાટ
લાયક ઉમેદવારોની અલગ અલગ કેટેગરી માટે વય છૂટછાટની માહિતી અહીં આપવામાં આવી છે. SC ST કેટેગરીના ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ મળશે. OBC કેટેગરીના ઉમેદવારોને 3 વર્ષની છૂટછાટ મળશે. સેવા આપતા આસામ રાઈફલ્સ પર્સોનલ (SC/ST)ને કારકુન, PA અને ફાર્માસિસ્ટ માટે 45 વર્ષ સુધીની ઉંમરમાં છૂટછાટ મળશે.

શૈક્ષણિક લાયકાત
આસામ રાઇફલ્સ ટેકનિકલ એન્ડ ટ્રેડ્સમેન 2023 માટે અરજી કરનારા ઉમેદવારોએ ખાતરી કરવી આવશ્યક છે કે તેઓ પસંદગી પ્રક્રિયા માટે ધ્યાનમાં લેવાતી શૈક્ષણિક લાયકાતને પરિપૂર્ણ કરે છે.

પસંદગી પ્રક્રિયામાં એક લેખિત કસોટીનો સમાવેશ થાય છે, ત્યારબાદ વિગતવાર તબીબી પરીક્ષણ, શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ પણ સામેલ છે. લેખિત પરીક્ષામાં 100 ગુણ હશે, જેમાં જનરલ/EWS કેટેગરી માટે ઓછામાં ઓછા 35 ટકા ગુણ અને SC/ST/OBC માટે 33 ટકા ગુણ હશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news