Skin Care Tips: ઉનાળાની ઋતુમાં મોટાભાગની યુવતીઓને ત્વચા સંબંધિત સમસ્યા સતાવતી જ હોય છે. જેમાં સૌથી સામાન્ય સમસ્યા છે સન ટેનિંગ એટલે કે તડકાના કારણે ત્વચા કાળી પડી જવાની તકલીફ. ગરમીના કારણે આ સમસ્યા વધી જાય છે. તડકાના કારણે સનબર્ન થઈ શકે છે અને સાથે જ ડેડ સ્કીન ત્વચાને ડલ બનાવે છે. તેવામાં જો તમારી ત્વચા પણ તડકાના કારણે ડલ થઈ ગઈ છે તો આજે તમને દેશી નુસખા જણાવીએ. આ દેશી નુસખા અજમાવવાથી ઉનાળામાં પણ તમારી ત્વચા ગ્લોઈંગ દેખાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


આ પણ વાંચો: 
ગરમીના કારણે વધતી Oily Skin ની સમસ્યા માટે આ ફેસપેક છે બેસ્ટ, એકવારમાં જ દેખાશે ફરક


Weight Gain: દુબળા પાતળા લોકોએ વધારવું હોય ફટાફટ વજન તો આ રીતે કેરી ખાવાનું કરો શરુ


રોજ રાત્રે સુતા પહેલા કરી લો આ વસ્તુથી ચહેરા પર મસાજ, ત્વચા થશે ગોરી અને ચમકદાર
 


ચણાનો લોટ  


જો તમારી ત્વચા ડલ થઈ ગઈ હોય તો ચણાના લોટમાં ગ્રીન ટી મિક્સ કરીને તેનો ઉપયોગ કરવો ફાયદાકારક સાબિત થશે. તેના માટે ત્રણ ચમચી ચણાના લોટમાં ગ્રીન ટી મિક્સ કરો અને આ પેસ્ટને ચહેરા પર લગાડો. દસ મિનિટ પછી ચહેરો સાફ કરી દેવો. 
 


મુલતાની માટી 


ચણાનો લોટ અને મુલતાની માટી પણ ચહેરા માટે ખૂબ જ અસરકારક સાબિત થાય છે. આ બંને વસ્તુનું મિશ્રણ ડલનેસ દૂર કરે છે. મુલતાની માટી ત્વચાના રોમ છિદ્રોને નાના કરવામાં મદદ કરે છે. સાથે જ તેનાથી બ્લેક હેડ્સ પણ દૂર થવા લાગે છે.
 


પપૈયું  


સ્કિનની ડલનેસ દૂર કરવા માટે પપૈયું પણ બેસ્ટ છે. તેનો ઉપયોગ કરવા માટે એક ચમચી ચણાના લોટમાં પપૈયાની પેસ્ટ ઉમેરી તેને ચહેરા પર લગાડો. 15 મિનિટ પછી ચહેરાને સાફ કરી લેવો.
 


હળદર  


સ્કીનની ડલનેસ દૂર કરી અને ત્વચા પર ગ્લો વધારવા માટે ચણાનો લોટ અને હળદર સૌથી બેસ્ટ છે. તેના માટે એક ચમચી ચણાના લોટમાં ચપટી હળદર અને નાળિયેરનું તેલ મિક્સ કરી ચહેરા પર મસાજ કરો. તેને 10 મિનિટ ચહેરા પર રહેવા દો અને પછી હૂંફાળા પાણીથી ચહેરો સાફ કરો.
 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)