Imran Khan ના મેડિકલ રિપોર્ટથી અત્યંત ચોંકાવનારો ખુલાસો! પાકિસ્તાનની જનતાની આંખો થઈ પહોળી

Imran Khan : ઈમરાન ખાનના મેડિકલ રિપોર્ટથી મોટો ખુલાસો થયો છે. સ્વાસ્થ્ય મંત્રી અબ્દુલ કાદિરે કહ્યું કે ઈમરાન ખાનની ધરપકડ થઈ હતી ત્યારે તેમનો મેડિકલ થયો હતો. તે રિપોર્ટ બની ગયો હતો પરંતુ આ મેડિકલ રિપોર્ટ આવી શક્યો નહીં.

Imran Khan ના મેડિકલ રિપોર્ટથી અત્યંત ચોંકાવનારો ખુલાસો! પાકિસ્તાનની જનતાની આંખો થઈ પહોળી

Imran Khan Drug Connection: ઈમરાન ખાનના મેડિકલ રિપોર્ટથી મોટો ખુલાસો થયો છે. પ્રાથમિક તપાસમાં દારૂ, કોકીનના ઉપયોગની વાત સામે આવી છે. પાકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રીએ પ્લાસ્ટરવાળી વાતને પણ ખોટી ગણાવી છે. સ્વાસ્થ્ય મંત્રી અબ્દુલ કાદિરે કહ્યું કે ઈમરાન ખાનની ધરપકડ થઈ હતી ત્યારે તેમનો મેડિકલ થયો હતો. તે રિપોર્ટ બની ગયો હતો પરંતુ આ મેડિકલ રિપોર્ટ આવી શક્યો નહીં. ઈમરાન ખાન 5-6 મહિના ભારે પ્લાસ્ટર ચઢાવીને ફરતા રહ્યા પરંતુ કોઈ ફ્રેક્ચર નથી. આ પ્લાસ્ટર પર અલગ રાજકારણ છે. તેમનું યુરિન સેમ્પલ લેવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસ મુજબ ઈમરાન ખાન દારૂ અને કોકીનના વ્યસની છે. 

પાકિસ્તાનની 'ખતરનાક' વીડિયો ગેમ!
આ સિવાય પાકિસ્તાનમાં ચાલી રહેલી તકરાર વચ્ચે વીડિયો ગેમ પણ શરૂ થવાની છે. આ વીડિયો ગેમ શું છે અને તેનું ઈમરાન ખાન સાથે શું કનેક્શન છે? તે બધુ અમે તમને જણાવીશું. એ પણ જાણો કે કેવી રીતે શાહબાજ શરીફ સરકાર ઈમરાન ખાનને રાજકારણની પીચ પર ક્લીન બોલ્ડ કરવાની તૈયારીમાં છે. ઈમરાન ખાનની પાર્ટીમાં ભાગદોડ મચેલી છે. સવારે એક નેતા રાજીનામું આપે છે તો સાંજ સુધીમાં 5 નેતા રિઝાઈન કરે છે. આ ઝડપે થતું રહ્યું તો આવનારા દિવસોમાં ઈમરાન ખાનની પાર્ટીનું શટર ડાઉન કરવાની સ્થિતિ આવીને ઊભી રહેશે.

ઈમરાન ખાનને સતત લાગી રહ્યા છે  ઝટકા
ઈમરાન ખાનની પોલીટિકલ પાર્ટીની સીટો ખાલી થઈ રહી છે અને આ લિસ્ટમાં સૌથી નવું નામ મલિકા બુખારીનું છે. ઈમરાન ખાનની ધરપકડ બાદ થયેલી હિંસાના આરોપમાં તેમને જેલ મોકલવામાં આવ્યા હતા અને 16 દિવસ બાદ જેલથી બહાર નીકળતા જ મલિકાએ ઈમરાનને ટાટા બાયબાય કરી દીધુ છે. નોંધનીય છે કે મલિકા બુખારીનો ઈમરાન ખાનની પાર્ટી PTI છોડવાનું કોઈ સંયોગ નથી પરંતુ પાકિસ્તાન ફૌજનો નવો પ્રયોગ છે. મલિકા અગાઉ ફવાદ ચૌધરી, અસદ ઉમર, શીરીન મજારી, સહિત અનેક લોકો ઈમરાન ખાનની પાર્ટીને ટાટા કરી ચૂક્યા છે. બધા વિરુદધ એક જ કેસ છે. 9મી મેના રોજ થયેલી હિંસામાં સેનાના ઠેકાણા પર થયેલા હુમલા માટે ભડકાવવાનું કે પછી એટેક કરવાનો આરોપ. 

ઓડિયો લીક કેસમાં શાહબાજ સરકારને ફટકો
બીજી બાજુ ઈમરાન ખાન સુપ્રીમ કોર્ટને ગુહાર લગાવી અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઉમર અતા બંદિયાલે શાહબાજ સરકારને મોટો ઝટકો આપ્યો છે. ચીફ જસ્ટિસ બંદિયાલે ઓડિયો લીક કેસમાં સરકાર તરફથી બનાવવામાં આવેલા ન્યાયિક તપાસ આયોગને ગેરકાયદેસર ગણાવ્યું છે. ચીફ જસ્ટિસે કહ્યું કે કયા જજ કયા આયોગમાં જશે તેનો નિર્ણય ફક્ત તેઓ કરી શકે છે. 

સુપ્રીમ કોર્ટ અને પાકિસ્તાન સરકારમાં પહેલેથી જ તનાતની ચાલી રહી છે. આવામાં ચીફ જસ્ટિસનો આ નિર્ણય શાહબાજ સરકારને ચોક્કસ ખટકશે. આ બધા વચ્ચે પાકિસ્તાનમાં એકવાર ફરીથી વીડિયો ગેમ શરૂ થઈ શકે છે. દાવો છે કે આ વખતે ચીફ જસ્ટિસનો વીડિયો લીક થશે. વીડિયો ક્યારે આવશે, તેમાં શું હશે અને કોના ઈશારે આ વીડિયો લીક થશે તેના પર પાકિસ્તાનમાં ભાત ભાતની અટકળો છે. પરંતુ એટલું ચોક્કસ છે કે આવા વીડિયોથી ઈમરાન ખાનનું સંકટ ઓછું નહીં થાય. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news