Government Portal: સરકાર ભારતીય નાગરિકો માટે સતત યોજનાઓ લઈને આવે છે. જેનો ફાયદો શિક્ષણ અને આર્થિક સ્થિતિને સારી બનાવવામાં થઈ શકે છે. પરંતુ અનેકવાર એવું બનતું હોય છે કે સરકારની આ યોજનાઓનો ફાયદો નાગરિકોને ફક્ત એ કારણે મળી શકતો નથી કારણ કે તેમને તેના વિશે માહિતી જ નથી હોતી. અત્રે જણાવવાનું કે સરકાર સતત પોતાની યોજનાઓનો પ્રચાર કરતી રહે છે આમ છતાં તેની જાણકારી લોકો સુધી પહોંચી શકતી નથી અને એક એવી વેબસાઈટ છે જે આ યોજનાઓ વિશે માહિતી નાગરિકો સુધી પહોંચાડી રહી છે. જો તમને આ અંગે જાણકારી ન હોય તો આ માહિતી તમારે ખાસ જાણવા જેવી છે. આ વેબસાઈટ પર એવા નાગરિકો ફાયદો લઈ શકે છે જેમને શિક્ષણની જરૂર છે અથવા તો રોજગારી જોઈએ છે. આવા લોકોએ અરજી કરવાની છે અને તેમને સરકારી યોજનાઓનો ફાયદો મળી શકશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે જે પોર્ટલ વિશે અમે વાત કરી રહ્યા છીએ તેનું નામ www.myscheme.gov.in છે. જેના પર ભારતીય નાગરિકો વિઝિટ કરી શકે છે. અહીં જણાવેલી સરકારી યોજનાઓનો લાભ  ઉઠાવી શકે છે. ખાસ વાત એ છે કે તેના પર તમને તરત રિસ્પોન્સ મળે છે અને તમે ડઝન જેટલી યોજનાઓમાંથી તમારી મનગમતી યોજના પસંદ કરી શકો છો. 


નવા સંસદ ભવનના ઉદ્ધાટન પર રાજકીય બબાલ! કેજરીવાલ, ખડગે વિરુદ્ધ ફરિયાદ દાખલ


કોરીકટ છે તો તું કહીશ એમ હું કરીશ: પ્રોફેસરનો સૌથી બિભત્સ Video વાયરલ


ઈમરાન ખાનના મેડિકલ રિપોર્ટથી ચોંકાવનારો ખુલાસો! પાકિસ્તાનની જનતાની આંખો થઈ પહોળી


જો તમને જાણકારી ન હોય તો અમે તમને જણાવી દઈએ કે અહીં તમામ સરકારી યોજનાઓ ઉપલબ્ધ છે. જેમાં ખેતી, રૂરલ અને પર્યાવરણ, બેંકિંગ ફાઈનાન્શિયલ અને ઈન્શ્યોરન્સ, બિઝનેસ, એજ્યુકેશન અને લર્નિંગ, હેલ્થ  તથા વેલનેસથી લઈને હાઉસિંગ અને શેલ્ટરની સાથે ટ્રાન્સપોર્ટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવી તમામ યોજનાઓ છે જેમાંથી તમે તમારી મનપસંદ યોજના પસંદ કરીને તેના વિશે જાણકારી મેળવી શકશો અને તેનો લાભ પણ લઈ શકશો. આ વેબસાઈટ પર યૂઝર્સ પતોાના ક્ષેત્ર પ્રમાણે સુવિધાઓ પસંદ કરી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube